मनकी बात

એક મજાની અને દુઃખદ વાત.

રામપુર (up) માં મારુ 1998 માં પોસ્ટિંગ થયું. રામપુર માં કવવાલ ના 7 ગ્રુપ એપૃવડ A ગ્રેડ માં. પણ કોઈ ના રેકોર્ડિંગ થાય જ નહીં. એ 3 મહિના માં શરૂ કર્યા. એ વાત પછી ક્યારેક. પણ

રઈસ રામપુરી , બિચારા ગરીબ, પહેરવા 2 જોડી કપડાં, 75 વર્ષ ની ઉમર, કોઈએ કરાવી દીધો હશે એ સંગ્રહ હાથ માં લઇ ને ફરે,
કેવી દુઃખદ વાત કહેવાય કે આવા અદભુત શાયરો આવી ગરીબાઈ માં જીવે . એવો જીવ બળે કે શું કરી શકું આવા સાહિત્યકારો, કવિઓ, કલાકારો માટે?

પછી નિયમો ને નેવે મૂકી ને આકાશવાણી માં રેકોર્ડિંગ કર્યા દર મહિને જેથી એમને આર્થિક સહાયતા મળે. મારી કોઈ અહમતા નહીં પણ એ વડીલો એ મને જે આશીર્વાદ આપ્યા છે એનું ફળ મને મળે છે એ 100% ની વાત. આવા બધા ઉર્દુ ના શાયરો સાથે રોજ ઉઠકબેઠક થી મને કેટકેટલું સમજવા, જાણવા મળ્યું એ મને જ સમજાય છે.
આભાર છે આ બધા નો .

આ એક વાત મને યોગ્ય લાગી એટલે અહીં મૂકી. આભાર. જેટલો વખત રામપુર રહ્યો એટલો વખત બપોરે અને રાત્રે 15-20 કવિઓ , શાયરો, સાથે જ હોઈએ, બધી જ મોજ કરાવી, પણ આવો સત્સંગ ક્યાંથી મળે? આ જ્ઞાન મળવું બહુ જ મુશ્કેલ જે એમની વાતો માંથી ભારોભાર નીતરે.

– ડો ભરત પટેલ

Comments are closed.