ડો. ભરત પટેલ

સૂર અને શબ્દના સાધક

 

સંગીત ના સંસ્કારો પિતાજી શ્રી જયંતીભાઈ પટેલ પાસેથી મળ્યા. પિતાજી ગ્વાલિયર ઘરાણા ના વાયોલિન વાદક. પ્રારંભિક તાલીમ વાયોલિન વાદન ની પિતાજી પાસે થી લીધી. પિતાજી મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મૂકી ને રાજકોટ આકાશવાણી સાથે સંગીત નિયોજક તરીકે જોડાયા. ત્યારથી સ્વરનિયોજન કરવા નું શરૂ કર્યું.
શાસ્ત્રીય સંગીતની અને પાશ્ચાત્ય સંગીત ની તાલીમ પિતાજી પાસે જ લીધી. નાનપણ થી જ વિશારદ થઈ ને આકાશવાણી માં સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને કંપોઝર તરીકે ઉપલબ્ધી મેળવી. દરમિયાન B.A.M.S. ( આયુર્વેદાચાર્ય) ની પરીક્ષા પણ પાસ કરી. 5 વર્ષ પ્રેકટીસ કરી ને ત્યાર બાદ આકાશવાણી રામપુર U.P.માં Music Composer તરીકે જોડાયા .
રાજકોટ ખાતે જોડાયા બાદ તેઓશ્રી છેલ્લા 18 વર્ષ થી ગ્રેડ 1 કંપોઝર તરીકે ફરજ બજાવે છે.
ગુજરાતી ફિલ્મ, સીરીયલ માં તેઓશ્રી વિવિધ રીતે સંકળાયા છે.
તેઓશ્રીના ઘણા ગુજરાતી આલબમ પ્રકાશિત થયા છે

ડો ભરત પટેલ ગુજરાત અને વિદેશમાં ગુજરાતી સુગમ સંગીતના કાર્યકમો નિયમત રીતે આપતા રહે છે. તેઓશ્રી પ્રયોગાત્મક કાર્યક્રમો આપતા રહે છે.

ગુજરાતી સાહિત્ય અને સંગીત ના ક્ષેત્રમાં તેમનુ યોગદાન નોંધનીય છે

Comments are closed.