વૈષ્ણવ જન તો તેને કહિયે, જે  પીડ  પરાઈ    જાણે  રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન   અભિમાન ના આણે  રે

સકળ. લોકમાં  સહુને    વંદે,   નિંદા   ન   કરે    કેની  રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે. ધન ધન   જનની   તેની  રે

સમદૃષ્ટિ  ને   તૃષ્ણા   ત્યાગી   પરસ્ત્રી  જેને    માત   રે
જિહ્વા થકી અસત્ય ન બોલે  પર ધન નવ ઝાલે હાથ  રે

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ  વૈરાગ્ય જેના મનમાં  રે
રામ નામ શુ તાળી રે લાગી  સકળ તીરથ તેના તનમાં રે

વણ લોભી ને  કપટ   રહિત છે કામ   ક્રોધ   નિવાર્યા  રે
ભણે નરસૈયો  તેનું    દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં  રે

– નરસિંહ મહેતા

 

સ્વર : ગાર્ગી વોરા, રિયાઝ મીર, નિધિ ધોળકિયા અને સોહેલ બ્લોચ

સંગીત : ડો ભરત પટેલ

નોંધ :

આવતીકાલે ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ થી સમગ્ર દેશ ના બધા જ રેડિયો સ્ટેશન પરથી પ્રસારણ શરૂ થશે. રાષ્ટ્રીય કક્ષા એ આ પ્રસ્તુતિ
નરસિંહ મહેતા નું આ ભજન ફરી રિક્રિએટ , નવી જ રીતે