આલાપ દેસાઈ

આલાપ દેસાઈ


  આલાપ દેસાઈ Audio :


  1.mp3   2.mp3  3.mp3  4.mp3  5.mp3  6.mp3   7.mp3   8.mp3  9.mp3  10.mp3  11.mp3   12.mp3   13.mp3   14.mp3   15.mp3   16.mp3   17.mp3   18.mp3


  આલાપ દેસાઈ Video :


  Aalap Video

  આલાપ દેસાઈનો પરિચય  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  30.12.2018 આદરણીય સાયુજ્ય મિત્રો,
  તમે વિચારો, સૌ વિચારીએ ,પૃથક્કરણ કરીએ રોજ મુકાતા આ સાહિત્ય- સંગીતના મંચ ઉપરથી એક પછી એક પ્રતિભાના પરિચય વિષે અને નીચે મુકેલા વાક્યોની સરખામણી કરીએ.
  ક્યાંક ને ક્યાંક તમે પોતે એમાં દેખાશો... અથવા આપણી વચ્ચેના કોઈ સર્જક દેખાશે સાહિત્યરત્ન દેખાશે અથવા સંગીતરત્ન દેખાશે

  *Or we can see our own strength and weakness through one of these windows*

  *કલા ક્રાંતિ છે ,સર્જન છે, કેન્દ્રત્યાગકરણ છે, જે સર્જક (કેંદ્ર) દ્વારા ભાવક રૂપી તરંગોથી વિસ્તાર પામે છે*.
  (કેન્દ્રત્યાગીકરણ- result of centrifugal efforts , which starts from the point of creation and being spreaded in surrounding , diameter of spreaded circle depends on understanding /acceptability of receivers.) આવો કલા વિષે વિશ્વવિખ્યાત કલા પ્રતિભાઓ શું કહે છે તે જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ કલાઅંગેના વિચારો નો રસ્તો , સાયુજ્યના સાહિત્યરત્નો અને સંગીતરત્નો તરફ ઇશારો તો નથી કરતો ને ? *સર્જનાત્મકતાનો મુખ્ય દુશ્મન પોતાની જ પોતે નક્કી કરેલી સીમા છે*.

  *પાબ્લો પિકાસો*

  *જીવન સર્જન છે* -
  *સ્વ ,સંજોગો અને અનુભવો, કાચો માલ*.
  *ડોરોથી રિચાર્ડસન*
  *એક કલાકાર ક્યારે ય નિષ્ફળ થતો નથી, તે એક મહાન બનવાની સફળતાની શરૂઆત છે*
  *ચાર્લ્સ હોર્ટન કૂલી*

  *આર્ટ વિશ્વમાં એક માત્ર ગંભીર વસ્તુ છે. અને કલાકાર એકમાત્ર વ્યક્તિ છે જે ક્યારેય ગંભીર ન રહેવું*.
  *ઓસ્કર વાઇલ્ડ*

  *કલા વિક્ષેપ કરવા માટે છે, વિજ્ઞાન ખાતરી*. *જ્યોર્જ બ્રેક*

  *તમે એક અઠવાડિયા માટે એક ચિત્ર જોઈ શકો છો અને તેના વિશે ફરીથી વિચારશો નહીં. અને ક્યારેક તમે એક સેકંડ માટે કોઇ ચિત્રને જોશો, અને આખા ચિત્રના અસ્તિત્વ વિષે વિચારી શકો છો*

  આ સંદર્ભ છે આજની પ્રતિભા વિષે.......

  આજ સંદર્ભે આજે વધુ એક પ્રતિભા, કે જેઓ સંગીત ક્ષેત્રે - સુગમ સંગીતના,ગઝલ ગાયકીના અને સંગીતના અનેક આયામ ક્ષેત્રે, જેમના માથે હમેશા માં શારદાનો હાથ રહે અને તેમના સંગીતજ્ઞ , સમર્થ માતા પિતાના આશિર્વાદ હોય એવા પ્રતિભાશાળી કલાકાર,

  *એક એવી પ્રતિભા કે જેમનું વાદ્ય જ્ઞાન માત્ર છ વર્ષની ઉંમરે ઉપલબ્ધ થયું હતું* , આમ તો જન્મજાત કલા લઈને જગતમાં આવેલા આ વિશેષ વ્યક્તિ ખુદ પોતે કલાના પરિચય સમા ! *અદભુત સ્થિતપ્રજ્ઞ અને કોઈપણ પ્રચાર-પ્રસાર થી વિમુખ રહેનારા અને છતાં નાની ઉંમરે અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હોય અને જેમના અનેક આલ્બમ રિલીઝ થઈ ગયા હોય* , તબલામાં નિપુણતા, આધ્યાત્મિક સંગીતમાં યોગ્યતા, હિન્દી ગુજરાતી ગઝલમાં ઉચ્ચતા, અને સુગમ સંગીતમાં અત્યંત ઠહેરાવ....... શબ્દોની ઊંડી સમજ, સંગીતની દુનિયા કે જેમને ઘરમાં જ સરસ્વતીજીનું આધિભૌતિક મંદિર બનાવ્યું હોય તેવા, અદભુત ગૌરવ ,ગુજરાતની ગરિમા અને સુગમ સંગીતમાં મધ્યાહ્નના સુરજ સમા.... આવો આ પ્રતિભા અને આપણે આજે વધુ નજીકથી ઓળખીએ, સાંભળીએ

  *શ્રી આલાપ દેસાઈ*,

  સંગીતની સફર આમ તો ફક્ત ત્રણ વર્ષની ઉંમરે જ શરૂ કરી દીધી હતી. સાત વર્ષની વયે સંગીત મહાભારતી નામની સંગીતની સંસ્થામાં તેમણે પંડિત નિખિલ ઘોષ અને દત્તા યેનડે પાસેથી તબલાની તાલીમ લીધી. ઉસ્તાદ અલારખા ઈન્સ્ટીટ્યૂટમાં ઉસ્તાદ અલારખા પાસેથી પણ 8 વર્ષ સુધી તબલા શીખ્યાં. ભારતીય ટેલિવિઝન સિરીયલ સાથે 11 વર્ષ સુધી જોડાયેલાં રહ્યાં.
  2015ની સાલમાં ‘પહેચાન’ નામનું તેમનું હિન્દી ગઝલનું આલબમ લોકોએ દિલથી વધાવી લીધું હતું. ગૌરવશાળી પ્રતિભાશાળી માતા પિતા શ્રી આશિત દેસાઈ હેમા દેસાઇ સાથે પણ તેમણે સંગીતના અનેક આલ્બમમાં સ્વર આપ્યો છે.

  અને વ્યક્તિગત રીતે પણ શ્રી આલાપ દેસાઈ ના આલ્બમ છે જેમાં પોતાનું સ્વરાંકન અને અવાજ છે

  પહેચાન
  ગઝલ રૂહાની
  ગઝલ ટ્રાયો
  સુર વર્ષા

  આ ઉપરાંત બીજા અનેક આલ્બમોમાં તેમનો અવાજ ગાયક તરીકે સાંભળવા મળે છે જેની સંખ્યા 30 થી ઉપર છે

  *અનેક સોલો પરફોર્મન્સ* અને દિગ્ગજ એવા આશિતભાઈ હેમાબેન સાથે પણ અમેરિકા, યુકે, સાઉથ આફ્રિકા, પોર્ટુગલ, દુબઈ, મસ્કત, સિંગાપોર, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પરર્ફોમન્સ આપી ચૂક્યાં છે.

  સૂર અને સંગીતના માહોલમાં ઉછરેલા આલાપ દેસાઈ માટે સંગીત જાણે શ્વાસ લેવા જેટલું સહજ છે.
  *એ સારા કમ્પોઝર છે, સારા ગાયક અને અચ્છા તબલાં પ્લેયર છે*

  આલાપ દેસાઈ કહે છે, ‘ *જન્મથી જ મને વન્ડરફૂલ વાતાવરણ મળ્યું છે. બોલતાં શીખ્યો એ પહેલાં જ હું ગાતા શીખી ગયો હોઈશ*. નાનો હતો ત્યારે એક જ રૂમનું ઘર હતું. *ઘરે શ્યામલ-સૌમિલ મુનશી, શોભિત દેસાઈ, વિક્રમ પાટીલથી માંડીને તમામ લોકો આવતાં રહેતાં*. એમની સાથે રહી રહીને જ ઘણું બધું શીખ્યો. અગાઉના સમયમાં કોઈ કલાકાર મુંબઈ આવે તો એ કોઈ હોટેલમાં ન રહેતાં. અમારી ઘરે જ રહેતાં. એમની સાથેની ઉઠક બેઠકમાં મારી અંદર ઘણુંબધું સહજતાથી રોપાતું ગયું. મારાથી મોટાં લોકો સાથે જ રહેવાનું થતું એટલે એ વહેવાર પણ મારી જાતને ઘડવામાં બહુ કામ લાગ્યો.

  ગાવાનું અને સંગીતની ધૂન બનાવવાનું બંને કામ મને કરવું ગમે છે. *કુદરતી રીતે રાગની ચાલ સૂરમાં બેસાડી શકું છું*. ધૂન મનમાં સવાર હોય ત્યારે તો ઘરમાં જે મળે એને પહેલાં વહેલાં સંભળાવી દઉં.

  એમને જો પૂછીએ કે *સંગીત સાથે જોડાયેલાં મમ્મી-પપ્પા કોઈ સજેશન કરે?*
  આલાપ દેસાઈ કહે છે, ‘ *એ મારા અસ્તિત્વના સર્જનહાર અને મારા સંગીતના સાથીદાર પણ ખરાં. એમનું સજેશન યોગ્ય લાગે તો માનું. યોગ્ય ન લાગે તો ન પણ માનું. બે એક્સપર્ટ લોકો મારા પર નેગેટીવલી નહીં પણ પોઝિટીવલી હાવી થઈ જાય છે. હેમા, પપ્પા અને હું એમ અમે ત્રણેય સ્ટેજ પર હોઈએ ત્યારે તબલાં હું જ વગાડું*( આલાપ ભાઈ મમ્મીને પ્રેમથી નામથી બોલાવે) . મારું રેકોર્ડિંગ હોય ત્યારે પણ વાજિંત્ર વગાડવાનો તથા ગાવાનો બંને આગ્રહ હું રાખું.’

  *ગુજરાતી સુગમ ગીત, ગઝલ, ગરબા, ભજન, હિન્દી-ઉર્દૂ ગઝલમાં તેમનો અવાજ લોકોએ પસંદ કર્યો છે*. કાલિદાસના મેઘદૂત પર મ્યુઝિકલ પ્રોગ્રામ થયો ત્યારે તેનું કમ્પોઝીશન તેમજ પચાસથી વધુ આર્ટિસ્ટને આલાપ દેસાઈએ કન્ડક્ટ કર્યાં હતાં.
  *આવા ડાઉન-ટુ-અર્થ વ્યક્તિત્વ આલાપ ભાઈની બીજી નોંધપાત્ર સિદ્ધિઓ નીચે મુજબ છે*

  ટાઈટલ એન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક...
  *ઉપનિષદ ગંગા* દૂરદર્શન પર આવેલી સીરીયલ..
  ડિરેકટેડ બાય શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી...

  *સુરાજ્ય સંહિતા*...
  લોકસભા TV પર ૨૦૧૯ માં દેખાશે... ટાઈટલ એન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક...

  UK માં ૧૪ વર્ષ થી ગુજરાતીઓને *નવરાત્રી* કરાવી રહ્યા છે તેમના ગ્રુપ સાથે

  *નટસમ્રાટ* ગુજરાતી ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એન્ડ સોન્ગ્સ..
  બેસ્ટ મ્યુઝિક કંપોઝર માટેનું એવોર્ડમાં નોમીનેશન પણ મેળવ્યું હતું
  ૨૦૧૯ માં મરાઠી ફિલ્મ - *મિસ યુ મિસ્ટર* ... બેકગ્રાઉન્ડ મ્યુઝિક એન્ડ સોન્ગ્સ...

  *આમ જોવા જઈએ તો સ્વયં શ્રી આશિત દેસાઈ અને હેમાબેન સુગમ સંગીત ક્ષેત્રે અને બીજા સંગીતના આયામો માટે સ્વયં પોતે પોતાના અસ્તિત્વ પર એક ઊંચેરી ઓળખ બનાવી ને ઉભા છે*

  *અને આમે ય માઉન્ટ એવરેસ્ટ પર થી કાંચનજંઘા તો દેખાઈ જાય એમાં કોઈ અતિશયોક્તિ નથી*

  અને છતાં આલાપે તેમની જબરજસ્ત મહેનત, પરિશ્રમ, આરાધના અને ખંતથી એ જ દુનિયામાં પોતાનું એક વિશિષ્ટ નામ ઉભુ કર્યું છે જે બહુ જ મોટી વાત કહેવાય અને છતાં આલાપને સાંભળતા ક્યાંય આશિત દેસાઈનો અણસાર જરાય નથી આવતો, આજ એવું કહી શકાય કે કલાના મૂળથી શિખર સુધી પહોંચવાનો રસ્તો વિભિન્ન હોય મંઝિલ એક હોય, તેમના જીવનસાથી સ્નેહા દેસાઈ કે જેઓ પોતે ખૂબ સારા લેખિકા , 25 ઉપરાંત તારાંકિત નાટકોના લેખિકા , ટીવી સીરીયલ ના લેખિકા અને ખ્યાતનામ રંગભૂમિના વ્યક્તિત્વ,

  *આવા સંગીતના આદર્શ સમાન શ્રી આલાપ દેસાઈ* ને સાયુજ્ય પરિવાર તરફથી અનેકાનેક શુભેચ્છાઓ, આશીર્વાદ અને શુભકામનાઓ કે તેઓ આ જ રીતે સંગીત ક્ષેત્રે ગાયકી ક્ષેત્રે અને વિવિધ આયામો સંગીતના સર કરે એ જ અભ્યર્થના

  હરીશ શાહ વડોદરા
  30.12.2018
 • Home