અનંત વ્યાસ  

અનંત વ્યાસ


  Anant Vyas Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3 7.mp3 8.mp3 9.mp3 10.mp3 11.mp3 12.mp3 13.mp3

  અનંત વ્યાસ નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  પ્રતિભાશાળી વ્યક્તિત્વની પરિચય ગાથાની આ યાત્રામાં , એક પછી એક પોતાના ક્ષેત્રના દિગ્ગજ સર્જનકારો અને તેથીએ વિશેષ તેમની સિદ્ધિઓ, રોજ એક પ્રતિભાને આપણે મળીએ છીએ ,તેમના વિશે જાણીએ છીએ અને તેમના દ્વારા પ્રદાન કરાયેલ સર્જનો પણ માણીએ છીએ સાહિત્યને સંગીતના આ સંગમમાં સાયુજ્યમાં આજે એક વધુ પ્રતિભાશાળી કલાકાર નો પરિચય કરવા આપણે જઈ રહ્યા છીએ
  *આજે એક અત્યંત પ્રતિભાશાળી એવા સ્વરકાર, અતિ સુંદર ગાયક, જેમના અવાજની મીઠાશ એટલી વધુ છે, કે સાંભળતા જ શબ્દો આપણી આસપાસ દેખાય* મહાભારતમાં એક એવું પાત્ર , કે જે પાત્રને માટે સૌને ધનુર્વિદ્યા માટે અર્જુન કરતા પણ વધારે ગર્વ હતો, ગુરુ દ્રોણ અર્જુન ના ગુરુ હતા, પણ આ પાત્રને કોઈ શિક્ષક ન હતો , તેને કોઈ વિદ્યા નહોતી લીધી, અને છતાં એ ધનુર્વિદ્યામાં પારંગત થયો, અને આજે પણ ધનુર્વિદ્યામાં તે પાત્ર નું નામ ગૌરવથી લેવાય છે. તે પાત્ર એટલે બીજું કોઈ નહીં પણ એકલવ્ય. આ સંદર્ભ એટલા માટે લીધો છે કે આજે જે પરિચય ની વાત કરવા જઈ રહ્યા છીએ તે પરિચય સાયુજ્ય ના *એકલવ્ય* છે

  *શ્રી અનંત વ્યાસ*
  *એવું કહેવાય છે કે કુદરતી રીતે ક્યારેક કોઈક એવા આશીર્વાદ એવો અનુગ્રહ ગર્ભિતરીતે કોઈકના માં સંચાર થાય છે અને કોઈક કલા વગર શીખે વગર માધ્યમ માત્ર પોતાના ધ્યાનથી પોતાના આવડતથી અને પોતાની સૂઝથી ઘણા બધા રહસ્યોને ખોલી નાખે છે આવા જ એક અદભુત વ્યક્તિત્વનો પરિચય આજે આપણે કરવા જઈ રહ્યા છીએ*. એટલું જ ઉમદા વ્યક્તિત્વ, એટલા જ નમ્ર માનવી, તેટલા જ સરળ અને સહજ, અંગ્રેજીમાં આપણે કહીએ છીએ *down to earth*
  જેઓ સંગીત ક્ષેત્રે કોઈ ભલે શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ન હોય, ભલે તેમને શાસ્ત્રીય સંગીતની તાલીમ ન લીધી હોય, પણ તે છતાં પણ સૌને સાંભળવા ગમે અને અનેક ખ્યાતનામ દિગ્ગજ કલાકારો ની વચ્ચે પણ તેમના પર્ફોર્મન્સ માટે વાહ વાહ થઇ હોય તેવું વ્યક્તિત્વ એટલે જ આપણા સાયુજ્ય મિત્ર *શ્રી અનંત વ્યાસ* અનંતભાઈ નો જન્મ 15. 07.1952, રાજકોટ ખાતે થયો હતો ,સાત ભાઈઓ માં સૌથી નાના અનંતભાઈ એ સ્કૂલિંગ મુંબઈમાં કર્યું ,અને પછી કોલેજ અમદાવાદ, ભવન્સ કોલેજમાં કેમેસ્ટ્રી સ્નાતક સુધી અભ્યાસ કર્યો . અને ત્યારબાદ 28 વર્ષ GSK ફાર્મામાં રીજીયોનલ મેનેજર તરીકે સેવાઓ આપી . અનંતભાઈ ના બધા જ ભાઈઓ ખૂબ જ પ્રતિભાવાન અને બધા જ ઓલ ઇન્ડિયા રેડિયોના approved આર્ટિસ્ટ !
  મોટાભાઈ વિનોદભાઈ ઘરમાં સંગીત લાવ્યા .ખૂબ જ સુંદર એમનો અવાજ હતો અને મોટાભાઈ ના અવાજ ને અનંતભાઈ અનુસરવા પ્રભાવિત થયા. અને મોટાભાઈ ને સાંભળીને એમને પણ સંગીતનો શોખ જાગ્યો ગાવાની શરૂઆત કોલેજમાં *શ્રી રાસબિહારી ભાઈ દેસાઈ*એ એમનામાં સંગીતના કામણ પાથર્યા, કોલેજમાં યુથ ફેસ્ટિવલમાં ગૌરાંગભાઈ હાર્મોનિયમ પર, અનિલભાઈ ગાંધર્વ વાયોલિન પર , ઇમુ દેસાઈ મેન્ડોલીન પર, શ્યામ સુંદરભાઈ એમ અનંતભાઈ ના યુથ ફેસ્ટિવલ ના કાર્યક્રમમાં આજ દિગ્ગજો સાથે સ્ટેજ શેર કરવાનો તેમને મોકો મળ્યો, ત્યારબાદ તેઓનું પોસ્ટિંગ સુરતમાં થયું પરેશ ભટ્ટ સાથે મિત્રતા થઈ અને ત્યારબાદ તેઓ રાજકોટ આવ્યા સાથે તેઓએ *શિવરંજની* ગ્રુપ ની સ્થાપના કરી અને ઘણાં બધા રસિકજનોની વિનંતીથી , આગ્રહથી ઓલ ઇન્ડિયા રેડિયો પર ઓડિશન આપ્યું અને મનમાં નક્કી કર્યું સંગીત ક્ષેત્રે કંઈક કરવું છે,
  આ દરમિયાન જેટલા પણ કાર્યક્રમ એમના થયા જાતે જ કમ્પોઝિશન બનાવે અને ગાય ધીમે ધીમે સંગીત પર પકડ મજબુત થતી ગઈ સરસ્વતીની કૃપા કારણકે ક્લાસિકલનું કોઈ જ્ઞાન તો હતું જ નહીં, કાવ્ય વાંચી પછી જે મનમાં જે અનુભવે એ તે જ સ્વરાંકનમાં ઢાળે 2000ની સાલ સુધી સંગીત ને જોઈએ તેટલો ન્યાય ન આપી શક્યા , પણ જ્યારે 2001માં વી આર એસ લઈને રાજકોટ આવ્યા પછી સંગીત ક્ષેત્રે પાછું વળીને જોયું નથી .... ક્યાં કેમેસ્ટ્રી ક્યાં B.Sc અને અને ક્યાં સંગીત , 2002માં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં મ્યુઝિક ટીચર તરીકે નોકરી સ્વીકારી .....એક મલ્ટિનેશનલ ના મેનેજર મ્યુઝિક ટીચર થઈ ગયા 18 વર્ષથી તેઓ મ્યુઝિક ટીચર છે,

  *અનંતભાઈ પોતાને 3 idiots પછીના ચોથા ઈડિયટ કહે છે*
  આની સાથે *નામ એ સ્વરમ્* ગ્રુપ શરૂ કર્યું શ્રી રાજેશ વ્યાસ સાથે *નામ એ સ્વરમ્* ગ્રુપ ચાલુ કર્યું અને સાથે સાથે, ડીડી માં ઘણા પ્રોગ્રામ આપ્યા. સાથે સાથે સ્કૂલમાં બાળગીતો પણ કર્યા જે આ સાથે મુકેલ છે, આપ જરૂરથી અને માણશો, અને સ્વાભાવિક રીતે શીખવાડતા પણ એ પોતે શીખ્યા પોતાની સૂઝ અને પોતાની મહેનત આજની તારીખે પણ મ્યુઝિક શિક્ષકોના વર્કશોપ કરે છે ગવર્મેન્ટ ની ઘણી બધી મ્યુઝિક શિબીરો કરી છે મુંબઈમાં જ્યારે બે દિવસ નું સુગમ સંગીતનું સંમેલન યોજાયું ત્યારે પણ ભાગ લીધો જેમાં સુગમ સંગીતના દિગ્ગજો સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો અને આ દિગ્ગજોએ પણ તેમના અવાજને ખૂબ દિલથી વખાણ્યો તેમની પહેલી સીડી *દિલાવરી* બહાર પડી પછી *રાસધ્વનિ* અને ત્યારબાદ રણછોડજી આશ્રમ રાજકોટ માટે *આયા દ્વાર તુમ્હારે રામ* ત્યારબાદ સીડી બનાવી ગોરખનાથ મંદિર હરદ્વાર માટે સીડી બનાવી અમદાવાદના એક ડાન્સ ગ્રુપ માટે કાલિદાસનું મેઘદૂતમ બનાવ્યું
  ૨૦૦ જેટલા સુગમ ગીતો તેમણે પોતે ગાયા છે અને લગભગ બધા તેમને પોતે સ્વરાંકિત પણ કર્યા છે 67 વર્ષની ઉંમરના શ્રી અનંતભાઈ 45 વર્ષથી સંગીતને અને પોતાના આ અભિગમને ખૂબ જ પ્રેમ કરે છે ભદ્રાયુ ભાઈ અને રાજેશ વ્યાસ શ્રી અનંતભાઈ ના ઘણા બધા કમ્પોઝિશન ગાયા અને શિવાદ્ય અને અનંત ભાઈને કમ્પોઝર તરીકે પ્રખ્યાત કર્યા
  અત્યારે આ ઉંમરે પણ રાજકોટમાં રાજકુમાર કોલેજમાં મ્યુઝિક ટીચર છે, આજે પણ એમને નોટેશન નથી આવડતું એટલે કેટલાય ગીતો ગાયા અને ભુલાઈ ગયા અને આ ઉપરાંત ,૧૨૫ જેટલા બાળ ગીતો કમ્પોઝ કર્યા છે કેટકેટલાય ગીતો એમને રેડિયોમાં ગાયા
  *સંગીત એમનો નિજાનંદ છે* ક્યારે જાહેર ક્ષેત્રમાં હાઈલાઈટ થવાનો પ્રયત્ન નથી કર્યો
  "એવું માને છે કે કોઈ સંગીતનો જીવ એની અધૂરી ઈચ્છા મારા થકી પૂરી કરવા બાકીનું જે કાંઈ પણ એ કરે છે તે એમની પાસે કરાવી રહ્યા છે "
  સંગીતનું શિક્ષણ નથી કે કોઇ ડિગ્રી નથી , પર્યાવરણના પ્રેમી છે પશુ-પક્ષીમાટે ના પ્રેમી છે સ્ટ્રીટ ડોગ માટે પણ તેઓ કામ કરે છે તેમનો ફાર્માસ્યુટિકલ નો અનુભવ અહીં કામ લાગે છે અનંતભાઈ કહે છે કે પરેશ ભટ્ટ સાથે મારો પ્રેમ બહુ રહ્યો અને કામ પણ એટલું જ કર્યું
  "મારા ઘણા કોમ્પોઝિશન પરેશ જેવા હોય અને પરેશ ના ઘણા કોમ્પોઝિશન મારા જેવા હોય અમારા બન્નેમાં એકબીજાની છાંટ હતી, કેવી અદભુત મિત્રતા" ,
  "નયન દેસાઈ ની રચના રાજકોટ ખાતે જિંદગીના કાટખૂણે , કાટખૂણા શબ્દના સ્વરોમાં મારુ સજેશન હતું મારું જીવન એ જ મારી વાણી રેડિયોમાં કમ્પોઝ કરી મારા ઘરે સાંભળવા આવેલા અનંતભાઈ ના પોતાના મિજાજમાં તેઓ તેમની અને પરેશ ભટ્ટ ની મિત્રતા માટે કહે છે
  "એ મને અનંતીયો કહે અને એને પરીઓ કહું "
  બસ, તો આજ છે શ્રી અનંતભાઈ ની જીવન ગાથા કે જેમાંથી પોતાનો આનંદ કઈ રીતે પ્રાપ્ત થાય તે શીખવું રહ્યું . જીવન જીવવા માટેનું સાધન હોવું જરૂરી છે , અને જીવન જીવવાની પ્રતિબદ્ધતાને જ ગમતા સાધનમાં પરિવર્તન કરવું એ ઉપલબ્ધિ છે, આવી જ જીવન દર્શન ની ઉપલબ્ધિ માટે શ્રી અનંત ભાઈ ને ખુબ ખુબ અભિનંદન આવા આ આત્મજ્ઞાની અને સિદ્ધ પુરુષ કે જે પોતાની મસ્તીમાં જ પોતાનો આનંદ માણે અને સંગીત ક્ષેત્રે પણ મોટું યોગદાન આપે એવા શ્રી અનંત ભાઈને સાયુજ્ય ગ્રુપની અનેક અનેક શુભેચ્છાઓ અને એમનો ખુબ ખુબ આભાર આવો સાંભળીએ એમના ખુબ સુંદર સ્વરાંકન અને ગીતો સંગીત આયોજન ડૉ ભરતભાઈ પટેલ
 • Home


 • હરીશ શાહ
  22 12 2018
  વડોદરા