અંકિત ત્રિવેદી  

અંકિત ત્રિવેદી

Audio સાંભળવા માટે નીચેની link click કરો :  Ankit Trivedi Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3 7.mp3 8.mp3 9.mp3

  અંકિત ત્રિવેદી નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  દિવસે ને દિવસે પરિચય ગાથા અંતર્ગત આપ સૌનો અદભુત પ્રતિભાવ , આ શૃંખલા ને વધુ ને વધુ વેગ પકડાવવામાં અત્યંત સહાયભૂત થયો છે, જર્મનીમાં એક એવું નામ છે કે જ્યાં લેખન, વક્તૃત્વ, કાર્યક્રમ સંચાલન અથવા ટીવી પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને રંગમંચ કોર્ડીનેટર તો પ્રથમ નંબર પર નામ છે

  *Sascha Oliver Martin*
  ટીવી પ્રસ્તુતકર્તા, લેક્ચરર
  મુખ્ય કોચ / સેમિનાર નેતા
  મીડિયા દેખાવમાં લેક્ચરર
  વામ મીડિયા એકેડેમી
  લેખક, એડિટર-ઇન-ચીફ
  સંપાદક, દિગ્દર્શક
  પ્રોગ્રામ મેનેજર અને મધ્યસ્થી
  મીડિયા ડિવીઝનલ ડિરેક્ટર, સંપાદકીય ડિરેક્ટર
  આવી પ્રતિભા દરેક દાયકામાં ભાગ્યે એકાદ વાર જન્મ લેતી હોય છે જે જન્મજાત આ પ્રકારના ગુણ લઇને આવતી હોય છે, આવી જ એક પ્રતિભા આપણા સાહિત્યમાં પણ છે જે પાંચ કરોડ ત્રીસ લાખ ગુજરાતીઓ વચ્ચે આવી જ *Talents* માટે પ્રેમથી પોંખાય છે

  *આજે ચાલો આપણે રોમાંચિત થઈએ મળીએ આપણા સાયુજ્યની એક એવી પ્રતિભા કે જેઓ ગુજરાતના* *Sascha Oliver Martin* છે
  *કે જેમની ગતિને પકડવી મુશ્કેલ જ નહીં અશક્ય છે* ,
  જે ગતિથી તેમણે તેમની કારકિર્દીનો વિકાસ કર્યો તેમની આવડત નો વપરાશ કર્યો અને એમના જ્ઞાનની રજૂઆત કરી છે તેની શબ્દોમાં ચર્ચા કરવી થોડી મુશ્કેલ છે આવો મળીએ લેખન, મંચન અને વિવેચનની ખ્યાતનામ યુવા પ્રતિભાને,

  *શ્રી અંકિત ત્રિવેદી*
  અમદાવાદમાં જ ૧૯૮૧ માં જન્મેલાં અને વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી અંકિતભાઇ સ્વભાવે સરળ ,સ્પષ્ટ વક્તા અને પ્રસંગને પકડીને બોલનારાઓ માંથી એક છે
  *શ્રાવ્ય ,દ્રશ્ય ,લેખન ,વિવેચન ,સંચાલન, મનોમંથન ના વિષયોમાં ખુબ જ સુંદર અને કાર્યક્રમના સફળ સંચાલક અને વક્તા*......
  અનેક સાહિત્યકારો અને વિવેચનકારોને જેમણે અનહદ રીતે આબેહૂબ રજૂ કર્યા છે ક્ષેમુભાઈ ,પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ શ્યામલ-સૌમિલ,નયન પંચોલી, ઐશ્વર્યા મજમુદાર, રાગ મહેતા....... આ નામ માત્ર સાંકેતિક છે આ ઉપરાંત પણ સુગમ સંગીતના દરેક નામાંકિત દિગ્ગજો સાથે અંકિત ત્રિવેદી સંચાલન કરેલું છે, જે દરેક દિગ્ગજોનું વય જૂથ બતાવે છે આનો અર્થ એ થયો કે ક્ષેમુભાઈ થી લઈ રાગ મહેતા સુધી લગભગ પાંચથી છ દશકા કલાકારોના કાર્યક્રમો અંકિત ત્રિવેદીએ સંચાલન દ્વારા તેમના અંદાજમાં સંતુલિત કર્યા છે
  *કાર્યક્રમમાં પ્રેક્ષકોને શબ્દ શબ્દ અને દરેક વાક્યમાં સાથે લઈને ચાલનાર બહુ જ ઓછા વક્તાઓને નિહાળ્યા છે*
  *વર્ણાનુપ્રાસ ,અંત્યાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, શ્લેષ, પ્રત્યેક અલંકાર, વિશેષણ ની હારમાળા ,સર્વનામોની વણઝાર અને જેટલા પણ શક્ય એટલા ભાષાના માધ્યમથી પ્રેક્ષકોના હ્રદયમાં ઉતરી જવાના ઉપર્યુક્ત સાધનો*
  અને જેમના નામથી જ પ્રેક્ષકો ગેલમાં આવી જાય જેમને પ્રેક્ષકો સાથે સીધો સંબંધ હોય તેવા કવિ, વક્તા ,સંચાલક ,સંકલનકાર, સુફી વાદ ને પ્રેક્ષકો સુધી પહોંચાડનાર, ખૂબ જ જાણીતા કવિઓ અને તેમની રચનાઓને લોકભોગ્ય કરાવવામાં ખૂબ જ મોટો સહકાર આપ્યો હોય તેવા, ઉંમરમાં ભલે ઘણા નાના હોય પણ કદમાં એ વિરાટ છે તેમનું અસ્તિત્વ સાંપ્રત ગુજરાતી સૃષ્ટિમાં ઉલ્લેખનીય તો ઠીક , પણ એવું કહેવાય કે એમના વગર અધૂરું છે ,
  છેલ્લા 18 વર્ષથી નિયમિત રીતે કંઈક ને કંઈક નવું રજૂ કરવાની આવડત , કોઈ પણ વિષય પર સેન્સ ઓફ હ્યુમર અને પ્રેક્ષકોનો રસ ટકાવી રાખવાની વિશેષ આવડત કોઈપણ વિષયમાં પ્રેક્ષકો કેવી રીતે ભાવક બને અને કઈ રીતે તેનું સંચાલન કરવું , અનેક ક્ષેત્રના અને વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને કઈ રીતે એક મંચ પર એક સૂત્ર કરવી આધ્યાત્મિક ,રાજનૈતિક ,સાંપ્રદાયિક, સાહિત્યિક, ધાર્મિક , કે બીજા કોઇ પણ સ્થાને કે સ્થળે , જ્યાં સંવાદની વાત આવે , જ્યાં પ્રેક્ષકો સુધી પહોંચવાની વાત આવે ,તો એ નામ માત્રને માત્ર આથી એક જ નામ બહાર આવે અને તે છે આપણા લોકલાડીલા લોકભોગ્ય બહુમુખી પ્રતિભાશાળી કલાકાર, કવિ, લેખક, સર્જક અને પરફોર્મન્સ માસ્ટર *શ્રી અંકિત ત્રિવેદી* અનેક કવિઓના એ ખૂબ માનીતા અનેક સ્વરકારોનાં પણ તે ખૂબ માનીતા તેમાંનું એક નામ સ્વ શ્રી સુરેશ દલાલ , ઇમેજ પબ્લિકેશનના અનેક કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતના રાજ્ય વિભાગના અનેક કાર્યક્રમનું સફળ સંચાલન અનેક પ્રસિદ્ધ સ્વરકારો સાથે કાર્યક્રમનું સંચાલન કર્યું. અનેક પ્રકારની સફળ અભિવ્યક્તિ ધરાવનાર અને કરનાર, શ્રી અંકિત ત્રિવેદી ગુજરાતી ભાષાના શબ્દોનું મોરપીચ્છ છે, ગુજરાતી ભાષાના કલરવમાં તેમનો અવાજ છે,
  *ભાષાનો આંબો ફાલ્યો છે
  *તેની મંજરી મઘમઘે છે*
  *ઘટાટોપ છાયા છે*
  *છાયામાં કોયલ છે*
  *કોયલને ટહુકો છે*
  *ટહુકાને વન છે*
  *વનને વિસ્તાર છે*
  *અને આ વિસ્તારને "અંકિત"ની વાચા છે*
  ( સ્વ મફતભાઈ ઓઝા ના પુસ્તક "ઘુઘવતા સાગરના મૌન" પુસ્તકમાંથી ઉપર ની પંક્તિઓ લીધેલી છે)
  આવો જાણીએ તેમણે લખેલા પ્રકાશનો વિશે અને તેમને રજૂ કરેલા મહત્વના કાર્યક્રમો વિષે અને તેમને મળેલા પુરસ્કાર વિશે

  *કુલ 40 જેટલા પુસ્તકો શ્રી અંકિતભાઇએ લખ્યા છે*, જેમાંના કેટલાક........
  છેલ્લી ક્ષણોનો શ્વાસ ( મૃત્યુ માંગલ્યના કાવ્યો) દોસ્ત તારા નામ પર
  મારી કટોકટી ની ક્ષણો
  મારા જીવન નો આદર્શ
  સુરોત્તમ પુરષોત્તમ સચિત્ર જીવન ગાથા
  ગઝલપૂર્વક
  ગીતપૂર્વક
  મારુ જીવનસૂત્ર
  પ્રેમનો પાસવર્ડ
  સમય મારો સાધજે વાલા
  ૧૬ વર્ષની મોસમ
  વાઇ ફાઇ
  ઓરબીટ
  ઓફબીટ
  મારૂ સત્ય

  રંગ મંચ અને ફિલ્મોમાં પણ તેમનો યોગદાન અનન્ય છે
  દ્વિઅંકી નાટકો
  આ કોકિલાનું શું કરવું
  બા ને ઘેર બાબો આવ્યો
  ઉર્મિલા
  પરપોટાના ઘરમાં
  પ્રેમ ને ફૂટી છે નવી પાંખો
  અને ખલીલ ધનતેજવી ના જીવન પર આધારિત નાટક દર્શન
  ફિલ્મ લેખન
  કેરી ઓન કેસર
  પપ્પા તમને નહિ સમજાય

  વિગેરે ખૂબ જ ઉત્તમ સાહિત્ય, સાહિત્યક્ષેત્રે પ્રદાન કર્યું છે,
  *મંચ ઉપર લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર, અમિતાભ બચ્ચન, ગુલઝાર સાહેબ આ સહુને તેમની આગવી રજૂઆતથી અભિભૂત કર્યા છે , અને ગુજરાતી મંચ ઉપર આવી આવવાનું ગૌરવ પ્રદાન કર્યું છે, અને ભાષા ઉપર અંકિત ભાઈએ મહોર લગાડી છે* નયનને બંધ રાખીને, આ ડાયલર ટોન પ્રચલિત છે ,અને પછી અંકિતભાઈ ની સાત સૂરોના સરનામે અને જેની રોયલ્ટી સ્વરકાર અને કવિ બંનેને મળે છે જે એક ઇતિહાસ છે,
  આવા પ્રતિભાશાળી સંકલન ક્ષેત્રે, વક્તવ્ય ક્ષેત્રે ઘણા ઓછા છે જેઓ અભ્યાસ સાથે પોતાની વાત કરે છે, એક જવાબદારી સાથે તેમનું નામ લઈ શકાય, જેઓએ સંચાલનની પરિભાષા બદલી છે, જેમને ક્લાસ અને માસ આ બંને નો ભેદ ઓગાળી નાખ્યો છે. આ કલાકાર, આ પ્રતિભા, આપણને એટલી પ્રિય છે કે એમના વગર સંચાલન ક્ષેત્ર વિચારી ન શકાય, ગૌરાંગભાઈ વ્યાસ એમ કહે છે કે શિષ્ટ સાહિત્ય માં એમને ગમતા પદ્ય શ્રી અંકિતભાઇ આપ્યા છે.

  ઘણા બધા એવોર્ડ થી સન્માનિત શ્રી અંકિતભાઇ જેમાંના કેટલાક *પુરસ્કારો* નીચે મુજબ છે
  *તખ્તસિંહ પરમાર એવોર્ડ 2007* ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી
  *શયદા એવોર્ડ 2009* આઈ.એન.ટી તરફથી
  *યુવા ગૌરવ પુરસ્કાર એવોર્ડ 2014* ગુજરાત સરકાર તરફથી
  *યુવા પુરસ્કાર એવોર્ડ 2016* દિલ્હી સાહિત્ય એકેડેમી તરફથી
  આવી, ખુબ જ બહોળી સિદ્ધિ હાંસલ કરેલી હોય, તેવા શ્રી અંકિતભાઈ ને સાયુજ્ય ગ્રુપના ખુબ ખુબ અભિનંદન , શુભેચ્છાઓ અને આવનારા દિવસોમાં , હજુ પણ વધુ ને વધુ પ્રગતિ કરે તેવી આશા સહ,

  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા