ડો. અર્પણ ભટ્ટ


ડો. અર્પણ ભટ્ટ
  ડો. અર્પણ ભટ્ટ Video:


  ડો. અર્પણ ભટ્ટ Video

  ડો. અર્પણ ભટ્ટનો પરિચય


  આદરણીય સાયુજ્ય મિત્રો

  આજે એક એવી વ્યક્તિ નો પરિચય કરવા જઈ રહ્યા છીએ કે જેઓ અલગ-અલગ સંસ્થાઓના પ્રોફેસર, હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ, ચેરમેન, એક્સીક્યુટીવ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એક્સીક્યુટીવ પ્રોગ્રામ ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ ઉપરોક્ત હોદ્દાઓ ઉપર તેઓ હતા અથવા અમુક ઉપર અત્યારે પણ છે

  ૦૧ નવેમ્બર ૧૯૬૩ ના દિવસે જન્મેલા એમ.ડી આયુર્વેદ અને Ph. D, આયુર્વેદ

  તેઓની વિશેષતા અનેક છે પણ જેમાંની વિશેષમાં વિશેષતા મ્યુઝિક થેરાપી થી રોગીઓની અમુક એક રોગ માં સારવાર કરવાની

  તેઓએ લગભગ 14થી 15 પુસ્તકો આયુર્વેદ સાહિત્યમાં લખ્યા છે અને આયુર્વેદના E લર્નિંગમાં ચાર પુસ્તકો લખ્યા છે અને 35 રિસર્ચ આર્ટીકલ લખ્યા છે

  સંગીત વિશારદ

  ડો. અર્પણ ભટ્ટ  અવર્ણનીય આવિષ્કારો સાથે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે
  યોગ વિજ્ઞાનમાં દેશના ટોચના તજ્જજ્ઞોમાં સમાવિષ્ટ અને ભારત સરકારની યોગ નિસર્ગોપચારની સમિતિઓમાં સદસ્ય. યોગ નિસર્ગોપચારમાં ૬૦ જેટલા સંશોધકોને માર્ગદર્શિત કરેલ છે

  અનેક જગ્યાએ અનેક પદો પર આયુર્વેદ ક્ષેત્રે ખૂબ જ મોટી ઉપાધિ ધરાવે છે સાથે તેઓ બી હાઈ ગ્રેડ આકાશવાણીના આર્ટિસ્ટ છે મ્યુઝીક ડાન્સ અને ડ્રામામાં સ્ટેટ અને નેશનલ લેવલના ઇનામો ના વિજેતા

  આ સાથે તેમનું એક વક્તવ્ય પણ મૂક્યું છે, આપ સાંભળી શકશો કે કેટલા સારા તેઓ વક્તા છે તેઓનું વાણી પરનું પ્રભુત્વ કેટલું અદભૂત છે કે જે કંઈ પણ કહેવા માંગે છે તે શ્રોતાઓને ખુબ જ સરસ થી મનની અંદર ઉતારી શકે છે !

  આયુર્વેદની સાથે યોગ, નિસર્ગોપચાર અને ખાસ કરીને સંગીત તથા સંગીત/ નાદના પ્રભાવ વિષયે ભારતભર તેમજ વિદેશમાં વ્યાખ્યાનો/ વ્યાખ્યાન - નિદર્શનો આપેલ છે.

  આયુર્વેદમાં અભ્યાસ કરતી વખતે તેમજ ત્યાર બાદ અધ્યાપન દરમ્યાન વિદ્યાર્થીઓની રચનાત્મકતા ખીલે તે હેતુ સતત પ્રયત્નશીલ રહી અવાર નવાર તે હેતુ શિબિરોનું આયોજન કરેલ

  ભલભલા અભિનેતા - નેતા પણ જે કામ શ્રોતા સુધી મનની વાત પહોંચાડવાનું નથી કરી શકતા તે ડો. અર્પણ પંડ્યા એકદમ આસાનીથી કરી શકે છે જેનું ઉદાહરણ આ વીડિયો ક્લિપમાં જોઈ શકશો

  12 એકાંકી અને 6 ત્રિઅંકી નાટક ઓના નેપથ્ય ભૂમિકામાં સ્ટેટ અને નેશનલ લેવલના ચેમ્પિયન રહી ચૂક્યા છે જે નાટકોનું ઉપર લખ્યું છે, તે તમામમાં સંગીત પણ તેમને જ આપેલું છે. ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મના નેપથ્યમાં અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં કામ કરેલું છે ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મોમાં સંગીત પણ તેમણે જ આપેલ છે

  ખુબ સુંદર સંગીત અને સ્વરાંકન કરી જાણે છે

  તેમના મિત્ર ડો. ભરત પટેલનો પ્રતિભાવ  એક એવું વ્યક્તિત્વ કે જેને સમજવું સરળ અને ઓળખવું અઘરું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં સ્વસ્થવૃત વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. તબલા એનો પ્રિય વિષય અને અદભુત હથરોટી યુનિવર્સિટી હોય કે જામનગરમાં સંગીતના અન્ય કાર્યક્રમો હોય , અર્પણ ની હાજરી અને દિશાસૂચન આવશ્યક. કવિતા , સાહિત્ય, સંગીત ની સમજ અદભુત. સંગીતમાં પણ વિશારદ, અને કદાચ એટલે જ આયુર્વેદમાં M.D.થયા બાદ Ph.D સંગીત અને આયુર્વેદ ના સંબંધો પર કર્યું. અને કદાચ આવા વિષય પર પહેલો અને એકમાત્ર થિસીસ હશે આજસુધીનો
  એના Ph.D ના પ્રયોગો વખતે ઘણીવાર હાજર હોઉં એવું બન્યું છે. અલગ અલગ પ્રકાર ના જીવો પર શાસ્ત્રીય સંગીત, એના રાગો ની શુ અસર થાય છે એ દિવસો સુધી એક્સપેરિમેન્ટ કરતો રહે અને પછી જે અદભુત રિઝલ્ટ મળ્યા છે એ વાત તો અર્પણ જ કહી શકે.
  સાથે સાથે અર્પણ ની સેન્સ ઓફ હ્યુમર પણ અદભુત. આયુર્વેદના પ્રચારપ્રસાર માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી દેશ વિદેશ ફરતો રહેતો, જીંદાદીલ, બેફિકરાઈ, મોજીલો સ્વભાવ, દિલોજાન મિત્ર
  - ડો. ભરત પટેલ

  તેમના મિત્ર ડૉ.મનોજ જોશી 'મન' નો પ્રતિભાવ  અર્પણભાઈ એટલે મારા મોટાભાઈ કહું ! મિત્ર કહું ! માર્ગદર્શક કહું ! શું કહું ? ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ વગેરે વિભાવના આ સંબંધને સમજાવવા માટે ખુબ ઓછી પડે ! હયાત હોય એવી વ્યક્તિઓમાંથી કદાચ ડૉ.અર્પણ ભટ્ટ એક જ એવી વ્યક્તિ છે કે જેને હું *ગુરુજી* કહું છું. એકદમ નિરાળું, મોજીલું, ફક્કડ, સમજતા હોય એનાં માટે નિતાંત સ્નેહાળ વ્યક્તિત્વ !
  અેમની પાસેથી સિલેબસની અંદરનું અને બહારનું બન્ને શિખવા મળે !
  ભાષાઓ ઉપરનો એમનો command જોઈને કાયમ વિસ્મય થાય ! વહીવટી કામમાં એમની કુશળતા, કાર્યક્ષમતા,કાર્યદક્ષતા,કુનેહ, શાણપણ, સતર્કતા આખીયે યુનિવર્સિટીમાં ઉદાહરણ રૂપ !

  સંગીતની દુનિયામાં એમની આંગળી પકડીને પા પા પગલી કરી એમ કહું તો જરાય ખોટું નહીં ! લખવાનું અટકાવવું અઘરું છે કેમ કે વર્ષોનાં સાયુજ્યનો ઊભરો (!) આવ્યો છે પણ, સંકોચને લીધે અટકું છું

  અંતે એક જ વાક્યમાં મારી લાગણી વ્યક્ત કરું તો : અર્પણભાઈ એટલે જેનો હું દિલથી આદર કરું છું અને જેને દિલ ફાડીને પ્રેમ પણ કરું છું
  પ્રણામ ... *ગુરુજી* !

  - ડૉ.મનોજ જોશી  'મન'

  આવા અત્યંત પ્રભાવશાળી અને અનેક સિદ્ધિના જ્ઞાતા એવા ડો.અર્પણ ભટ્ટ ને સાયુજ્ય પરિવાર તરફથી અને સૌ મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  હરીશ શાહ
  વડોદરા
 • Home