આશિત દેસાઈ  

આશિત દેસાઈ


  આશિત દેસાઈ Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3

  આશિત દેસાઈ નો પરિચય  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  વિશેષતાનો વિશેષ પરિચય
  સમર્થ ગાયક , અદ્વિતીય સ્વરકાર અને અદભુત અવાજના માલિક

  શ્રી આશિત દેસાઈ
  મૂળ તો વડોદરાના શ્રી આશિતભાઈ ( હાલ મુંબઈ ) સુગમ સંગીતના એક અદ્વિતીય સ્વરકાર અને ગાયક તરીકે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં એમનું નામ જાણીતું છે
  , અનેકાનેક અમર ગીતો નું કર્ણપ્રિય સ્વરાંકન સાથે સ્વર આપનાર આશિષભાઈ ની અમુક વિશેષતાઓ પણ બહુ જ ઊંડી છે જેની માહિતી ખાસ બધા પાસે નથી
  સૌપ્રથમ તો તેમને આજીવન સંગીતને કર્મક્ષેત્ર બનાવી પોતાના તમામ આયામોને સંગીત ની પાછળ વ્યસ્ત કરવાના આ ખ્યાતનામ સ્વરકાર કેટકેટલા એવોર્ડ થી સન્માનિત છે.
  માત્ર 19 વર્ષની ઉંમરે ઓલ ઇન્ડિયા રેડિયો શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર જીત્યો હતો અને ત્યાર પછી તો પુરસ્કારો ,સન્માન અને વિશેષણો તેમને અનુસરે છે
  ભારત રત્ન પંડિત શ્રી રવિશંકરજી સાથે ગાયક અને આસીસ્ટન્ટ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે રહીને ખૂબ જ સુંદર યોગદાન આપ્યું , જેની માહિતી નીચે મુજબ છે

  1.JAZZ YATRA {JAZMINE} - 1980
  2.UDAY UTSAV {TRIBUTE TO UDAY 3.SHANKARJI} – 1983
  4.APNA UTSAV – 1984
  5.GANDHI – THE FILM – 1981
  6.ASIAD – 1982
  7.GHANASHYAM {DANCE BALLET} – 1986
  8.SWAR MILAN {CLOSING 9.CEREMONY OF THE FESTIVAL OF INDIA IN RUSSIA} – 1988

  વિશ્વવિખ્યાત મ્યુઝીક ડાયરેક્ટર બોલિવૂડ કમ્પોઝર શ્રી જયદેવ જીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ઘણા બધા હિંદી ચલચિત્રોમાં પોતાનું યોગદાન આપ્યું

  1.ગમન
  2.દુરીયાં
  3.તુમ્હારે લિયે
  4.ઘરોંદા
  5.રામ નગરી

  આ ઉપરાંત પદ્મશ્રી અવિનાશ વ્યાસ એમની સાથે ખૂબ જ રહી ગાયક અને આસિસ્ટન્ટ મ્યુઝીક ડાયરેક્ટર તરીકે કેટલાય ગુજરાતી બેલે સ્ટેજ પ્રોગ્રામ અનેક ફિલ્મોમાં સંગીત સંચાલનનું કામ કર્યું

  આ ઉપરાંત સંગીત ક્ષેત્રે આટલેથી ન અટકતા તેઓએ કેટકેટલા અન્ય ક્ષેત્રના સંગીત સંચાલન પણ કર્યા
  1. ઓડિસી નૃત્યાંગના પ્રોતિમા બેદી સાથે સંગીત આપ્યું
  2. ભરત નાટ્યમ, કથ્થકમાં પંડિત દુર્ગાલાલજી સાથે કામ કર્યું,
  3 અભિનેત્રી હેમામાલિની જેકાર્યક્રમો કરે છે તેના માટે પણ મ્યુઝિક આપી રહ્યા છે.
  4 અલગઅલગ નૃત્યશૈલીની ગાયકી, સંગીત અને નૃત્યની મુદ્રાઓ તેમને ખબર હોવાથી કલાકારોને તેમની સાથે સરળતાથી કામ કરવાની મજા આવે છે.
  5 ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ચાણક્ય સિરીયલમાં મ્યુઝિક આપ્યું અને હેમાબેને એ તેનું ટાઈટલ સોંગ ગાયું હતું.
  એ સિરીયલદૂરદર્શન પર ધૂમ મચાવતી ત્યારે ઘણાં કાર્યક્રમોમાં અમને ફક્તચાણક્યનું ટાઈટલ સોંગ ગાવાની ફરમાઈશ થતી.
  6 સાત પગલાંઆકાશમાં, સૂરજમુખી, સો દા’ડા સાસુના, ગતિ, શ્રદ્ધા જેવીટેલિવિઝન સિરીયલોમાં પણ સંગીત પીરસ્યું.
  7 મરાઠી સિરીયલચતુરાઈમાં પણ સંગીતની જવાબદારી હતી.
  આવા અદકેરા અને મહામૂલા આપણા ગુજરાતી ગૌરવ એવા આશિતભાઈ હજુ પણ એ જ સ્ફૂર્તિ દ્વારા ગુજરાતી સંગીતમાં એમનું અનન્ય યોગદાન આપી રહ્યા છે
  , એટલું જ નહીં પરંતુ સમગ્ર કુટુંબ કરેલું છે તેમના પત્ની હેમાબેન, પુત્ર આલાપ પણ સંગીત ક્ષેત્રે ખૂબ જ જાણીતા નામ છે પરંતુ અત્રે તેમનો વધુ ઉલ્લેખ નહીં કરતા તેમનો વિશેષ પરિચય અલગથી કરાવીશ, ત્યારે આપણને એમનો લાભ વધુને વધુ સાયુજ્ય થકી મળતો રહે એ જ પ્રાર્થના અને વિનંતી

  દિલની વાત

  સમગ્ર ગુજરાતીઓને શ્રી આશિતભાઈ માટે કેમ આટલું માન છે તેનું મુખ્ય કારણ છે કે આપ આટલા વિષયો લઈ અનેક મહાન વિભૂતિઓ સાથે બોલિવૂડ અને ટેલિવૂડમાં કામ કર્યું છતાં લગભગ 90 આલ્બમ જેમના પ્રસિદ્ધ થયા હોય તેવી વ્યક્તિને ગુજરાતી ભાષા ની વાત આવે તો અગ્રીમતા આપે એ જ આપણા આશિતભાઈ,

  કવિઓ અને ગઝલકારોની અનેક અટપટાં શબ્દોવાળી રચનાનેઆશિતભાઈએ સ્વરબદ્ધ કરી છે.
  આશિતભાઈ કહે છે,

  ‘જેને કોઈહાથ ન અડાડે એવી રચનાઓ હું શોધી લઉં. થોડી અઘરી કડીઓ હોય જેને સ્વરબદ્ધ કરવી એક ચેલેન્જ સમાન હોય એના પર લય બેસાડવી મને બહુ જ ગમે.
  જેમ કે નયન દેસાઈની રચના,

  માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો,   ડૂબી જવાની ઘટના ઉર્ફે,
  ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે...

  રમેશ પારેખની રચના છે,

  અરે, આ મારા હાથ છે  જડભરત ને ઉપર આંગળીઓ અભણ એક બે
  હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એક બે
  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home