ભરત પ્રજાપતિ  

ભરત પ્રજાપતિ


  ભરત પ્રજાપતિ નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  આજે પરિચય ગાથામાં, એવી એક વાત કરીશું, જેમાં અતીતના અંતરંગમાં, એકાંત સેવાતુ હોય અને તે જ એકાંત, કવિની ગમતી અવસ્થા હોય ! જેમણે જીવનના કેટલાય ઉતાર-ચઢાવ ગમા-અણગમા અને તેથીએ વિશેષ પોતાનાને દુઃખમય સ્થિતિમાં નિહાળ્યાં હોય અને ગુમાવ્યાં હોય ......

  આજે એક એવી પ્રતિભાને રજૂ કરવી૧૨. 1.19છે કે જેમને પોતાની ધગશ ,ખુમારી અને સાહિત્યની શક્તિથી એવું કંઈક કરી બતાવ્યું છે કે જેનાથી યુવા જગતને એક પ્રેરણા મળે ,
  એટલે જ આજે થોડા અપવાદરૂપ આ એક એવી પ્રતિભાને આપણે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ કે જેઓ પોતાની પરિસ્થિતિથી મહાત થવાને બદલે, પરિસ્થિતિને પડકાર ફેંક્યો અને સાહિત્યના સથવારા થી આજે આ મુકામ પર આવ્યા છે ,
  હરિવંશ રાય બચ્ચન જી નું ખુબ સુંદર એક કાવ્ય યાદ આવે છે, બિલકુલ આ કવિને અવસ્થાને અનુરૂપ અને છતાં આ કવિ એ અવસ્થાને ભેદીને બહાર આવે છે, ભાષાને પોતાનું યોગદાન આપે છે,

  जीवन की आपाधापी में कब वक़्त मिला
  कुछ देर कहीं पर बैठ कभी यह सोच सकूँ
  जो किया, कहा, माना उसमें क्या बुरा भला।

  जिस दिन मेरी चेतना जगी मैंने देखा
  मैं खड़ा हुआ हूँ इस दुनिया के मेले में,
  हर एक यहाँ पर एक भुलाने में भूला
  हर एक लगा है अपनी अपनी दे-ले में
  कुछ देर रहा हक्का-बक्का, भौचक्का-सा,
  आ गया कहाँ, क्या करूँ यहाँ, जाऊँ किस जा?
  फिर एक तरफ से आया ही तो धक्का-सा
  मैंने भी बहना शुरू किया उस रेले में,
  क्या बाहर की ठेला-पेली ही कुछ कम थी,
  जो भीतर भी भावों का ऊहापोह मचा,
  जो किया, उसी को करने की मजबूरी थी,
  जो कहा, वही मन के अंदर से उबल चला,

  जीवन की आपाधापी में कब वक़्त मिला
  कुछ देर कहीं पर बैठ कभी यह सोच सकूँ
  जो किया, कहा, माना उसमें क्या बुरा भला।

  અને છતાં સાહિત્યમાં ઝંપલાવી કંઈક અંશે પોતાને સિદ્ધ કર્યા હોય !
  જુઓ તેમની આ રચના અને વિચારો કે અછાંદસ પણ પદ્યમાં કઈ હદ સુધી સંવેદનાને વાચા આપી શકે છે !

  કમાલ છે આ કવિ
  ભલે એટલા નામથી સૌ એટલા પરિચિત ન હોઈ શકે, પરંતુ તેમની રચનાઓ વાંચી ને તેમને મળવાનું મન થાય.......
  કેટલા ધીર, ગંભીર અને છતાં મનના સાફ અને જાહેરમાં પોતાના જીવનને કશીય ઓછપ વગર ખુલ્લા મને પોતાની
  strength, weakness, opportunity, threat

  જાહેર કરી શકે છે .....
  એના માટે બહુ જ તાકાત જોઈએ,

  તેમની એક રચના, પરિસ્થિતિને પણ પડકારે છે

  કેટલે ઉંચે જશે ?
  હાલક ડોલક થતું
  કોના હાથે સ્થિર થશે !!
  અંતરંગમાં ચહલપહલ મચાવી
  આડાઅવળા વળાંકો વાળા રસ્તે
  કંઈ દિશા તરફ જવું !
  કોણ માર્ગદર્શન કરશે ?
  ગડમથલ,
  સાંત્વના ,
  બધું ઝાડ નીચે બેસવાથી મળશે ?
  નિજ પણું ખાલીખમ છે
  વેદ રુચાઓ કાને
  અથડાઈને ભ્રમ પેદા કરે,
  શબ્દનો ટંકારવ કરીને
  કોઈને હચમચાવી શકાય !!
  ખાલી ખાલી ફૂંકાતા શંખ ધરતી કંપના કંપનો પેદા કરી શમી જાય છે
  અજવાળું થાય
  ન થાય
  ને પાછી એ જ અસંમજસ
  બહાર નીકળવા કયો રસ્તો પકડવો પડશે ?
  બિંદુ કરેલા મસ્તિક સુધી નાસિકા
  શાંત થાય તો
  મને પરત ફરવાનો સમય મળશે
  આ દેહ ધીરે ધીરે
  ચેતન તત્વ પકડતું જાય છે
  મારા અધૂરા મનોરથો પગ પકડીને અરજ કરે છે .
  પરંતુ......

  સમય બધુ શીખવે છે .. એમ ધીરે ધીરે શીખતા ગયા
  આકાશ
  ભરત પ્રજાપતિ
  જન્મ .26/10/79
  રહે.નવાવાસ , દાંતા ,બનાસકાંઠાના પાલનપૂરમાં
  બાળપણથી દસ સુધીનું શિક્ષણ ગામમાં પછી વિસનગર ખાતે 12 પાસ કર્યુ....

  1997માં કોમર્સ કોલજમાં એડમીશન ..કૌટુંબિક સમસ્યાને કારણે એક વર્ષ ખાલી રહ્યું,
  પછી પાલનપુરમાં બી.કોમ પૂર્ણ કર્યુ...
  હાલમાં વ્યવસાય ખેતી ,પશુપાલન
  સામાજીક ,કૌટુંબિક ઉતાર ચઢાવ ને કારણે આગળનો અભ્યાસ પૂર્ણ ના થયો 2007 માં ગંભીર અકસ્માતમાં દાદા અને પિતા ગુમાવ્યા તેમને ભંયકર ઈજા થયેલી ડાબા હાથે અને પગે ફેક્ચર ... એ પછી માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં બધી જવાબદારી માથે આવી .. 2013 માં એક સહારો માં ગુમાવી..

  સમયની ગર્તામાં અટવાઈ ગયેલ ..ડાયરી લખવાની પહેલેથી આદત હતી. વાંચનનો શોખ ...ધુમકેતુ..મનુભાઇ પંચોળી ,કુન્દનિકા કાપડીયા ,પન્નાલાલ પટેલ જેવાઓને શબ્દશ વાંચ્યા... અભિવ્યક્તિ કેમ કરી દર્શાવવી એ ખબર નહોતી . ધીરે ધીરે કવિતાનું ફોર્મેટ જાણવા મળ્યું ..ગઝલ એટલે શું ? કવિતા એટલે શું ? એની પ્રાથમિક જાણકારી પણ નહોતી ...એ સમયે ક્લાસિક ગૃપમાં એડ થયેલ ...

  શ્રીયુત સંજુવાળા ,અનિલ વાળા ,ગુણવંત ઉપાધ્ધાય જેવા કવિઓના વડપણ હેઠળ આજે આ મુકામે પહોચ્યા...
  આજે પણ એ વડીલોનો રૂણી છે
  સર્જનમાં હથોટી કહો કે કુદરતી દેન કહો અછાંદશ લખે છું ,ગઝલ પણ લખે ..
  સાહિત્યનું સર્જન એ જે તે સર્જકની અભિવ્યક્તિ, સંવેદના હોય છે .સમાજ ઉપયોગી સાહિત્યની જગ્યાએ આજે અર્થોપાજનના સાહિત્યનો ઉદય થયો છે .. ગદ્ય કે પદ્ય લોકોવિમુખના હોવુ જોઈએ. સર્જકે સમાજના દર્પણ તરીકે કામ કરવું જોઈએ.....
  તેમના વિચારો એમના અભિગમ તેમની રચનાઓમાં સાફ દેખાય છે

  અધીરાપણું સોય શું જાણે ?
  લેવાના હતા કેટલા ટાંકા ?

  છલકતી સંવેદના અને ઝુરતી અભીપ્સા છતાં સાહિત્યક્ષેત્રે પણ મનને ઝુકાવ્યા વિના સતત પ્રયત્નશીલ રહે છે

  તું જ્યારે રણઝણે છે
  ત્યારે સૂર પહોંચે છે અંનતમાં
  આસપાસ થતા વર્તુળમાં તુ જ ભમ્યા કરે છે
  અવિરત વહ્યા કરતા એ ઝરણામાં ડૂબકી મારી ભીંજાઉં છું
  ને નીતરતો હોઉં ત્યારે ઉઠતી મહેંક ચોતરફ ફેલાય છે
  કાને પડતો રવ ધીમે ધીમે દરવાજા ઉઘાડીને પહોંચે છે
  એ ડૂબી ગયેલી ઈચ્છાઓ અને ગોખલે પડી રહેલી ભ્રમણાઓ સુધી
  પણ, મને એવું કશું દેખાતું નથી,
  મારા પગને પાછા વાળતો નથી ,
  મારે તો ડૂબકી મારવી છે .....
  પેલા કૂડમાં ,
  જ્યાં આજ સુધી ગુલાબની સુગંધ આવે છે ..
  હાથે કરીને રસ્તે જતા...
  હાથીને પથરો મારી દીધો ,

  આવા પ્રયત્નશીલ કવિને સાયુજ્ય ગ્રુપની અનેક શુભકામનાઓ
  અને તેમની ખુમારી ને સલામ
  આજકાલના યુવાનો જ્યારે થોડીક ખરાબ અવસ્થામાં હતાશ થઈ જાય છે ત્યારે આપણા *ભરત પ્રજાપતિ* યુવાનોની એક મિસાલ બને છે,
  અને દાખલો બેસાડે છે,
  જીવનમાં સાહિત્ય નો અભિગમ માણસને કોઈપણ અવસ્થામાંથી બહાર લાવી શકે છે ,
  જરૂર છે નિરાશા ખંખેરવાની અને સાહિત્યની સફરમાં ગડમથલ કરી ખમીરવંતુ સાહિત્ય પ્રદાન કરવાની !

  ઝાંઝવે ને મૃગજળે બસ તું મળે
  રાંક ના એ છાપરે બસ તું મળે

  ખોળવા જોનીકળું હું એકલો
  આ હ્રદયને આંગણે બસ તું મળે.

  ને બતાવો કો'ક સરનામા એવા,
  રોજ ખુલ્લા બારણે બસ તું મળે.

  ઝાડ માળો પાંદડાં ને ડાળખી,
  ગીત ગાતા વાયરે બસ તું મળે.

  સ્નેહ , સ્પર્શ માણવું છે આ બધું
  આંગળીના ટેરવે બસ તું મળે.
  -આકાશ

  આમને આમ તો ચાલશે ક્યાં સુધી..?
  કાપશો રોજ તો ચાલશે ક્યાં સુધી. ?

  બંધ છે બારણા આ બધા ક્યારના
  લાગણી દોડે તો ચાલશે ક્યાં સુધી. ?

  જાત સાથે પનારો પડે ના પડે
  એકલાં ઝૂરો તો ચાલશે ક્યાં સુધી. ?

  થાક તો લાગવાનો અહીં આવતાં
  આગમન ટાળે તો ચાલશે ક્યાં સુધી. ?

  માફ કરજો મને પણ બધા આજથી
  ના મળે સ્નેહ તો ચાલશે ક્યાં સુધી. ?
  -આકાશ

  એક દિવો રોજ ત્યાં ઝળતો હતો
  કોઇ માણસ રોજ ત્યાં તપતો હતો

  શોધવા હું નીકળું તો ના મળે
  એજ રસ્તે એકલો ફરતો હતો

  મારવાથી ફાયદો કોને થશે
  રોજ આવીને મને નડતો હતો

  છાંયડો તો આંગણા સુધી જ છે
  ઝાડ નીચે હું કદમ ભરતો હતો

  કોણ બોલે છે કહોને કોઇ તો
  નાદ ત્યાંથી હું જ તો ભજતો હતો
  -આકાશ

  ભરત પ્રજાપતિ : prajapatibharat1979@gmail.com
  Mobile : 9408410893  હરીશ શાહ
  વડોદરા
 • Home