ભાર્ગવ ઠાકર

ભાર્ગવ ઠાકર


  ભાર્ગવ ઠાકર Audio :


  1.mp3   2.mp3 


  ભાર્ગવ ઠાકરનો પરિચય  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  02.01.2019 આદરણીય સાયુજ્ય મિત્રો,

  સાયુજ્યમાં પ્રતિભા વ્યક્તિત્વ અને જબરજસ્ત કલાકૃતિ નો અદભુત સંગમ અને તે પણ વ્યક્તિથી વ્યક્તિથી અલગ વ્યક્તિથી વ્યક્તિ સુધી સંમોહિત અને અત્યંત લોકપ્રિય નીવડેલા વ્યક્તિત્વ !

  હાથમાં ચાર દડા પકડીને તેને ઉછાળવા અને તેમાંથી એકેયને પડવા દેવા, કામ કાં તો જાદુગર કરી શકે અથવા તો કોઈ મોટો કરતબબાજ. પરંતુ અમુક લોકો વાસ્તવિક જિંદગીમાં પણ પોતાની કલા , પોતાની પરિસ્થિતિઓને આવી રીતે ઉછાળે છે. એક વખતમાં અનેક કામ કરી લે છે અને સફળ પણ થઈ જાય છે. પ્રાણીઓમાં માત્ર માણસ છે, જેને માનવ કહેવામા઼ આવ્યો છે અને એટલા માટે તેનામાં વિચારશક્તિ હોય છે. વિચારશક્તિ સક્રિય હોય છે, તો મસ્તિષ્ક બનીને અનેક કામ એક સાથે કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાંનું એક વ્યક્તિત્વ હું આજે આપની સમક્ષ ગાથામાં લઈને આવ્યો છું કે જે કવિ, ગીતકાર ,નાટ્ય કલાકાર, ફિલ્મ કલાકાર અને સંચાલક - ઉદઘોષક કવિ મુશાયરામાં અગ્રેસર, અને ફિલ્મ વિવેચક આટલી પ્રતિભા કોઇ એક વ્યક્તિમાં હોવી તે ખરેખર દેવી શારદા ની અનુગ્રહિત સીધ્ધી જ હોઈ શકે,

  આ શૈલીમાં એમનો અંદાજ તો જુઓ
  સ્પર્શ મારો છે હુંફાળા શ્વાસ જેવો.
  હું, પ્રભાતી સૂર્યના અજવાસ જેવો

  આ શેરમાં એમનું વ્યક્તિત્વ દર્શાય છે , પ્રભાતી સૂર્યના અજવાસ જેવા ખમીરવંતા સૌરાષ્ટ્ર અને યુવાની અને ભાષાનું ગૌરવ.

  દૂર રહેશો, તો હરણની પ્યાસ જેવો,
  પામશો તો મૃગજડી આભાસ જેવો

  દૂર રહેશો તો હરણ ની પ્યાસ અને પામશો તો મૃગજળ નો આભાસ.... શું અદભુત પરિકલ્પના તેમના વ્યક્તિત્વની !

  કોઈનો પણ ક્યાં હતો હું સાવ અંગત?
  તે છતાં સૌ સ્નેહીમાં ખાસ જેવો*.

  સૌમાં સાકરની જેમ ભળી જાય કે , હું એવું વ્યક્તિત્વ .... કોઈનો પણ અંગત નહીં અને છતાં સૌનો સ્નેહી , એવું આ વ્યક્તિત્વ........ આ યુવાન ખરેખર એક મળવા જેવો માણસ છે

  શું કહું, છે આપણો સંબંધ કેવો?
  ગીતમાં લય, ને ગઝલમાં પ્રાસ જેવો*

  . ગીતમાં લય અને ગઝલમાં પ્રાસ એટલે કે ગીતનું ગાન અને ગઝલનું બંધારણ આ બંને જે બાંધી શકે છે. તો એ છે ભાષાનું એવું વ્યક્તિત્વ કે જેને ભાષાની... અને પદ્ય ની સમજ હોય

  *હાથ સળગે તે છતાં લખતા રહીશું,
  છે પ્રસંગ આ કાનજીના રાસ જેવો

  . એમની આ યાત્રા આજ ચાલુ રહેશે એવું એ પોતે પ્રયત્નશીલ રીતે પ્રતિબધ્ધતા રજૂ કરે છે , અને તેથી જ એ આ પ્રસંગને કાનજી ના રાસ જોડે સરખાવે છે. કાનજી નો રાસ એ શાશ્વત છે, હજુ આજે પણ કાનજી નો રાસ , યમુના કિનારે શરદપૂર્ણિમાની રાત્રે નિઃસંદેહ રચાય છે

  તો આવો આવા પ્રતિભાશાળી યુવાન ને મળીએ કે , જેઓની ૧૯મી જાન્યુઆરીએ ફિલ્મ પણ આવી રહી છે *બાપ રે બાપ  અનેક નાટકો અનેક મંચ સંચાલન અનેક ગઝલો અને કાવ્યો રચનાર આપણા સૌનું ગૌરવ એટલે જ.....


  શ્રી ભાર્ગવ ઠાકર


  26-09-1982, તારીખે જન્મેલા અને જેમનું મૂળ વતન બેટ (દ્વારકા) , શિક્ષણ એમ.કોમ. ત્યારબાદ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર સાયુજ્ય ના આવા મલ્ટિપલ પર્સનાલિટી ધરાવતા યુવા કલા પુરસ્કૃત
  વ્યવસાયે રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ શાખામાં સબ - ઓડિટર તરીકે ફરજ....

  વર્ષ 1999 થી કાવ્ય લેખન તરફ વળ્યા
  ગઝલોમાં મુખ્યત્વે કામ...
  એમ.કોમ સુધી નો અભ્યાસ..

  . શ્રી ભાર્ગવ ઠાકર ગઝલ બંને ભાષામાં લખે છે ગુજરાતી અને ઉર્દુ પ્રેરિત હિન્દી, તે ઉપરાંત ફિલ્મોમાં ગીત પણ લખે છે તાજેતરમાં તેમનું ફિલ્મ ગીતકાર તરીકે ગીત ફિલ્મ બાપ રે બાપ માં આવી રહ્યું છે

  તેમની ગઝલ ખુબ જ ઉમદા ભાવવાળી દિલને સ્પર્શનારી અને ખુબ જ ઊંડાણવાળી હોવાનું અનુભવાય છે તેઓની ગઝલ ઘણી જગ્યાએ પ્રકાશિત પણ થઈ છે

  સંખ્યાબંધ નાટકોમાં તેમને અભિનયના અજવાળા પાથર્યા છે જેની શરૂઆત,
  અમદાવાદમાં કોલેજ શિક્ષણ દરમ્યાન કવિતા સાથે નાટકોમાં અભિનયની શરૂઆત કરી...

  2001મા ગુજરાત સમાચાર અને આઇ. એન. ટી. આયોજીત એકાંકી નાટ્ય સ્પર્ધામાં પ્રથમ વખત અભિનય આપ્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા કોમર્શિયલ નાટકોમાં અભિનય કરી ચૂક્યા છે. 20 જેટલા એકાંકીઓ, શોર્ટ ફિલ્મ્સ અને એડ ફિલ્મ્સ પણ કારી...

  હાલમાં આગામી 18 જાન્યુઆરી એ ભાર્ગવ ઠાકર અભિનિત ફિલ્મ "બાપ રે બાપ" થીયેટરમાં આવશે... જેનું ટ્રેલર આ સાથે આપ જોઈ શકશો આ ફિલ્મનું એક ગીત લખીને અભિનયની સાથે ગીતકાર તરીકે પણ ડેબ્યુ થશે... માત્ર એટલું જ નહી હાલમાં *હિન્દી ફિલ્મ "રિઝવાન" મા પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.. જેનું શૂટિંગ ભારત, કોંગો અને મોઝંબીક (આફ્રિકા) મા પૂર્ણ થયું છે*... જેનું પોસ્ટર પણ આ સાથે આપ જોઈ શકશો

  ગઝલકાર તરીકે અનેક મુશાયરાઓ મા કવિ અને સંચાલક તરીકે ખૂબ લોકચાહના મેળવી છે...

  રાજકોટમાં પિતા શ્રી રામભાઈ ઠાકરની પ્રથા ચાલુ રાખી મુશાયરાઓના આયોજક તરીકે પ્રશંસનીય કાર્ય કર્યું છે... ફિલ્મ સંગીતના ગીતકારો વિશે ઊંડો અભ્યાસ અને એ ગીતકારો અદબની શાયરી અને ફિલ્મ ગીતો વિશે વન મેન શો પણ કર્યા છે...

  *આ માસનું ગીત* સિરીઝમાં શ્રી ભરત પટેલના સ્વોરાંકનમા 2 ગઝલો રેડિયોના માધ્યમથી લોકો એ માણી છે.

  *ગુજરાતી સાથે હિન્દી - ઉર્દૂ ગઝલોમાં પણ ખેડાણ કર્યું છે* .

  अपने कद को नापने का वक़्त किसके पास है
  खुद के अंदर झांकने का वक़्त किसके पास है

  हम तो वो है जो फलक से छीन कर ले आएंगे
  चांद को बस ताकने का वक़्त किसके पास है

  गर न आया वो, तो दिल को ख्वाब से बहला लिया
  रात तन्हा जागने का वक़्त किसके पास है

  ग़म को अखबारों की सुर्खियां बना देते हैं, पर
  अपनी खुशियां बाँटने का वक़्त किसके पास है ।

  झूठ सोने का हिरन है, हाथ आ ही जाएगा
  सच के पीछे भागने का वक़्त किसके पास है ।  બધું મનમાં દબાવીને હવે બેસી નથી રહેવું.
  ફરી ગરદન ઝુકાવીને હવે બેસી નથી રહેવું.

  હવેતો શંખ ફૂંકો, જંગ છે અસ્તિત્વ માટેનો.
  અહીં બાંયો ચડાવીને હવે બેસી નથી રહેવું.

  કલમ ઊંચકી શકું છું ને સુદર્શન પણ કરૂં ધારણ.
  બધાં શસ્ત્રો છુપાવીને હવે બેસી નથી રહેવું.

  ત્યજી ઉપદેશની વાતો કશું નક્કર કરી છુટીએ
  નર્યું ધૂણી ધખાવીને હવે બેસી નથી રહેવું.

  કર્યો છે પ્રેમ તો જાહેરમાં સ્વિકારીશું એને,
  તને સપનું બનાવીને હવે બેસી નથી રહેવુ.

  છે તો છે

  સુષ્કતાથી લગાવ છે તો છે.
  સ્હેજ તારો અભાવ છે તો છે.

  ત્યાં ભરોસાએ લાંગર્યું તટ પર.
  હા, વમળ વચ્ચે નાવ છે તો છે.

  હામ રાખે છે રણમાં ઉગવાની,
  સાવ સુક્કો સ્વભાવ છે તો છે.

  હું કોઈના અહમને નહીં પોષું,
  સૌએ દેવાનો દાવ છે તો છે.

  જીંદગી રંગનું છે ઇન્દ્રધનુષ.
  શ્વેત અંતિમ પડાવ છે તો છે


  આવા અદભુત અનન્ય કલા અને સાહિત્યને વરેલા બહુમુખી પ્રતિભા શ્રી ભાર્ગવ ઠાકર ને સાયુજ્ય ના ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છાઓ કે તેઓ આમને આમ આપણા ગુજરાતીઓ નું નામ તેમના કુટુંબનું નામ અને આપણા ગુજરાતનું નામ કલાક્ષેત્રે ટોચ ઉપર લઈ જાય તે જ આશા સહ*


  હરીશ શાહ વડોદરા
  02.01.2019
 • Home