કૌશલ છાયા અને કાજલ છાયા


 કૌશલ છાયા અને
 કાજલ છાયા


  કૌશલ છાયા અને કાજલ છાયા   Audio :


  1.mp3 


  કૌશલ છાયા અને કાજલ છાયા   Video:


  કૌશલ છાયા અને કાજલ છાયા   Video

  કૌશલ છાયા અને કાજલ છાયાનો પરિચય


  આદરણીય સાયુજ્ય મિત્રો,

  ક્યારેક એવું બનતું હોય છે કે સાહિત્ય અને સંગીત નો સમન્વય કોઈક કુટુંબમાં લાગણી સાથે જોડાઈને ભાવુક આત્મીયતા પણ બની જતી હોય છે , આજનો પરિચય એક એવા પરિવારના સંગીત અને સાહિત્ય ના સાધકો વિશે છે કે જેઓ નું સમગ્ર કુટુંબ, સાહિત્ય અને સંગીતના સંસ્કારમાં જ તેમની કલાને માં સરસ્વતી આગળ અર્પણ કરી રહ્યાં છે* , અને તે જ પરંપરા તેમનું સંતાન પણ આગળ આજ પરંપરાને જાળવી રહ્યા છે, આજે જેમની વાત કરવા જઈ રહ્યા છીએ તેઓ યુગ્મ રૂપે સંગીત ક્ષેત્રે, સુગમ અને શાસ્ત્રીય એકબીજાના પૂરક છે વાહક છે અને સંચાલક છે, હમ સાથ સાથ હૈ

  પ્રથમ દ્રશ્ય 1980 ની સાલ નું છે
  ત્યાર પછીનું દ્રશ્ય 1985 ની સાલ નું છે
  ત્યાર પછીનું દ્રશ્ય 1990 ની સાલ નું છે
  અને ત્યાર પછીના તમામ દ્રશ્યો સાયુજ્ય મિત્રોએ પાંચ પાંચ વર્ષના અંતરે ગણી લેવા

  પ્રથમ દ્રશ્ય 1980 , ઉંમર વર્ષ 9 , સ્કૂલનો પરિસર અને કાર્યક્રમ કાવ્ય પઠન !
  ખૂબ જ સુંદર રીતે કાવ્ય પઠન કરી આ બાળક પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરે છે આ કલાજગતની પહેલી સીડી

  બીજુ દ્રશ્ય 1985 ઉમર વર્ષ 14 સંગીતની તાલીમ શાળા અને સંગીતનો અભ્યાસ આ બાળક ખૂબ જ સુંદર રીતે સંગીતનો અભ્યાસ કરે છે અને સાથે સાથે હાર્મોનિયમ પર સંગત કરી શકે છે

  ત્રીજુ દ્રશ્ય 1990 ઉમર વર્ષ 19, ઓરકેસ્ટ્રા નુ સ્ટેજ અને પરર્ફોર્મન્સ ફિલ્મી ગીત
  આ દ્રશ્ય માં તરુણ મટીને નવયુવાન થયેલા આ નવયુવાન સંગીતની અફાટ સમજ સાથે કંઇક કરવાના મજબૂત ઇરાદા સાથે પરફોર્મન્સ આપે છે

  ચોથું દ્રશ્ય , ....વર્ષ વાચકોએ ગણી લેવું

  આગળ નું દ્રશ્ય

  પણ આ વખતે પરિસ્થિતિ થોડી જુદી છે પરર્ફોર્મન્સ તો આપે જ છે પણ હવે કોઈકના માટે પણ પરફોર્મન્સ આપે છે,

  જી હાં, આંખ મળી છે, બે આંખોની ચાર આંખ થઈ છે, અને સાથ મળ્યો છે એવી જ કોકિલ કંઠી એક યુવતીનો જે પણ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે કંઈક કરી છૂટવાની તમન્ના થી ખુબ જ ઊંડી તાલીમ લઈ રહી છે અને તે પણ સંગીતક્ષેત્રે પોતાને અજમાવવાની ભરપૂર કોશિશ કરી રહી છે, બેકગ્રાઉન્ડમાં પ્રણય ગીત વાગી રહ્યું છે અને ચિત્રપટની જેમ આ પ્રણય બેલડી મધુર ગીતો ગાઈ રહ્યા છે અને સંગીત માં આગળ વધી રહ્યા છે, ...... અગાઉ લખ્યું તે મુજબ સાલ તમારે ગણી લેવી અને હવે ખૂબ જ રસપ્રદ તબક્કો શરૂ થાય છે બંને પોતપોતાના ક્ષેત્ર ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને હવે દ્રશ્ય છે

  એકમેકના સાત જન્મનું બંધન  લગ્નગ્રંથિથી બંધાઈ છે આ સંગીત બેલડી અને એકબીજાને સુરીલો સાથ આપવાનું વચન આપે છે અને અહીંથી શરૂ થાય છે સુગમ સંગીતની સફર અને શાસ્ત્રીય સંગીતની સંગાથની સફર જી હાં, વાત કરી રહ્યો છું કચ્છની ઉચ્ચતમ સફળ સંગીત બેલડી

  કૌશલ છાયા અને કાજલ છાયા  જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ અદકેરું સ્થાન ધરાવે છે આવો જાણીએ બંનેની સંગીતની સફર ૧૩ મી ફેબ્રુઆરી ૧૯૭૩ જન્મેલા

  કૌશલ છાયા

  પિતા પ્રોફેસર ઈન્દ્રવદન ભાઈ અને માતા જોગેશ્વરી બેન ( કવયિત્રી )

  કચ્છ આદિપુરમાં કૌશલ છાયા સંગીત માટે ખૂબ જ જાણીતું નામ છે તેમણે સ્વરબધ્ધ કરેલી રચનાઓ ના ચાર આલ્બમ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે જેમાં ગુજરાતી સુગમ સંગીત

  કણકણમાં ગુંજે તારું નામ
  તો સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખાસ ધ્યાનમાં રાખીને પ્રગટ થયેલું કીર્તન સરિતા
  તો બાળકો માટે નાચો ગાઓ અને પઢો
  ખો બધું નાચતાં-ગાતાં નો સમાવેશ થાય છે

  બાળગીતો અને ભક્તિ ગીત, ભક્તિ સંગીતની કેસેટ ગુજરાતી અને હિન્દી માં પ્રગટ થઈ છે

  તેમણે એક પુસ્તક પણ સંપાદિત કર્યું છે સ્વરવિણા જે સંગીતના વિદ્યાર્થીને આરંભકાળમાં ઘણું ઉપયોગી થઈ શકે તેવું છે સંગીત રસિયાઓ ,જે તેમણે આ પુસ્તકમાં જ્ઞાન પિરસ્યું છે ઓછામાં ઓછું તેટલું ગ્રહણ થાય તો પણ ઘણું છે <
  /br> કૌશલભાઇને બાળપણથી જ માતા અને બહેન ની આંગળી પકડીને શ્રી દુષ્યંત આહુજાજી પાસે સંગીતનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે બાદમાં પ્રજ્ઞાચક્ષુ જાદવજી પટેલે સંગીતનું જ્ઞાન સંપાદન કર્યું કચ્છમાં યોજાતા સંગીતના જલસામાં છેલ્લે સુધી હાજરી આપવાની ટેવ પડી ગઈ જેનાથી સ્ટેજ પરથી રજૂ થતા સંગીતની જાણકારી મળી પિતા પ્રોફેસર ઈન્દ્રવદનભાઈ, માતા અને દાદા-દાદીનું માર્ગદર્શન અને પ્રોત્સાહન

  પુરુષોત્તમ ઉપાધ્યાય રમેશ પારેખ જેવા દિગ્ગજો સાથે ગુજરાતી સુગમ સંગીતની શિબિરોનું આયોજન પણ કર્યું છે

  કૌશલભાઇ સૌમ્ય શીલ અને નમ્રતાનો માણસ છે* એટલે ક્યારેક થતા અમુક અનુભવો એમને સુખદ આંચકા આપે છે
  ભક્તિસંગીત, બાળગીતો ઉપરાંત સુગમ સંગીતમાં કંઈક નવું કરવાની ઉત્કટ ઇચ્છા તેમને આગળ વધારી રહી છે

  દ્રશ્ય બદલાય છે


  કૌશલ છાયા સીન્ક્રો એકેડેમીના સ્થાપક સંચાલક છે જ્યાં 300 વિદ્યાર્થીઓ છે, તેઓ સંગીત પર સંશોધન કરી રહ્યા છે તે વિશે તેઓ કહે છે કે માણસમાં સંગીત સાંભળવાની આવડત હોવી જોઇએ, સંગીત કઈ રીતે સાંભળવું તે પણ એક કળા છે સંગીત ભાવ જગાડે છે, ભયને દૂર કરે છે

  સંગીતથી જ સ્વભાવ પણ સુધારી શકાય સંગીત આત્મવિશ્વાસ જગાડી શકે છે માટે જ્ઞાન પણ એટલું જ જરૂરી છે
  સંગીત હકારાત્મક વલણ બની શકે છે તેઓનું માનવું છે કે સ્વર એ જ મોક્ષ

  પંડિત ભીમસેન જોશી, મન્નાડે , અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો સહજતાથી મળી ચુક્યા હોતાં પોતે

  તેઓ આદિપુર ખાતે સ્થપાયેલી સીન્ક્રો એકેડેમીના સ્થાપક લાયન્સ ક્લબના ચાર્ટર સેક્રેટરી પણ છે

  સૌની આસપાસ ને એ સ્વરો ની આસપાસ એક આકાશ એની પાસ આવી અને સતત ઉજાગર રહે છે એમણે ગાયકીની દુનિયા ના જાણકાર નામો વર્ષા ઉસગાંવકર, સુરેશ ભોંસલે વિગેરે સાથે પણ કામ કર્યું છે અને કંઠની સુંદરતા, હૃદયના સમૂહ સાથે ઉજળી કરી રહ્યા છે

  સંપૂર્ણ ઓર્કેસ્ટ્રા સાથે કચ્છ અમદાવાદ રાજકોટ કલાકારોને લઈને દક્ષિણ ભારતનો બે વાર પ્રવાસ કર્યો છે જ્યારે હોંગકોંગ અને સિંગાપૂરમાં પણ સારેગમપધનીસા ની લય લહેરાવી આવ્યા છે
  સ્વર ના બાદશાહ રાસબિહારીજી, પુરુષોત્તમભાઈ જેવા સાથે ઘર જેવા સંબંધો બદલ તેઓ પોતાને નસીબદાર માને છે

  દ્રશ્ય બદલાય છે


  સુગમ સંગીતની દુનિયાના દિગ્ગજો સાથે તેમણે મુંબઈમાં સ્વરકાર સંમેલનમાં પણ ભાગ લીધો છે
  તેમના અર્ધાંગિની કાજલ છાયા, કચ્છમાં એક માત્ર સંગીત વિશારદ બાદ શિક્ષા વિશારદ અને સંગીત અલંકાર ની પદવી સંગીતમાં એમ.એ.બી.એડ ધરાવવા સાથે તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં રાજ્યભરમાં પ્રથમ સ્થાન મેળવી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે

  તેવા મૂળ ભુજ ના કાજલ છાયા નો સુર ખૂબ જ સુંદર છે

  કાજલ છાયા, તેમને સંગીત મળ્યું છે આકાશવાણી અને દૂરદર્શન ના સુગમ સંગીત કલાકાર કાજલ છાયાના દાદા ચંદુલાલ અંજારિયા અને ઉમદા તબલાવાદક હતા , *સંગીતકાર કલ્યાણજી-આણંદજી કચ્છ આવે ત્યારે તબલા સાથે તેઓની જોડે સંગત કરતા , પિતાજી જતીનભાઈ પણ શાસ્ત્રીય સંગીતનો શોખ ધરાવતા હતા* , કાજલ છાયાની સંગીત સાધના અવાજ અને ગાયકીનો ઘડતર એમણે કર્યું
  એ સમયે સુગમ સંગીત ચાલતું હોવાથી આકાશવાણી અને દૂરદર્શનમાં પણ માન્યતા પ્રાપ્ત કરી તેઓએ અનેક કાર્યક્રમ આપ્યા, *આજે પણ તેઓ દરરોજ ત્રણથી ચાર કલાક કરે છે* અને કાજલ છાયાની માતૃભાષા ન હોવા છતાં

  દ્રશ્ય બદલાય છે


  કાજલ છાયા સિંધી ગીતો પણ ખૂબ જ સુંદર ગાય છે અને એટલી સફળતા મળી કે હોંગકોંગમાં એક એમના સિંધી ગીતો અને શાસ્ત્રીય ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો

  તે ઉપરાંત ગુજરાતમાં પણ સ્થાન મળ્યું હતું કાજલ છાયા નો અવાજ પણ કાબિલે તારીફ છે

  કાજલ છાયાની અત્યાર સુધી આઠ સીડી પ્રસિધ્ધ થઈ ચૂકી છે અને વ્યસનમુક્તિના કાર્યક્રમોમાં અને અનેક ગુજરાતી સંગીતમાંઅને તેમનો સ્વર આપ્યો છે

  અને તેમની કેટલી તો સરકાર દ્વારા પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે તેમણે આ પુસ્તક સંપાદન પણ કર્યું છે તેઓ માન્યતા પ્રાપ્ત સંગીત પરીક્ષક અને આદિપુર અખિલ ભારતીય ગાંધર્વ મહા વિદ્યાલય મંડલ કેન્દ્રના સંચાલક પણ છે ભુજના સંગીત ગુરુ ચતુરસિંહ ,વડોદરાના મુકુંદભાઈ, અમદાવાદના કૃષ્ણ કાન્ત પરીખ , રાજકોટનાં પીયુબહેન જેવા સંગીતજ્ઞ પાસેથી તેમને શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવેલી છે

  વલસાડમાં આયોજિત પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં વિભાગ ૯૦ જેટલા સ્પર્ધકોને તેમણે પાછળ રાખી પ્રથમ ક્રમ મેળવ્યો હતો તે સંદર્ભે વર્ષ 2003માં ગુજરાત સરકારનો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથે તેમણે પુરસ્કાર મેળવ્યો હતો

  વાંચે ગુજરાત અભિયાન ના આરંભે તેમનાં ગીતોનું ગાંધીનગરથી જીવંત પ્રસારણ કરાયું હતું  ગજવાની કોલેજના લોકાર્પણ પ્રસંગે આદિપુર આવેલા લાલ કૃષ્ણ અડવાણીએ તેમના અવાજથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમને ડિનર ડિનર આપી ખાસ બહુમાન કર્યું હતું

  ઝી ટીવીના સારેગામા આલ્ફા ગુજરાતી રાજકોટ સેડ્યુલ તથા અમદાવાદના દૂરદર્શનના સુરિલર સરગમમાં પણ તેઓ પ્રથમ ક્રમ મેળવી ચૂક્યા છે
  દિગ્ગજ પરવીન સુલતાના અને અશ્વિની ભીડે સાથે પણ તેમને ખુબ જ અંગત રીતે સંબંધ છે
  આદિપુર ખાતે આયોજિત મોરારીબાપુની કથામાં પણ સંગીત આપી ચૂક્યા છે
  સ્થાનિકથી માંડીને રાજ્ય સ્તર સુધીના અનેક કાર્યક્રમોમાં નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી છે
  લાયન્સ તથા રોટરી ક્લબ ઉપરાંત કચ્છ અને ગુજરાતની અનેક સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું છે

  ગુજરાતી શિવ મહિમ્ન હનુમાન ચાલીસા ,હાટકેશ્વર નામે તેમની ભજનોની સીડી કરાઈ છે તેમણે ૩૦ ઉપરાંત સિંધી ગીતો પણ ગાયા છે

  રાગ અને રોગના વિજ્ઞાન પર સંશોધન માટે સંશોધનાત્મક નિબંધ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના સંશોધનોની નોંધ લેવાય છે જેમાં તેમની સાથે ડો મહેશ ઠક્કર હતા તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય ગાયન રજુ કરી, મુખ્યમંત્રીના હાથે તેમનું સન્માન થયું છે

  આવી મધુર સંગીત બેલડીના પુત્ર દક્ષ પણ તેના માતા-પિતાના પથ પર ચાલવાની શરૂઆત કરી દીધી છે

  દક્ષ માત્ર નવ વર્ષની ઉંમરે સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યો હતો 1999 મા જન્મેલો દક્ષ ,અત્યંત પ્રભાવશાળી આર્ટિસ્ટ છે

  હોંગકોંગમાં પણ તેણે ઓક્ટોપેડ વગાડીને તેની પ્રતિભાનો પરિચય આપી દીધો હતો
  અને તેમનું ગાયેલું એક ગીત *મન મોહિની* સોસિયલ મેડિયા પર સરસ પ્રતિસાદ મેળવી રહેલ છે

  વોઇસ ઓફ ગાંધીધામ નો ખિતાબ પણ એમને જીત્યો છે

  ગાંધીધામના શિક્ષક મૌલિક ધોળકિયાએ બહાર પાડેલી ઇંગ્લિશ કાવ્યની સીડીમાં પણ દક્ષ નો અવાજ છે
  હાલ દક્ષ, પંડિત જસરાજજી ના શિષ્ય વિકાસ પરીખજીની પાસે તાલીમ લઇ રહ્યા છે

  સંગીત સાધક , છાયા પરિવાર ને સાયુજ્ય પરિવારના અનેક અનેક અભિનંદન, શુભેચ્છા અને શુભકામનાઓ

  સંગીતની દુનિયામાં આ પરિવાર આકાશની ઉંચાઇને અડકે અને સંગીતના ફલક પર છવાઈ ને આપણા ગુજરાતીઓ નું નામ રોશન કરે તે જ શુભેચ્છા,

  કૌશલ છાયા અને કાજલ છાયા : kaushalchhaya13@gmail.com
  Mobile : 7203013155  હરીશ શાહ
  વડોદરા
 • Home