દિલીપ જોશી  

દિલીપ જોશી


  દિલીપ જોશી Audio :


  1. mp3 2.mp3 3.mp3

  દિલીપ જોશી નો પરિચય
  આદરણીય સાયુજ્ય મિત્રો

  27.12.2018
  આદરણીય સાયુજ્ય મિત્રો
  આજે જેમનો પરિચય આપવા જઈ રહ્યો છું તે એવા એક વિશેષ માનવી છે,કે તેમના સૌજન્યને સૌથી પહેલા નત મસ્તક વંદન, એમના સંપર્કમાં મને ઘણું શીખવાનું મળ્યું તેઓ સાહિત્યપ્રેમીને અને સ્વજનને એક સમાન ગણે છે, એક એવા સંવેદનશીલ માનવી, કવિ, સાહિત્યકારની વાત કરવાના છે કે જેઓ હ્દયથી ખુબ જ નમ્ર અને ઉચ્ચ કક્ષાના માનવી અને ,આ એવી વ્યક્તિ છે કે જેમને ઓળખવું અથવા તેમના સંપર્કમાં આવવું એ સદભાગ્યની વાત છે.

  નમ્રતા અને વિવેક એમની આંખોમાંથી , વાતમાંથી અને શબ્દોમાંથી ભારોભાર છલકે છે . આટલા જ્ઞાની હોવા છતાં સૌની આંગળી પ્રેમથી પકડે છે, તેમને માર્ગદર્શન આપે છે, ક્યાંય એવો ભાવ નથી કે તેઓ જ્ઞાની છે. સરળ, સાદા, નિરાભિમાની અને અત્યંત સંવેદનશીલ એવા, વિચારોથી સદાબહાર આ કવિ, સર્જક, ગઝલકાર, સાહિત્યકાર અને ઉચ્ચ કોટિના ગીતકાર છે.

  કે જેઓએ પ્રથમ ગીત ફક્ત ચૌદ વર્ષની ઉંમરે માત્ર 5 મિનિટમાં લખ્યું હતું અને તે પણ હિન્દી ફિલ્મ માટે,
  હા અને ત્યારબાદ બીજા ચાર ગીતો પણ લખ્યા હતા જોકે આટલી નાની ઉંમરમાં છંદની કશી ગતાગમ ન હોય તે સ્વાભાવિક છે પરંતુ જન્મજાત તેમના વિચારોમાં હતો ગીતોનો લય
  જે માનવી ૧૪ વર્ષે ઉંમરે એ સાહિત્ય સમજી શકે છે તેને આપણે સૌ સમજી શકીએ છીએ કે કોણ હશે ? જી હા હું વાત કરું છું માનનીય સાહિત્યકાર ગીતકાર, ગઝલકાર, કવિ.....

  *શ્રી દિલીપ જોશી*

  16 2 1955, ઉપલેટા, રાજકોટ જિલ્લામાં જન્મેલા ,વાણિજ્ય અને કાયદાના સ્નાતક , બેન્કમાંથી નિવૃત્ત થયેલા શ્રી દિલીપભાઈ ખૂબ જ શાંત અને સૌમ્ય પ્રકૃતિના મળવા જેવા અને માણવા જેવા માણસ છે ,
  કોલેજમાં તેઓ હોકી, ક્રિકેટ, ફૂટબોલ અને ચેસના ખૂબ જ નોંધપાત્ર ખેલાડી હતા, તેમના એક ભાઈ ડોક્ટર છે અને અન્ય ભાઈ બહેનો પણ અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી ધરાવે છે.
  મિત્રો મહેન્દ્ર જોશી સુરેશ પંડિત લલિત ત્રિવેદી અને સંજુ વાળાની મિત્રતા, શબ્દોને જતન કરી સન્માનજનક સ્થાને લઈ જવામાં આ સંપર્ક ખૂબ કામમાં આવેલો. *અહેવાલ* નામે સાપ્તાહિક માં ઘણા વર્ષો સુધી પત્રકારત્વ કર્યું હતું . અને નવલકથાઓ નવલિકાઓ કાવ્યસંગ્રહો ના આકાશવાણી અને અખબારો માટે અનેક અવલોકનો લખ્યા છે. ઘણાં પુસ્તકોની પ્રસ્તાવના લખી છે

  બેંકની નોકરી દરમિયાન , બેંક હાઉસનું જર્નલ *સમન્વય* 25 વર્ષ સુધી સંપાદન કરેલું જેમાં ઘણું બધું લખેલું છે આકાશવાણી દૂરદર્શન અને અસંખ્ય જગ્યાઓએ કાવ્યપઠન કર્યા છે . પણ પણ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયત હોવાથી બહાર જવાનું ઓછું થયું છે, પણ માંદગી પછી પણ આજે તેઓ લખી શકે છે. અને હજુ પણ સ્વતંત્ર રીતે ગીત સંગ્રહ તથા ગઝલ સંગ્રહ પ્રગટ કરવાની નેમ છે.

  વાણિજ્ય ના સ્નાતક, વ્યવસાયે બેન્ક ઓફિસર અને સાહિત્ય ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન કરનાર, શ્રી દિલીપભાઈ ખુબ જ ઉમદા, નિખાલસ અને સાલસ માનવી છે.
  કવિશ્રી ઇન્દુલાલ ગાંધીએ તેમના ગીત વાંચી તેમને રૂબરૂ બોલાવી આશીર્વાદ આપી, કહેલું કે ભવિષ્યમાં તું સરસ ગીતકવિ બનીશ.
  * આલ્લે લે સપનાને ફૂટી પાંખો*
  પ્રથમ ગીત 1974 માં કુમારમાં પ્રસિધ્ધ થયું
  અને ત્યારબાદ *કવિલોક, ફૂંક, રચના, કવિતા ,તદર્થ ,મુદ્રાંકન*, વિગેરે સામાયિકોમાં પ્રગટ થયા.
  વાણિજ્યના વિદ્યાર્થી હોવા છતાં સાહિત્ય માં આટલી બધી રુચિ એટલે જ અર્ધજાગૃત મન પર પડેલી સાહિત્ય ની છાપ !

  આ જ કારણે તેમના કાવ્યોમાં અને ગીતોમાં સજીવતા પ્રગટતા રહેતા પણ એ વખતે છંદની સમજ ન હતી, પરંતુ *દલપતપિંગળ* માંથી આનો ઉકેલ તેમને મળ્યો, તે એવું શાસ્ત્ર છે કે પંક્તિના દરેક શબ્દ પછી કેટલી માત્રા કેવી રીતે મુકવાની અને જો લય ની જાણકારી ન હોય તો તેની જાણકારી મળી રહે છે.તે એવું શાસ્ત્ર છે સ્વયં આપમેળે જ તેઓ આ શીખ્યા હતા

  બહુ જ ઓછા લોકો, શુધ્ધ છંદમાં વાતચીત કરી શકે છે પણ આજે આ અભ્યાસ છૂટી ગયો છે. તેમાંના એક શ્રી દિલીપ જોશી છે , તેઓ હમેશા કહે છે ,

  " *સ્થૂળ ઈશ્વરને મેં હંમેશા નકાર્યો છે અને છતાં તેની સામે માથું નમાવવામાં આનંદ આવ્યો છે , સર્વોપરીનો વ્યાપ અને વાસ અણું આણુંમાં છે તેવી આત્મપ્રતીતિ સાથે મસ્તક નમાવ્યું છે*
  *ઈશ્વરને મેં પર્વત ,ઝરણે, વન, ઉપવન ,પ્રત્યક્ષ નિહાળ્યો છે અને સચ્ચિદાનંદ મેળવ્યો છે ,
  મહેંકને ફૂલોથી છૂટી પડતી અનુભવી છે, અગ્નિને ધુમાડાથી રહિત જોયો છે, કીડીના અટ્ટહાસ્ય ને સાંભળ્યું છે* ,
  *આકાશમાં પંખીઓના હાર બંધ આકાર માં કુદરતના હસ્તાક્ષર જોયા છે* ,
  *સૌને અનિવાર્યતા છે*....
  *સહુની આવશ્યકતા છે*.....
  *જીવનમાં ડગલેને પગલે વિશ્વાસ રાખી આગળ વધુ છું ,એટલે જ પવનની પાંખો પર ઊડી શક્યો છું , આનંદની અવધી પૂરી થતા કોઈ નવા ગીત ની આંગળી પકડી આનંદને ગતિશીલ રાખવાનો પ્રયાસ કરતા જીવન જીવતો રહ્યો છું* ,
  *આ પ્રાપ્તિનો માર્ગ અલગ છે જે મને મળી ગયો છે જેની ઉપર ચાલવાનું મળ્યું છે તેને ઈશ્વરની મહેરબાની માનું છું* "
  અને આવા જ અનોખા શ્રી દિલીપભાઈને કેટલાય સન્માનો મળ્યાં છે

  *આકાશવાણી નો પ્રથમ પુરસ્કાર 2002* 2003
  *સંગીત રૂપક શ્રેણીમાં આકાશવાણી રાષ્ટ્રીય પુરસ્કાર 2000*
  *આકાશવાણી રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે*

  તેમણે લખેલા પુસ્તકોમાં

  આ અથવા ઈ
  આનંદ મહેતા ના કાવ્યો નું સંપાદન
  ફૂંક, ગઝલ આસ્વાદ સહસંપાદન
  વીથિ, ગીત સંગ્રહ 1990
  અતિક્રમી તે ગઝલ , સહસંપાદન
  કિંશુકલય, સહસંપાદન
  પંક્તિ પર્વ ગીત ગઝલ સંગ્રહ
  સંગીત રૂપક મને એક હાથ આપો
  આકાશવાણી પુરસ્ક્રૂત ઉડતા ફુલ ,
  હાઈકું આસ્વાદ
  સંગીત રૂપક જલ થલ જળ સંચરે
  આકાશવાણી પુરસ્ક્રૂત

  ગુજરાતી ફિલ્મ *તરસી મમતા* ના ગીતકાર

  આવા સાહિત્ય ક્ષેત્રે , ગીત ક્ષેત્રે શ્રી દિલીપ જોશીને કલાજગતના, સાયુજ્ય પરિવારના અનેક વંદન અને તેમની તંદુરસ્તી માટે પ્રભુને પ્રાર્થના અને અભ્યર્થના.

  હરીશ શાહ
  વડોદરા
  27.12.2018
 • Home