ભાવિન ગોપાણી


ભાવિન ગોપાણી


  ભાવિન ગોપાણી   Audio :


  1.mp3  2.mp3  3.mp3  4.mp3  5.mp3 


  ભાવિન ગોપાણી   Video:


  ભાવિન ગોપાણી  Video  ભાવિન ગોપાણીનો પરિચય


  23.01.2019
  આદરણીય સાયુજ્ય મિત્રો,

  1986માં ફિલ્મ આવી હતી

  ડાયરેક્ટર :Desmond Davis
  રાઇટર :Charlotte Bingham
  સ્ટાર કાસ્ટ: Marilu Henner and Daniel Massey

  Film :
  *Love with a Perfect Stranger*

  આ ફિલ્મની પટકથા એવી હતી કે,એક બહુ જ સુંદર અમેરિકન બિઝનેસ વુમન એક દિવસ ઈટાલીમાં એક માથા ફરેલ આયરિશ માણસને ટ્રેનમાં મળે છે , જ્યાં આ આઇરિશ માણસ આ બિઝનેસ વુમન થી આકર્ષિત થાય છે અને તેને પામવા માટે શું શું કરે છે અને અંતે તેને પામીને જ રહે છે ,

  બસ આવું જ કાંઈક આજના પરિચયમાં આપ જોશો..... આ પ્રતિભાને સાહિત્યમાં કશુંક પામવાની ઝંખના જાગી ...... જો કે કોઈ પણ પ્રકારનો ભૂતકાળનો આધાર ન હોવા છતાં તેઓએ પોતાની ઈચ્છા ના બળેજ સાહિત્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

  જેમના કુટુંબનો ભૂતકાળ સાહિત્યથી કોઈપણ જગ્યાએ જોડાયેલો ન હતો. સિવાય એમના પિતાને ફિલ્મો અને મ્યુઝીક નો શોખ હતો. અજાણી સાહિત્ય ની ધરતી પર આ કવિને મજા આવી પછી, ઉમંગ આવ્યો અને

  પછી કંઈક કરવાની ઈચ્છા સળવળી
  તે શબ્દો દ્વારા તેમના હૈયામાં મળી
  શબ્દો બનીને તેમના મનમાં ઝળહળી
  ભાવકોની સામટી જાણે ઈચ્છા ફળ

  આ કવિની એક મર્યાદા એ છે કે રાજીપો કે ખુશી તો શેર કરે છે પણ તેમની ગ્લાનિ, કે દુઃખ કોઈની સાથે શેર નથી કરતા અને કદાચ તેથી જ તેમના મનમાં ધરબાયેલા વિવિધ સંવેદન શબ્દો થી ગઝલ બનીને બહાર આવે છે અથવા પદ્ય બનીને બહાર આવે છે, માત્ર ગુજરાતી નહીં ઉર્દૂમાં પણ જેમની સંવેદનાઓ ગઝલ બનીને નીકળે છે તે અભૂતપૂર્વ દાદ માગી લે છે,

  તેઓ માને છે કે સુખ હોય કે દુ:ખ શેર કરવાથી વધતું રહે છે,
  થોડાક અંતર્મુખી ઓછું બોલવા વાળા ઓછા વાચાળ અને પોતાની જાત સાથે સમય ગાળવો પસંદ છે સાથે ઓછું બોલવાની પણ આદત છે અને જાત સાથે એકાંત પણ ગાળવું પણ ગમે છે
  અને તેઓ માને છે કે કવિતા એમને અને એમના જીવનને કાયમ સંતુલિત રાખે છે અને જરૂર નું બળ પૂરું પાડે છે

  શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું ?
  ખૂણો ખાલીજ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

  આવા મનના અભેદ્ય કવિ અમદાવાદના બિઝનેસમેન બાંધણી સાડી વ્યવસાયમાં અને સાહિત્ય ક્ષેત્રે છેલ્લા દસ વર્ષથી પોતાનું યોગદાન અને કર્મ કરનારા

  શ્રી ભાવિન ગોપાણી  પિતા- બિપિનકુમાર ચુનીલાલ
  માતા- જ્યોત્સનાબેન બિપિનકુમાર
  પત્નિ- કૈલાસ
  પુત્રી- નિશિ
  જન્મ તારીખ 19/04/76 (19x4=76)
  જન્મસ્થળ - સુરેન્દ્રનગર
  મૂળ વતન- રાણપુર ( ધંધુકા પાસે)
  હાલનું વતન- જન્મથી જ અમદાવાદ
  અભ્યાસ- બેચલર ઇન કોમર્સ
  શાળા-સરદાર પટેલ હાઈસ્કૂલ, અમદાવાદ
  કોલેજ- સહજાનંદ કોલેજ, અમદાવાદ

  જન્મતારીખમાં રહેલા ગુણાકારની જેમ ઈશ્વરે જીવનમાં બધુ ગુણી ગુણીને જ આપ્યું છે... મિત્રો, સંબંધી અને જીવનના દરેક ક્ષેત્રમાં તેમણે અઢળક મેળવ્યું છે અને સાથે સાથે અઢળક સંતોષ મેળવ્યો છે.

  પ્રથમ નોકરી - હોટેલ તીર્થ (કાંકરિયા) 1995 to 2000
  ત્યાર બાદ- ગુજરાત મર્કેન્ટાઈલ કો. ઓપ. બેંકમાં 2000માં કેશિયર તરીકે શરુ કરી 2003માં રાજીનામું આપ્યું ત્યારે મેનેજરનો હોદ્દો હતો

  2003માં ધંધો શરૂ કર્યો મહાવીર બાંધણી શોપનામે બાંધણીની દુકાન શરૂ કરી અને 2011માં મહાવીર ગામઠીનામથી બીજી દુકાન ચાલુ કરી....બંને દુકાન મણીનગર અમદાવાદ વિસ્તારમાં જ છે.

  તેઓને ફિલ્મોનો ખૂબ જ શોખ છે અને ગઝલ સાંભળવાનો અત્યંત વધુ શોખ છે અને ટ્રેકિંગ અને નવી નવી જગ્યાએ ફરવાનું ખૂબ જ પસંદ છે તેઓ નાના હતા ત્યારે ઈન્ટર સ્કુલ ચેસ કોમ્પિટિશનમાં તેઓ ચેમ્પિયન થયા હતા કવિતા શાળાના સમયકાળથી જ ખૂબ આકર્ષતી હતી કોલેજકાળમાં જોડકણાં લખતા.

  ગુજરાતી અને ઉર્દુ ગઝલોની કેસેટો સાંભળવાનો શોખ હતો.

  ગઝલના છંદો અને બંધારણને 2011માં જાણી શકાયું
  ત્યારબાદ લખવાની દિશા બદલાઈ.
  જાહેરમાં કવિતા પઠન ( મુશાયરો) સૌપ્રથમ 2013માં થયો

  પ્રથમ ગઝલસંગ્રહ

  ઉંબરો

  2016ની શરૂઆતમાં
  નવભારત પબ્લિકેશન... (108 ગઝલ)
  જેમાં પ્રસ્તાવના પરિચય કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અને કવિ સંજુ વાળાનો હતો,

  બીજો ગઝલ સંગ્રહ

  ઓરડો

  2016ના અંતમાં
  રીડજેટ પબ્લિકેશન ( 108 ગઝલ)
  જેની પ્રસ્તાવના કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની કલમે લખાયેલી હતી

  પુરસ્કાર  2016- ધબકાર( મુંબઈ) ગઝલસ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા
  વર્ષ 2015- 2016 માટે ઈન્ડિયન નેશનલ થિયેટર( INT) મુંબઈ, નો શયદા પુરસ્કાર
  વર્ષ 2018 યુવા સાહિત્ય પ્રતિભા - 14 જાન્યુઆરી 2019 સાવરકુંડલા ખાતે અપાયું

  સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચન સાથે પણ સાત મિનિટ માટે તેમના જન્મદિવસ ઉપર કાવ્યગોષ્ઠી થઈ હતી જે તેમના જીવનની યાદગાર ક્ષણ તેઓ ગણે છે

  તેમને ગુજરાતી સાથે સાથે ઉર્દુ ગઝલો પણ લખી શક્યાનો આનંદ છે

  તેમનું એક વિશિષ્ટ નિત્યકર્મ છે કે દરરોજ સવારે કોઈ એક કવિના શેર કે મુક્તક લઈ તેને અનુરૂપ ઈમેજ/ફોટો શોધી એક ચિત્ર કવિતાને વેટ્સએપ અને ફેસબુક પર સરક્યુલેટ કરવા.... અત્યાર સુધી એકહજારથી વધારે આ રીતે ચિત્રકવિતા બનાવી સરક્યુલેટ કરી ચૂક્યા છે આ કાર્યમાં વિવિધ કવિઓની કવિતામાંથી પસાર થવાનું થાય છે અને તેમને ઘણું શીખવા મળે છે.

  કેટલાક શેર  શસ્ત્રો મળે એ આશયે ખોદ્યું મેં કુરુક્ષેત્ર,
  સદભાગ્ય મારું કે મને ત્યાં વાંસળી મળી
  - ભાવિન ગોપાણી

  સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભઈ
  આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણાં હોય છે
  - ભાવિન ગોપાણી

  કાઢવા એને પછી પ્હોંચી જવાયું કોર્ટમાં,
  એક વીંટી આંગળીમાં કઈ હદે નડતી હશે?
  - ભાવિન ગોપાણી

  જીવન આપજે તું ઉદાસી વગરનું;
  હવે ઘર છે મારું અગાસી વગરનું.
  - ભાવિન ગોપાણી

  હાથમાં પાટા અને બંને પગે સળિયા હતા
  એ જ માણસના શરીરે કંઈક માદળિયા હતાં
  - ભાવિન ગોપાણી

  હતું દફતર ખભા પર ત્યાં સુધી બીજું હતું નામ
  ઉઠાવ્યા કપ રકાબી એ પછી છોટું થયું છે.
  - ભાવિન ગોપાણી

  "અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને;
  પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને."
  - ભાવિન ગોપાણી

  "રસ્તા તરફ ખૂલવાનો હક ના હોય બારીને;
  એવાં મકાનોમાં જવું સમજી વિચારીને."
  - ભાવિન ગોપાણી

  "કયા હકથી પ્રભુને કહું તને ગમતું ન કર તું,
  પ્રભુને હું મને ગમતી અગરબત્તી કરું છું."
  - ભાવિન ગોપાણી

  એટલે મેં ભેટ આપ્યો મારાે અંગત આઈનો એક
  આઈના સાથે જ એ મનની બધી વાતો કરે છે
  - ભાવિન ગોપાણી

  રસ્તે પડેલો એક સિક્કો જ્યાં લીધો નીચે નમી,
  ખીસ્સામાં જે સિક્કા હતાં તે સામટા સરકી ગયાં."
  - ભાવિન ગોપાણી

  "ગયો સારું જ કરવા ને ફરી

  છેવટે આપણને આજ્ઞાંકિત બનાવ્યા ઘડપણે
  કંઈ જ પણ કરતા નથી સંતાનને પૂછ્યા વગર
  - ભાવિન ગોપાણી

  ઓફિસ જતા દરરોજ નાખે માછલીને લોટ
  ટિફિનમાં જેણે માછલી સાઈડમાં મુકી છે
  - ભાવિન ગોપાણી
  br> જીવતેજીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ
  અંતે બિચારા ચાર જણ મારા લીધે થાકે નહી
  ભાવિન ગોપાણી

  काम कहाँ मैं जैसा तैसा करता हूँ
  बरसो से मैं ख़ुद को झेला करता हूँ

  बैठे बैठे उसको सोचा करता हूँ
  ऐसे भी मैं उसका पीछा करता हूँ

  घर के कोने में रक्खा एक पौधा हूँ
  में खिड़कि से बारिश देखा करता हूँ

  काँच चुभा किस्मत के नाज़ुक पैरों में
  मैं पी पी के बोतल फेंका करता हूँ

  तुम मुझ में से हट जाओ तो अच्छा है
  वर्ना मैं ही मेरा रस्ता करता हूँ

  वो तो बस दीवार बनाता रहेता हैं
  घर करने मैं ईंटें भेजा करता हूँ

  पुरखों कि मेहनत ने ज़िन्दा रक्खा है
  एक एक करके मिलकत बेचा करता हूँ

  - भाविन गोपाणी

  તું સાદ દે ને કોઈથી પહોંચી શકાય નહીં
  એવી જગાએ તારે ઈમારત ચણાય નહીં

  યાદોના પ્રેત નીકળે એવું કરાય નહી
  ગમતી છબી રખાય ખરી, ખોતરાય નહી

  એકાંતમાં જે સાથ તને આપતો રહ્યો
  સાથી ગણાય માત્ર અરીસો ગણાય નહી

  પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે
  આંખોની સામે હોય અને ઓળખાય નહીં

  આ કારણેય મોક્ષમાં બહુ રસ પડ્યો મને
  પહોંચો જો એક વાર તો પાછું ફરાય નહીં

  થોડા ઘણાં ખરાબ વિતે તો ય શું કરો
  આ જિંદગીના વર્ષ છે કૂદી જવાય નહી

  ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું
  પથ્થર ઝઘડતા હોય તો વચ્ચે પડાય નહીં

  - ભાવિન ગોપાણી

  मुझे देखती रहती है बात करती नहीं
  ये कैसी है बारिश ज़मीं में उतरती नहीं

  मेरे शहर में सिर्फ़ इंसान ही मरते है
  तेरे शहर की तरह चिंखे तो मरती नहीं

  मुझे आज तन्हा वहाँ से गुज़रना पड़ा
  जहाँ से सड़क भी अकेली गुज़रती नहीं

  तेरी मेहरबानी अधूरी है तेरी तरह
  मेरा पेट भरती है पर जेब भरती नहीं

  मुसलसल बिखरता गया वक़्त के साथ में
  तअज्जुब मेरी चंद ख़्वाहिश बिखरती नहीं

  मेरी ज़िंदगी भी मेरे यार जैसी ही है
  मुकर जाती है ‘हाँ’ से ‘ना’ से मुकरती नहीं

  - भाविन गोपाणी

  સ્હેજ મોટેથી જો બોલાય મને માફ કરો
  કોઈ પંખી જો ઉડી જાય મને માફ કરો

  મેં અમસ્તા જ કહ્યું’તુ કે અહીં ઈશ્વર છે
  રોજ જો કંઈક વધેરાય, મને માફ કરો

  હું તમારાથી જરા દૂર તો ચાલુ છું છતાં
  ક્યાંક પડછાયો જો અથડાય મને માફ કરો

  મેં છુપાવી છે તરસ હોઠને ભીનાં રાખી
  જો તરસ આંખથી છલકાય મને માફ કરો

  વાંકમાં હું જ છું એવું જો તમે ધાર્યું છે
  શું વધારે તો હવે થાય ? મને માફ કરો

  વર્તણૂક આપની વર્ણવતો લો આ શેર કહ્યો
  આપને શેર ના સમજાય મને માફ કરો

  - ભાવિન ગોપાણી

  આવા સજ્જ અને ખંતીલા ખૂબ જ ઓછા સમયમાં આગળ વધીને ઉભરી આવેલા સાયુજ્ય પરિવારના શ્રી ભાવિન ગોપાણીને સાયુજ્ય પરિવારના ખુબ ખુબ અભિનંદન અને તેઓ હજી પણ ખૂબ ખૂબ આગળ વધે તેવી અંતરથી શુભેચ્છા અને અભ્યર્થના

  ભાવિન ગોપાણી : bhavingopani@yahoo.com
  Mobile : 9825698628  હરીશ શાહ,
  વડોદરા
 • Home