ગુણવંત ઉપાધ્યાય  

ગુણવંત ઉપાધ્યાય

Audio સાંભળવા માટે નીચેની link click કરો :  Gunvant Upadhyay Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3

  ગુણવંત ઉપાધ્યાય નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  સાયુજ્ય ના સાહિત્યસર્જકો માં એક વિશેષ નામ ,એવી પ્રતીભા તે જેમની ગઝલ, ગીત અન્ય ગદ્ય-પદ્ય અનુભૂતિ અને અનુસંધાન કે જેનો સીધો સંબંધ આધુનિક વિચારધારા ને પડતો હોય, બહોળા જનસમુદાયને ખૂબ જ સીધી રીતે સરળ રીતે લોકભોગ્ય રીતે પહોંચતા આ કવિ આ ગઝલકાર સ્વભાવે શાંત વાદ-વિવાદથી દૂર રહેનારા અને , સાહિત્યક્ષેત્રે નોખુ નામ ધરાવતા

  *શ્રી ગુણવંત ઉપાધ્યાય*

  અનેક સંઘર્ષો અને ખૂબ જ સંઘર્ષમય પ્રારંભિક જીવન ગાથા અને છતાં સાહિત્યક્ષેત્રે અનેક ઉપક્રમે વિવિધ વિષયો ગદ્ય અને પદ્ય થી સાહિત્યક્ષેત્રે પ્રદાન કરનાર સાહિત્યકાર અને કવિ શ્રી ગુણવંત ઉપાધ્યાય
  કવિ *શ્રી ગુણવંત ઉપાધ્યાય*
  09. 05.1949,
  જન્મ સ્થળ ખાંભા, જીલ્લો અમરેલી ,
  સાંપ્રત ગુજરાતી સાહિત્યના ગઝલકાર કવિ વિવેચક અને છેલ્લા 48- અડતાલીસ વર્ષથી સાહિત્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે
  શ્રી ગુણવંતભાઈ એસ.એસ.સી પરીક્ષામાં ખૂબ જ શ્રેષ્ઠ ક્રમાંકે પાસ કરી હોવા છતાં, કુટુંબની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ સર્વિસ માં જોડાયા અને જવાબદારીઓ અને કામના બોજાને લીધે આગળ અભ્યાસ ન કરી શક્યા તેમ છતાં વ્યવસાયના ભાગરૂપે એન.આઈ.આઈ.ટી શિક્ષણમાં એપ્લિકેશન ઇન કોમ્પ્યુટર પ્રાપ્ત કર્યુ
  *ફોર્મલ એજ્યુકેશનની સગવડના અભાવે કવિ ગુણવંતભાઈ સ્થાનિક પુસ્તકાલયમાં જતા-આવતા સામાયિકો અને ગુજરાતી સાહિત્ય ને લગતા અનેક પુસ્તકોનો અભ્યાસ કરી આજે આપણી સમક્ષ એક ગણમાન્ય કવિ અને ગઝલકાર તરીકે ઉપસ્થિત છે* શ્રી ગુણવંતભાઈ ટેલિગ્રાફ એન્જિનિયરિંગની પ્રવૃત્તિમાં પણ હતા અને ટ્રેડ યુનિયનની ૩૫ વર્ષની પ્રવૃત્તિ દરમિયાન જિલ્લા રાજ્ય કક્ષા સુધી નોંધપાત્ર કાર્ય કર્યા હતા.
  તેઓ દિલ્હી સ્થિત એનજીઓ સંસ્થામાં પણ અનેક પ્રવૃત્તિઓ કરી હતી અને તે માટે તેઓને સન્માનવામાં આવ્યા હતા.
  તેઓનું જાહેર અભિવાદન ડિસેમ્બર 2005માં કરવામાં આવ્યુ હતુ અને તે અંગેના વિશિષ્ટ પ્રદાન બદલ ભારત એક્સિલન્સ એવોર્ડ તથા સિલ્વર ટ્રોફી પણ એનાયત થયેલ હતી
  ભાવનગરને કર્મભૂમિ બનાવનાર શ્રી ગુણવંતભાઈ કવિ શ્રી કરસનદાસ લુહાર પાસેથી પ્રાથમિક છંદ શિક્ષણ મેળવ્યું , અને દિલેરબાબુ પાસેથી ગઝલમાં પ્રયોજાતા મિશ્ર અને વિશિષ્ઠ છંદો; ગઝલમાં પ્રયોજાતી ભાષા અને વિશિષ્ટ પ્રયોગાત્મક શિક્ષણ જાણીતા ગઝલકાર અને નાટ્યકાર શ્રી ચીનુ મોદી પાસેથી મેળવી, ગુણવંતભાઈએ ગઝલો ઉપરાંત છાંદસ-અછાંદસ ગીત, નિબંધ ,આસ્વાદ ,ચિત્રકાવ્ય અને પત્રકારત્વ ક્ષેત્રે પણ કામ કર્યું છે.
  શ્રી ગુણવંતભાઈ ને વ્યવસાયિક અને સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ નોંધપાત્ર પ્રદાન માટે ઘણા બધા એવોર્ડ્સ અને પારિતોષિક મળેલા છે

  કવિ શ્રી *બાલુભાઇ પટેલ પારિતોષિક 99*
  કવિ શ્રી *ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 2001*
  *રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વિવિધ ગ્રંથોમાં બાયોગ્રાફીકલ નોંધ પ્રકાશ ભારત એક્સિલન્સ એવોર્ડ 2005*
  ફ્રેન્ડશીપ ફોર્મ ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય એકતા અને ભારતીય અર્થતંત્રમાં વિશિષ્ઠ યોગદાન બાબતે ગોલ્ડ મેડલ અને *જાહેર અભિવાદન 2005*
  *રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ 2014*
  *ગુજરાત રાજ્ય સુવર્ણજયંતી વર્ષ 2010 માં રાજ્યસરકાર વતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સમ્માન*..
  *સૌરાષ્ટ્ર સાહિત્યમંચ દ્વારા સમ્માન--2018*
  *કવિ શ્રી ગુણવંતભાઈ ના પ્રકાશનો*

  કવિતા સંગ્રહ સિસ્મોગ્રાફ
  ગઝલ સંગ્રહ
  ઉત્ખનન
  યથાવત્
  ફૂલની શાહી સવારી
  પાને પાને ફુલ
  અને
  કાવ્યસંગ્રહ પર્જન્ય
  ગઝલસંગ્રહ તત્પરા
  અભ્યાસ ગ્રંથ
  ગઝલગ્રાફ
  ગુજરાતી ગઝલ નો ક્રમિક વિકાસ
  વાસંતી યોગ શ્રીમદ્ ભગવત ગીતા સ્વાધ્યાય સ્વાધ્યાય

  સંપાદન:--

  સરદાર વંદના સરદાર પટેલ વિષયક કાવ્યો ભાવનિર્ઝર
  ભાવનગર ક્ષેત્રના મુખ્ય કવિઓની રચનાઓ...ભાવનિર્ઝર
  કવિ શ્રી ગુણવંત ઉપાધ્યાય વિશેષાંક કવિ સામાયિક
  બારમાસી ગુણવંત ઉપાધ્યાય શેર અને મુક્તક
  ડો.પથિક પરમાર દ્વારા

  આલ્બમ

  ડો. ભરત પટેલ ના સ્વરાંકન અને સંગીતનિયોજનમાં આલ્બમ
  " તારો વિકલ્પ તું"
  જેમાં સ્વર આપ્યો હતો નિગમ ઉપાધ્યાય અને ગાર્ગી વોરાએ
  આ ઉપરાંત એમની રચનાનું સંગીતનિયોજન રજૂઆત ખ્યાત સંગીતકારો
  અરવિંદ ધોળકીયા; આશિત દેસાઈ; જયદેવ ભોજક; પ્રભાતદેવ ભોજક; ડો.ફિરદૌસ દેખૈયા; ઉપેન્દ્રભાઈ ત્રિવેદી; વિનુભાઈ વ્યાસ; રાજેશ વૈશ્ર્ણવ.....

  એમણે ભાવનગર ખાતે વિશ્વની સૌપ્રથમ ફોર્મલ School of Poetry..

  સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ સ્થાપેલી જેમાં 2008 થી 2013 દરમિયાન આશરે 125 થી વધું વિવિધ ક્ષેત્રે પ્રવૃત્ત લોકો- વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું.. જેમાં એમણે અધ્યક્ષ; અધ્યાપક અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે.
  ખૂબ જ સરળ શાંત મળતાવડા અને સહયોગી ચિત્તવૃત્તિના શ્રી ગુણવંતભાઈ સાંપ્રત સાહિત્ય ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર પ્રદાન અને કવિતાઓ દ્વારા ભાવકોમાં ખૂબ જ પ્રિય છે.
  શ્રી ગુણવંતભાઈ પગદંડીમાં રવિવાર અને અન્ય પૂર્તિઓમાં સહસંપાદક તરીકે સેવાઓ આપેલ છે અને આ સમય દરમ્યાન આજ દૈનિક પત્રમાં અનેક કોલમ લખી છે જેમાં
  વિચાર વિશેષ
  પુસ્તક પરિચય
  સંભવામિ યુગે યુગે
  વિગેરે મુખ્ય ગણાય છે
  શ્રી તખ્તસિંહ પરમાર ,ડો, રક્ષાબેન દવે, શ્રી દિલેરબાબુ, ડૉ ચીનુ મોદી, ડો પથિક પરમાર ,ડો.વિનોદ જોશી; ભાર્ગવ ત્રિવેદી; ડો.પ્રદીપ પંડ્યા; શ્રી ચંદુલાલ ઠકરાલ ,શ્રી મનહર મોદી, શ્રી હરીશ વટાવવાળા, વિગેરે દિગ્ગજો એ તેમના સાહિત્ય દર્શનના વિવિધ પ્રકાશનોમાં પુસ્તકીય નોંધ પણ લખેલી છે જે ઘણી મોટી વાત કહેવાય. સાયુજ્યના આવા નોંધપાત્ર અને ખૂબ જ જાણીતા એવા કવિ ગઝલકાર શ્રી ગુણવંતભાઈ ને સમગ્ર સાયુજ્ય પરિવાર તરફથી અનેક અનેક શુભકામનાઓ અને પ્રાર્થના કે તેમનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને દીર્ઘ સમય સુધી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું યોગદાન અર્પણ કરતા રહે.

  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home