હરેશ વડાવિયા


 હરેશ વડાવિયા


  હરેશ વડાવિયા   Audio :


  1.mp3 


  હરેશ વડાવિયાનો પરિચય


  27.01.2019

  આદરણીય સાયુજ્ય મિત્રો,

  કવિનું કર્મ એટલે કવિતા ......
  *કવિ સર્જન કરે છે , અક્ષરતત્વની ઉપાસના કરે છે , કવિનું સર્જન કવિતા કહેવાય છે, કવિતા સર્જનમાં પ્રેરણા , સંવેદના અને કલ્પના આ ત્રણેયનું અત્યંત મહત્વનું સંવાદસંકુલ રચાય છે અને ઘણી વખત સ્વયંસ્ફુરણા, પ્રેરણાનો ધક્કો થઈને પ્રગટે છે* , આમ કવિ કવિતામાં શબ્દ દ્વારા કલાત્મક રીતે ભાવ સંવેદન ના શિલ્પો રચે છે

  વળી સ્થૂળજગતના રસ કરતાં, સૂક્ષ્મ જગતના રસ વધારે હોય છે ,એટલું જ નહીં તેમની આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ પણ વધારે છે
  *માણસના હૃદયમાં જે પ્રેમ છે તે પ્રેમ તેની અંગત વસ્તુ છે ,પણ તે પ્રેમ જ્યારે કવિતા માં રૂપાંતર પામે છે ત્યારે તે અંગત રહેતો નથી પણ વૈશ્વિક બની જાય છે* ,
  આમ કવિતા દ્વારા સંકુચિત બંધનોમાંથી મુક્ત થઈ બંધનમુક્ત અવસ્થા નો પરિચય કરે છે અને સત્યના સંપર્કમાં આવે છે જાણે જીવનનો સમાવેશ કરનાર જે પરમતત્વ છે તેના ઉંબરે જઈને ઉભો રહે છે,
  બસ ! આજ પરંપરાના સાનિધ્યમાં આજે આપણી વચ્ચે જે *અભિજાત કવિતાઓનો સંસ્કાર વારસો જેમણે ઝીલ્યો છે, અનેક પ્રકારના સર્જન કર્યા છે, તેવા ખુબ જ ઉમદા અને સૌના પ્રિય કવિ એટલે કે*

  હરેશ વડાવિયા  જન્મ તારીખ : 25/12/1974
  અભ્યાસ : એમ. એ. ઈંગ્લીશ
  વ્યવસાય
  આચાર્ય , શ્રી જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ બાબરા જીલ્લો અમરેલી
  વતન : ખાખરાળા (મોરબી)

  કાવ્યસંગ્રહ : *જીવતા અક્ષર* (૨૦૦૧)

  કાવ્યપ્રકાશન : *વિવિધ સામાયિકોમાં, આકાશવાણી , દૂરદર્શન માં* .

  . *સાહિત્ય એમના માટે એવી બાબત છે જે વેદના પેલા શ્લોક मनुर्व भवः ના મનુષ્ય ને ઘડવામાં નિમિત્ત હોય
  *એ મનોરંજક, આનંદદાયક તો હોયજ પણ સાથો સાથ વ્યક્તિ ની વ્યક્તિગત સંવેદનાઓ ને સમસ્તિગત તરફ લઈ જાય*

  ... સાહિત્યની વ્યાખ્યા તેઓ આ રીતે આપે છે

  " જે મનને શાતા આપે તે સાહિત્ય *"... આમતો તેમના કુટુંબમાં કોઈ સાહિત્યનું વાતાવરણ નહીં..  લગભગ અલ્પ શિક્ષિત પરિવાર..
  પપ્પા બસ કંડકટર ... અને થોડી ખેતીવાડી.. પપ્પાને આધ્યાત્મિક પુસ્તકો વચવાનો શોખ ... એ મારો વારસો... પણ તેમને એવું લાગે છે કે તેમનો સાહિત્ય તરફ લગાવ નું કોઈ પ્રબળ કારણ હોય તો એ તેમના માતૃશ્રી ( બા મમ્મી) . તેમના માતૃશ્રી બિલકુલ ભણેલા નહીં , *પણ માં સરસ્વતીની કૃપાનો અનુગ્રહ કોઈ નિયમોને આધીન તો હોય જ નહીં ને* ! તેઓ ભજન, થાળ, લોકગીત, લગ્નગીતો ખૂબ સરસ કંઠસ્થ અને ગાય પણ ખૂબ સારું. બસ કામ કરતા કરતા એ ગાતા હોય કોઈ જ સમજણ ના પાડવા છતાંય સાંભળવામાં એમને ઘણી મઝા પડતી. સવારમાં માતૃશ્રી ઘંટીએ દાળતા દાળતા પ્રભાતિયાં ગાતા એ હજુય તેમના કાનમાં અકબંધ છે. માતૃશ્રી ના પ્રભાતિયાં સાંભળવા ખાસ વહેલા ઊઠતા. કદાચ આ સંસ્કારો એ તેમને કવિતા તરફ વાળ્યા...

  ધો. 11 /12 માં શરૂઆતની કક્ષાએ તેઓ લખ્યા કરતા.. થોડીક ઓછી સમજથી... એમ શારદાગ્રામ કોલેજ માં અભ્યાસ અર્થે તેમને જવાનું થયું ત્યાં ડો. રમેશ મેહતા ( તેમના અધ્યાપક) તેઓને સાહિત્યની વિધિવત સમજ આપી... અને તેમની સાહિત્યને જોવાની સમજવાની સાચી શરૂઆત થઈ એમ કહી શકાય. B.A. પૂરું કરી M.A. માટે રાજકોટ યુનિવર્સિટીમાં આવ્યા ... ત્યાં *સંજુ વાળા, મહેન્દ્ર જોશી અને વસંત જોશી* જેવા વડીલ મિત્રો એ ખૂબ જ ભાષામાં સહયોગ આપ્યો... ને ઝીણી ઝીણી બાબતો સમજાવી ...સાહિત્ય માં રસથી તર-બતર કર્યા.....

  તો રાજકોટ માં અભ્યાસ દરમ્યાન *પ્રણવ પંડ્યા, મનોજ જોશી* (અધ્યાપક), *કિરીટ ગોસ્વામી, અમિત જોશી* જેવા મિત્રો મળ્યા..... ને સંગત જામી ગઈ....

  પછી નોકરી બાબરા મળી તો અમરેલી સાથે જોડાયો ને ... આજ સુધી તેઓની સમજ પ્રમાણે નિષ્ઠા પૂર્વક કાર્ય કરે રાખે છે

  તેમના ગમતા સાહિત્યકારો.  ઉમાશંકર જોશી  પન્નાલાલ પટેલ   વીનેશ અંતાણી   હરીન્દ્ર દવે  રમેશ પારેખ  મનોહર ત્રિવેદી  અનિલ જોશી   શ્યામ સાધુ   ચિનુ મોદી  સંજુ વાળા   વિનોદ જોશી .... 

  તેમને રમેશ પારેખ ની કવિતા એ પ્રબળ રીતે બાંધ્યા... એમ સામાન્ય જનજીવન થઈ લઈને માનવ જીવન ની ફિલસુફી કવિએ કોઈજ બોઝ વિના સહજ પામી શકાય છે. તેમના ગીતો ના લય અને ભાષાકર્મ (diction)એટલા પ્રબળ હોય છે કે અડધું કામ તો કવિ તેનાથી જ કરી નાખે છે.

  તો કવિ શ્રી *મનોહર ત્રિવેદી* ની કવિતાઓ તેમને મોહી લીધા ..તેમને જનપદ ભાષા નો લહેકો અને ગીત ના નવા અને સાવ પાતળા વિષય ને એટલી સહજતાથી મૂકી આપે કે સૌ કૃતિ વાંચ્યા પછી લાંબો વખત એમાજ રહે..જેમકે ધીરા ધીરા ... ગીત ને વાંચ્યા પછી બીજું કંઈજ કર્યા વગર એનેજ વાગોળ્યા કરીયે... તો "ઠસ્સો" સોનેટ ભાવક ને તેની અસરમાં એવી રીતે બાંધી દે કે ભાવક ખૂબ લંમ્બો સમય તેનામય રહે... આ બેઉ કવિઓ મારા ખૂબ ગમતા સર્જક... મનોહરકાકા ના બાલ કાવ્યો ને ગઝલો પણ એવીજ મુલાયમ જેવા એમના ગીત..

  *તો સાંપ્રત સમયમાં મને ખુબ ગમતા કવિ સંજુ વાળા ની કવિતા માં વિષય વૈવિધ્ય અને રચનારીતી બેઉ રીતે ખૂબ ગમે છે* .... આ કવિ ની મઝા એ છે કે એ કોઈપણ સ્વરૂપ માં કવિતા સિદ્ધ કરે છે... ર.પા. અને મનોહરકાકા ના સમય પછી સંજુભાઈ ના ગીતો એ ગુજરાતી ગીત ને નવો આયામ આપ્યો.... તો ગઝલ માં પણ ... એમની અછાંદસમાં methaphorism દેખાય એવુજ.. ગીત જેવા મુલાયમ સ્વરૂપમાં પણ લાવે.... એમની કેટલીય રચના ઓ હોઠ અને હૈયાવગી....

  તેમના જીવનની ઘટમાળને તેઓએ તેમની રચનામાં ખૂબ જ સુંદર રીતે પરોવી છે, આવો જોઈએ તેમના સર્જન,

  આવો જોઈએ હરેશભાઈ ના કેટલાક સર્જનો  *એમ બસ ચાલ્યા કરે છે આપણું* ,
  *એકતારો થઈ ભજનમાં રણઝણું* ,

  આ શેરમાં તેઓ પોતાની અંદરની આધ્યાત્મિકતા દર્શાવે છે

  *રૂપ પત્થરનું ય લે સબંધ તો* !
  *હેત કરીએ હાથમાં લઈ ટાકણું* !

  આ શેર બતાવે છે તે તેમનો અદભુત કોમ્પ્રોમાઇઝીંગ સ્વભાવ છે

  *બાળપણમાં ઠેસ વાગી'તી મને*
  *અંગૂઠા માં આજ પણ જીવે ઘણું*

  તેઓ કેટલા સંવેદનશીલ છે તે આ શેર થી પર્યાપ્ત માત્રામાં ખબર પડે છે

  *લોહી થીજી જાય એથી સારું કે*
  *પાસળી માં છો બળે આ તાપણું*

  કોઈપણ વસ્તુઓ ભૂલતા નથી અને છતાં દરેક વસ્તુથી તેઓ જીવન ને આગળ ધપાવવામાં માને છે

  *ખોલતા પડશે તને શ્રમ શામળા*
  *મારુ આ દોઢયે ચડેલું બારણું* ....

  તેમના જીવનની દરેક મુશ્કેલીઓ એ જાહેરમાં જ કહે છે અને તેથી જ તેમની સાથે વ્યવહારમાં શું મુશ્કેલી પડશે તેઓ આ શેર દ્વારા જણાવી દે છે

  -હરેશ વડાવિયા

  અછોવાના

  આસુંના કેવા અછોવાના કરેલા છે
  રોજ મેં ઝાકળને ફૂલો ધરેલા છે

  મત્સ્યકો વિંધાયને પ્હેલા મરેલા છે
  ને પછી કો'કન્યકા વિર ને વરેલા છે

  આગ કાયમ એમની અંદર જ સળગે છે
  જેમના ચૂલા જ દિવસો થી ઠરેલા છે

  આપ આ 'માનસ-અહિંસા'જેમને કો'છો
  એ બધા ની આંગળીના નખ વધેલા છે

  એટલે હું સાફ પણ કરતો નથી ફળિયું
  પાંદડા મારા જ વૃક્ષ ના અહીં ખરેલા છે

  @ હરેશ વડાવિયા

  ગીત

  ભલે પધારી પીડારાણી,
  આઠે આંગળ ફૂટે ટચકા એમ તુંય પોખાણી.

  રકતરંગીલી નદીઓ ઉછળે, ઉછળી ઉછળી બે કાંઠે વહી જાય.
  એમાં તરતો એક પરપોટો વહેતા વહેતા અંદરથી મુંજાય.

  તીર સમી ઉઠતી ચીસોથી પાંસળિયું વિંધણી
  ભલે પધારી પીડારાણી,

  ઉલેચવા પાંસળિયું ગાડા અમે ભર્યાને જોતર્યા બળદો રે હાંફે
  ગોધૂલી વેળાએ જીવણ ગાડે બેઠા ઘેર પહોંચવા ચડ્યા ફાંફે.

  આંખ્યુંના અંધારા પાછળ અજવાળી એંધાણી !
  ભલે પધારી પીડારાણી...
  આઠે આંગળ ફૂટે ટુચકા એમ તુંય પોખાણી

  @ હરેશ વડાવિયા

  ગઝલ

  હર શ્વાસને ગણતા રહો
  ને આ નદી તરતા રહો

  પાક્કી ક્ષણો લણતા રહો!
  ને ફાટ માં ભરતા રહો !

  રોજ કાંકરી ખરતા રહો !
  ને ઘર વયનું ચણતા રહો !

  અંધારને ચરતા રહો !
  અજવાસ પાથરતા રહો !

  જે રીતથી ઉગતા રહો !
  એ રીતે આથમતા રહો!

  સીતા પઢાવે તો પછી ,
  જીવણ, તમે પઢતા રહો !

  હું આંખ કરું છું બંધ,જો
  શમણે તમે વસતા રહો !

  જે જન્મતા સાથે મળ્યો,
  ફુગ્ગો એ લઈ રમતા રહો!

  છે ચાલવું જીવન ખરૂં
  છોડી મમત ખસતા રહો !

  @ હરેશ વડાવિયા

  ઝાડ ની જેમ મેં ફળી લીધું
  મારામાં મેં તને મળી લીધું

  એટલે ભય નથી રઝડવાનો
  જ્યાં હતો ઢાળ ત્યાં ઢળી લીધું

  અન્યની વાત છેજ ક્યાં દોસ્તો
  જાત સાથેજ બાખડી લીધું

  રાગ, લય નો સ્વભાવ શું જાણું ?
  હોઠ પર આવ્યું ; ગણગણી લીધું

  પગ ન પ્હોંચ્યા નિશાળ સૂધી તો
  ચાલતા ચાલતા ભણી લીધું

  -હરેશ વડાવિયા

  બધો આધાર એના ધારવા પર છે
  અહીં તું જીતવા કે હારવા પર છે

  ફરી હોડીને લ્યો ભરખી ગયો દરિયો
  ફરી ઇલ્ઝામ એનો ખારવા પર છે,

  પથ્થરમાંથી પરવાળા કરે છે
  એમ સંબંધ સુંવાળા કરે છે

  થીજી ગયેલા મારા દિવસોને
  પ્યાલી ચા થી હુંફાળા કરે છે

  મારા અવાવરું ઘરમાં આવી
  સ્મરણો તારા, ધૂં-ઝાળા કરે છે

  મારી ડાબી ખાલી બખોલમાં
  ચકલી રૂપાળા માળા કરે છે

  દીવો થઈ એ, ઉંબરમાં બેઠા,
  આખા ઘરમાં અજવાળા કરે છે

  @ હરેશ વડાવિયા

  આવા ખૂબ જ સુંદર સર્જક શ્રી હરેશ વડાવિયા ને સાયુજ્ય ગ્રુપના અનેક અભિનંદન , શુભેચ્છાઓ

  અને હજી પણ સાહિત્યમાં વધુ અને વધુ આગળ વધે તેવી જ શુભકામનાઓ .

  હરીશ શાહ
  વડોદરા
 • Home