હેમા દેસાઈ

ભાર્ગવ ઠાકર


  હેમા દેસાઈ Audio :


  1.mp3  2.mp3  3.mp3  4.mp3   5.mp3   6.mp3  7.mp3  8.mp3  9.mp3   10.mp3   11.mp3   12.mp3   13.mp3   14.mp3   15.mp3   16.mp3   17.mp3   18.mp3  


  હેમા દેસાઈ Video :


  હેમા દેસાઈ Video

  હેમા દેસાઈનો પરિચય  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  06.01.2019 આદરણીય સાયુજ્ય મિત્રો,
  *આજે આ રજત પરિચય એટલે કે ૨૫મો પરિચય છેલ્લા ૨૫ દિવસથી ચાલતી આ પરિચય ગાથા અત્યંત સુંદર રીતે પ્રતિભાવ પામી રહી છે ત્યારે આજનો રજત ક્રમાંક પરિચય એટલે કે 25 મો પરિચય* .......................
  પરિચય ગાથાના પ્રારંભિક તબક્કે જ શ્રી સંજુભાઇએ પ્રતિભાવ આપ્યો હતો,
  *આજના Whats'appના યુગમાં જ્યારે મોટેભાગે લોકો તેનો ઉપયોગ ટાઇમપાસ માટે કરતા હોય ત્યારે સાયુજ્યના ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અને વિવિધ સંગીત-સ્વર ક્ષેત્રે જેમનું યોગદાન હોય તેવી પ્રતિભાઓનો પરિચય સૌને થાય તે ઘણી જ આવકારદાયક પહેલ કહેવાય* આ પ્રતિભાવથી મને જબરજસ્ત પ્રેરણા મળી,
  સાથે જ ડો. ભરતભાઈનો સતત મળેલો સ્નેહભર્યો આવકાર અને સહકાર !
  અને આપ સૌના દૈનિક અભ્યાસપૂર્ણ પ્રતિભાવે પણ સતત ઉત્સાહથી મને પ્રેર્યો .... 25 દિવસ, 25 પરિચય...... આજે રજત ક્રમાંક પરિચય......

  *એક એવી પ્રતિભા કે જેમનું ગુજરાતી સંગીતક્ષેત્રે અપ્રતિમ યોગદાન એટલે ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે એવું એક વિરલ નામ કે જેમની પ્રતિભા જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં તેઓ હ્દયસ્થ થયાં છે* , તેઓનું વૈવિધ્ય, સુગમ સંગીત ક્ષેત્રે પરાકાષ્ઠાએ છે . ભજન, ગઝલ, ઉર્મિ ,ભાવ, વેદના, સંવેદના, અને શૃંગાર પણ ! પિતા ડોક્ટર અને માતા ગૃહિણી, પણ કંઠ ખૂબ જ મીઠો જે તેમણે આ પ્રતિભાને વારસામાં આપ્યો, *સુંદર મીઠો સૂરીલો કંઠ, એકવડો બાંધો, કંઈક નવું કરીને શ્રોતાઓની દાદ મેળવવી એ જ આજ નો પરિચય* !

  *સુંદર મીઠો કંઠ શોધતો હતો એક સુરીલો માળો* અને આશિત દેસાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ મળ્યો ,
  તમામ રસ તેમના અવાજમાં શબ્દો પ્રમાણે ઘૂંટાઈને બહાર આવે અને તેમાં સંગીતને દરેક રીતે , અંગત રીતે ખૂબ જ ન્યાય આપી ગાનારા આ સુગમ સંગીતના કલાકાર , સાયુજ્ય નું ગૌરવ અને ગુજરાતી સુગમ સંગીતની ગરિમા સમાન આ ગાયિકા ખરેખર ખૂબ જ મનનીય છે !

  મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો,
  કોઈ રાધાના લોચન શા ઈ દરિયા,
  ઇ દરિયાઓની પાર જુલતા વાંસવનો,
  ઇ વાંસવનોના કોક મોરમાં
  પુરવજનમ થઈ ઊડી ગયેલું
  ગોકુળ મારુ ગોતી આપો...( રચના :યશવંત ત્રિવેદી )
  . .મને લાવી આપો મારી દંતકથાનો ચાંદ.....
  . ....રીસે ઉભી રાધા ને ફૂટ્યું ગીત...... *અને એ ગીત એટલે જ*

  હેમાબેન દેસાઈ

  ભાવનગરના એસ.એન.ડી.ટી યુનિવર્સિટી માંથી તેઓ સંગીત ના સ્નાતક B.A થયાં, સંગીત વિશારદ માં ડિપ્લોમા થયાં અને ગુજરાતી યુનિવર્સિટીમાંથી તેઓ ગુજરાતી લીટરેચરમાં અનુસ્નાતક થયાં, તેઓએ સંગીત વિશારદ ડિપ્લોમામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
  ખૂબ જ નાની ઉંમરે તેઓએ તેમના ગુરુ શ્રી *વિઠ્ઠલદાસ બાપોદરા* અને શ્રી *રસીકલાલ અંધારીયા* પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી.
  તેમની ગાયકીમાં ખૂબ જ નજાકત, હલક, ઉપજ, નાવિન્ય અને દિલથી ભાવવાહી રજૂઆત એ હેમાબેન ની ખાસિયત છે . જેનાથી આજે સુગમ સંગીતની સ્ત્રી ગાયકોમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય દ્વારા સર્વશ્રેષ્ઠ ગાયિકા તરીકે પણ સન્માનિત થયેલા છે ,

  અગણિત સીડી ,કેસેટમાં ગાયુ છે ,પંડિત રવિશંકર ના ઓરકેસ્ટ્રામાં અને ડાન્સ બેલે માં પણ પોતાનો અવાજ આપેલો છે,
  તેઓ એક સારા ગૃહિણી, માતા, પત્ની તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવવાની સાથે સુગમ સંગીત ક્ષેત્રે પણ લાજવાબ યોગદાન આપી રહ્યાં છે અને સુગમ સંગીત સંસ્કૃતિના, સીમા ચિન્હ બની રહ્યાં છે!

  તેમનો સંગીત અને સાહિત્યમાં અભ્યાસ તેમના ઊંડા અવાજમાં ઝલક રૂપે દેખાય છે, અને ખાસ કરીને તેમને ગાયેલા ભક્તિ સંગીત લોક સંગીત અને ગઝલમાં તેની ઉપસ્થિતિ દેખાય છે

  હેમાબેને ગોપાલ કૃષ્ણ, પંચમહાભૂત, શચી પૌલોમી જેવા અનેક ડાન્સ બેલે માં પોતાનો અવાજ આપ્યો છે .
  હેમાબેને ગુજરાતી સીરીયલ સૂરજમુખી, સાત પગલા આકાશમાં ,ખેલ ,સપ્તરંગી ,અમાસના તારા, શ્રદ્ધા ,સો દાડા સાસુના વિગેરે મુખ્ય ગણાય છે
  તેમણે હિન્દી અને મરાઠી સિરિયલ માટે પણ પોતાનો કંઠ આપ્યો છે જેમાં ચતુરાઈ, ચાણક્ય, મૃત્યુંજય, માં, હિજરત વિગેરે મુખ્ય ગણાય છે.
  તેમને નાટકોમાં પણ તેમનો કંઠ આપ્યો છે જેમાં મુખ્ય વાસનાકંદ, મેલું થયું મારું મોરપીચ્છ , ઉછીનો શ્ર્વાસ , મુખ્ય ગણાય છે .

  તેમનાં અનેક આલ્બમ ભકતી સાગર,લગ્ન ગીતો, મધુવન, મેઘ મલ્હાર, નમોસ્તુતે ,અલખ નો નાથ, જય જય શ્રી નાથજી, આદ્યાશક્તિ ,વેરણ વાંસળી, ગરબાના તાલે ,ભક્તિ સ્મરણ, શ્રીનાથ સંકીર્તન મુખ્ય ગણાય છે.

  25થી વધારે ગુજરાતી ફિલ્મોમાં હેમાબેને પોતાનો અવાજ પ્લેબેક સિંગર તરીકે આપ્યો છે અને ગુજરાત રાજ્ય તરફથી બેસ્ટ સિંગર એવોર્ડ મળેલા છે .

  તેઓએ પોતાની ગાયકી સિતાર દિગ્ગજ પંડિત રવિશંકર ના માર્ગદર્શન હેઠળ તેમના ઘણા સ્ટેજ પ્રત્યાયન, જેવા કે સ્વર મિલન અને ઘનશ્યામ કે જેનું મંચન રશિયામાં થયું હતું. અનેક બીજા બેલે અને ઓરકેસ્ટ્રામાં પોતાનું યોગદાન આપેલ છે .

  તેઓએ અનેક દેશોમાં ગુજરાતી અને હિન્દી સુગમ સંગીત સહિત તેમનું સ્ટેજ પર્ફોર્મન્સ આપેલ છે . *સમયની સંતાકૂકડી* ગુજરાતી ફિલ્મ માટે ગુજરાત ગવર્મેંટ તરફથી તેમને બેસ્ટ સિંગરનો એવોર્ડ પણ મળ્યો છે .

  હેમાબેનની સુરમયી સંગીત યાત્રા છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી આશિતભાઈ સાથે સુગમ સંગીત ક્ષેત્રે પોતાનો કોકિલ કંઠ આપી રહ્યાં છે અને સાંપ્રત સુગમ સંગીત ક્ષેત્રે તેઓ ગાયિકાઓમાં આગવું સ્થાન ધરાવે છે.

  *ગુજરાતી સુગમ સંગીતમાં એક વિરલ અવાજ અને આટલેથી ન અટકતા હેમાબેન રેડિયો સેટેલાઈટ ઉમંગ રેડિયોમાં છેલ્લા ત્રણ વર્ષથી રેડિયો જોકીની સેવાઓ આપી રહ્યાં છે અને ગુજરાતી સુગમ સંગીતના પ્રચાર-પ્રસારના કાર્ય અંતર્ગત ,છેલ્લા પાંચ વર્ષથી અવિરત પણે સુગમ સંગીતના ઊભરતા કલાકારોને તાલીમ આપી રહ્યાં છે* .

  હેમાબેન કહે છે,

  ’લગ્ન થયાં ત્યારથી માંડીને આજ દિન સુધી અમે હંમેશાં સાથે જ ગાયું છે. આશિતના મનમાં કોઈ ધૂન રમતી હોયતો એની પહેલી શ્રોતા હું જ. એ મને ધૂન સંભળાવે. પછી શબ્દોકહે. એની ધૂનની પહેલી ગાયક હું.’

  છેલ્લાં કેટલાંય વર્ષોથી યુકેમાં નવરાત્રી માટે અમે જઈએ છીએ.સતરેક વર્ષ પહેલાં લંડનમાં નવરાત્રી ઉપર ગયેલાં. મારો ભાઈગૂજરી ગયેલો. જો બધાંને ત્યાં કહી દઉં તો એ લોકોની નવરાત્રીનોતહેવારને મૂડ જતો રહે. કોઈ જ હાવભાવ લાવ્યા વગર નવે નવરાત્રી ગરબા ગાયા અને છેલ્લે દિવસે એ લોકોને વાત ખબર પડીત્યારે એ બધાં જ અચંબામાં મૂકાઈ ગયાં. એમણે એવું કહ્યું કે,અમે તો ગરબે ઘૂમતા હતા અને તમે દર્દમાં પીસાતાં હતા.’

  real example,show must go on

  આશિતભાઈ કહે છે, ' એનો કંઠ મને બહુ ગમે છે. એ ગરબા, લોકસંગીત અને ગીતો ગાય ત્યારે હું ખોવાઈ જાઉં છું. હેમા સાથે હોયને તો મનેહંમેશાં એવું લાગે કેમારું ‘હોમ’- ઘર મારી સાથે છે. સ્ટેજ ઉપર હું બહુ તટસ્થ હોઉંછું. મારીપત્ની હોવાનો લાભ એને એકેય સૂરમાં આપતો નથી. એપહેલી વખત મળી ત્યારથી મને એનો અવાજ બહુ ગમે છે. દિવસમાં એકાદ વખતઅમે બંને અમારા ગળાની સાફસફાઈ કરીલઈએ. રિયાઝ માટે એવો કોઈ ફિક્સ સમય નથી. પણ ઘરમાં ગાવાનું તો ચાલ્યા જ કરતું હોય છે.’

  હેમાબહેન કહે છે, ’અમે જાપાન અને ચીન સિવાય લગભગ જ્યાંજ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં સંગીત પીરસ્યું છે. અમે બંનેએક બીજાંને કમ્પલીટ કરતાં હોઈએ એવું લાગે છે. એકબીજાંનીસ્પર્ધા તો કોઈ દિવસ ન હતી. આશિત દસમે પગથિયે હતા ત્યારેહું પહેલું પગથિયું ચડતી હતી. હું, આશિત અને દીકરો આલાપઅમે ત્રણેય સ્ટેજ પર હોઈએ અને પરફોર્મ કરતાં હોઈએ એસૌથી વધુ આનંદની પળ હોય છે. એકબીજાંની નબળાઈઓ અને તાકાતને ઓળખતાં હોઈએ એટલે વધુ સરસ રીતે પરફોર્મ થઈશકે એવો મારો અનુભવ છે.’ હેમાબેનને આશિતભાઈ ગઝલો ગાય એ ગમે છે. આશિતભાઈનીગમતી રચના છે, શોભિત દેસાઈની પંક્તિઓ...

  *જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો*
  *અરે લ્યો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો*

  ગુજરાતી સુગમ સંગીતની દુનિયામાં,જો સૌથી વધારે આલ્બમ કોઈ ગાયિકાના થયાં હોય તેમાંના એક હેમાબેન દેસાઈ

  એમની લોકપ્રિયતા...... એટલે જાણે આકાશની ઉંચાઇ ગુજરાતીઓના ઘરમાં અનેક આધ્યાત્મિક, કર્ણપ્રિય અને હ્દયમાં ઉતરી જનાર સંગીત.....

  ધાર્મિક અને આધ્યાત્મિક ભજનો.
  ..... ગઝલથી સુફી ગીતો,
  પ્રકૃતિ થી રમણીયતાની ઉર્મિઓ,
  વિસ્મયતા અને પ્રેરણાસ્ત્રોત ની કૃતિઓ...

  ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના કોઈપણ પદ્ય આયામને બાકી મૂક્યા વગર પોતાનો કંઠ આપનાર અને ઘરમાં જ માં સરસ્વતીનું તીર્થધામ બનાવનાર હેમાબેન ગુજરાતી સુગમ સંગીતની પ્રતિભા જ નહીં પણ સુગમ સંગીતના પર્યાય જેવાં છે,

  *હેમાબેન* , માં સરસ્વતી ના આશીર્વાદથી સંગીતના ક્લાસ પણ ચલાવે છે, તેમના ઘણાં બધા વિદ્યાર્થીઓ પ્રોફેશનલી ગાય છે અને તે ગુજરાતી સુગમ સંગીત માટે બહુ જ મોટી ગૌરવની વાત કહેવાય, કોકિલ કંઠી હેમાબેનના અનેક ગીતો એટલા પ્રભાવિત કરી ગયા છે જેમાંના અમુકે ગીતો આજે આપણે માણીશું

  *સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી* ,
  *મળી માતૃભાષા મને ગુજરાતી* !

  ઉમાશંકર જોષીની આ પંકિતમાં ઊભરાતો માતૃભાષા પ્રત્યેનોભારોભાર પ્રેમ, ગૌરવ, અભિમાન પોતાને ‘ગરવા ગુજરાતી’ કહેવડાવતાં દરેક ગુજરાતીમાં ઊભરાય તો કેવું સારું!

  બેગુજરાતીઓ મળે ત્યારે અંગ્રેજીમાં વાત કરે એ વાતાવરણમાં આ સંગીત બેલડી, માતૃભાષાને પ્રેમથી લાડ લડાવતાં, સંવારતાં, સજાવતાં અનેસ્વરબદ્ધ કરતાં ,સજોડે સદા ગાતાં... *આશિત દેસાઈ અને હેમા દેસાઇ* ગુજરાતી ભાષા, સમાજ, સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતનું એવું જ ગરવું નામ છે જે ખરા અર્થમાં ગુજરાતી સંગીતને આગળ લઈ જવા, પ્રચાર-પ્રસાર કરવા કટિબદ્ધ છે. ગુજરાતી ગરિમા અને સુગમ સંગીત નો વૈભવ એવા શ્રી *હેમાબેનને* સાયુજ્ય ગ્રુપના અનેક નમસ્કાર અને અનેકાનેક શુભેચ્છાઓ તેમજ સુકામનાઓ અને તેઓનું સુગમ સંગીત આકાશની ઊંચાઈઓને અડકે અને આપણને એનો આનંદ મળતો રહે એ જ *અભ્યર્થના*

  છેલ્લી વાત
  *સંગીતબેલડીનાં અર્ધાંગ તરીકે હેમાબેન સંગીત દિગ્ગજ આશિતભાઈ જેવાના કોન્પોઝિશન્સ પણ અદભૂત રીતે રજૂ કરે એ ગાયકી ક્ષેત્રે શું શું ન કરી શકે* ?

  હરીશ શાહ
  વડોદરા
  06.01.2019
 • Home