ડો. કુમાર પંડ્યા


 ડો. કુમાર પંડ્યા


  ડો. કુમાર પંડ્યા   Audio :


  1.mp3  2.mp3 


  ડો. કુમાર પંડ્યા   Video Gallery:


  ડો. કુમાર પંડ્યા  Video Gallery  ડો. કુમાર પંડ્યા   Picture Gallery:


  ડો. કુમાર પંડ્યા  Picture Gallery  ડો. કુમાર પંડ્યાનો પરિચય


  આદરણીય સાયુજ્ય મિત્રો

  *કુટુંબ ની પરંપરા વારસામાં તો મળે પણ કલામાં અધિપત્ય રાખી એ વારસાનું વિરાસત માં રૂપાંતર કરવાની શક્તિ ખૂબ ઓછા માં હોય છે પરિચય ગાથામાં આજના પરિચયમાં આવા જ એક અદ્વિતીય પ્રતિભાનો પરિચય કરવા આપણે જઈ રહ્યા છીએ કે જેઓ ખૂબ જ વિરલ વ્યક્તિત્વ કે જેમને એક એવા વિષય પર ડોક્ટરેટ કર્યું છે કે જેની માત્રા આંગળીના વેઢે ગણાય એટલી હોય છે* , સૌરાષ્ટ્ર નાં આદિત્યરામજી ઘરાનાનો ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં યોગદાન “ વિષય પર Ph.D કર્યું.
  આ કોઈ નાનીસૂની ઘટના ન કહેવાય

  સૌરાષ્ટ્રના આદિત્યરામજી ઘરાનાનો ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શું યોગદાન છે, તેમની પરંપરા માં ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે શું શું વિગતે ઘટનાક્રમ છે તેનો પરિચયાત્મક , ઉલ્લેખનીય, વિસ્તૃતિકરણ સાથે આલેખન મહાનિબંધ, માન્ય યુનિવર્સિટી દ્વારા અકલ્પનીય રીતે રજૂ થાય ત્યારે જ ડોકટરેટ પદવી પ્રદાન થતી હોય છે , *ખૂબ જ અભ્યાસ, ઊંડુ જ્ઞાન ,અનન્ય પ્રતિભા, અને સંગીતની સૂઝ માત્ર આવા મહાનિબંધ સર્જન કરી શકે છે* ,

  સાયુજ્ય ગ્રુપના સૌ મિત્રો તરફથી આવા વિરલ વ્યક્તિત્વને ખુબ જ સરસ વધાવીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી આ પ્રતિભા છે રાજકોટના

  ડો. કુમાર પંડ્યા  જન્મ :- ૬ નવેમ્બર ના ૧૯૮૨, જામનગર
  બાળપણથી જ સંગીત ના સંસ્કાર ગળથૂથીમાં મળ્યા.
  જેમના દાદા સ્વ. કાંતિલાલ મોનજી પંડ્યા આકાશવાણી માં ભજનો ગાતા.
  *લોક સંગીતના આ સંસ્કાર પિતા શ્રી અશોકભાઈ પંડ્યા ને વારસા માં મળ્યા* .

  તેઓ પણ આકાશવાણી / દૂરદર્શન ના B'High ગ્રેડના ભજન અને લોકગીત ના માન્ય કલાકાર છે. છેલ્લા ૩૬ વર્ષ થી લોક સંગીત “ ડાયરો” જેવા વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે .

  *આમ તેમના કુટુંબ માં દાદા થી શરૂ થયેલી સંગીત ની આ ધારા વહેતી વહેતી તેમના સુધી પહોંચી* .
  બાળપણમાં ૮ વર્ષ ની ઉમર થી જ પિતા સાથે લોક સંગીત ડાયરો જેવા વિવિધ કાર્યક્રમો માં “બાળ કલાકાર “ તરીકે જઇને લોકગીતો/ભજનો ગાતા હતા.

  શાસ્ત્રીય સંગીત ની વિધિવત્ તાલીમ જામનગર આદિત્યરામજી ઘરાનાના સંગીતજ્ઞ શ્રી મનુભાઈ બારડ પાસે શરુ કરી .
  સુગમ સંગીત ના પાયા ની તાલીમ આકાશવાણી રાજકોટ નાં મ્યુઝિક કમ્પોઝર શ્રી ભરતભાઈ પટેલ તથા સુગમ સંગીતના સુપ્રસિદ્ધ કલાકાર ગૌરવ પુરસ્કૃત સ્વ. શ્રી ભદ્રાયુભાઇ ધોળકિયા પાસેથી મળી.

  *૨૦૦૦ માં ૧૨ પાસ કરી રાજકોટ ની શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજમાં વોકલ માં MPA સુધી અભ્યાસ કર્યો* .
  અભ્યાસ કાળ દરમ્યાન પણ ગુજરાત રમત ગમત કચેરી દ્વારા યોજાતા તથા યુનિવર્સિટી લેવલે યોજાતા યુથ ફેસ્ટીવલ માં સંગીત ની શાસ્ત્રીય કંઠ્ય, હળવું કંઠ્ય , હારમોનિયમ, લોકગીત, ભજન, સમૂહ ગીત વગેરે વિવિધ સ્પર્ધાઓ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

  *૨૦૦૪ માં રાજસ્થાન નાં જોધપુર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માં શાસ્ત્રીય કંઠ્ય સંગીત માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ*

  . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી ડૉ.ચંદ્રકાન્ત હિરાણી નાં માર્ગદર્શન હેઠળ “ સૌરાષ્ટ્ર નાં આદિત્યરામજી ઘરાનાનો ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં યોગદાન “ વિષય પર Ph.D કર્યું.

  હાલ તેમની કર્મભૂમિ રાજકોટ છે.
  આકાશવાણી/દૂરદર્શનના B'High ગ્રેડના સુગમ સંગીત ના માન્ય કલાકાર છે.
  *તથા શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજમાં ગાયન વિભાગમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે*.
  શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, લોક સંગીત ના કાર્યક્રમો કરે છે.
  ગીતો કમ્પોઝ પણ કરે છે
  તેઓનું પહેલું આલ્બમ “જરા ઊભી રે’ને ઓ જીંદગી “ માં બધા ગીતો તેમને જ કમ્પોઝ કરેલા છે જેનું સંગીત ડૉ.ભરતભાઈ પટેલ અને શ્રી ભદ્રાયુભાઇ ધોળકિયા એ આપ્યું છે.

  *તેનાં પછી ગુજરાતી ગીતો/ગઝલ નો વધુ એક આલ્બમ “ ઇબાદત “ તેમાં બધા ગીતો નું સ્વરાંકન તથા સ્વર તેમનો જ છે* .
  તેમાં સંગીત નિર્દેશન શ્રી મેહુલભાઇ ત્રિવેદી કર્યું છે.

  બસ શ્રી ડોક્ટર કુમાર પંડ્યા આ જ રીતે સંગીત આરાધના દ્વારા સતત શીખતા રહે છે તથા સેવા કરે છે.

  વિશેષ ઉપલબ્ધિઓ,  સંગીત વિશારદ
  પીએચ. ડી
  આકાશવાણી - દૂરદર્શન સુગમ સંગીત માં B'High ગ્રેડ આર્ટીસ્ટ
  આ ઉપરાંત ઝી આલ્ફા - ઇ ટીવી વગેરે ચેનલ પર પ્રસ્તુતી
  સંગીત સંકલ્પ ના જામનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં શાસ્ત્રીય ગાયન ની રજુઆત
  પં. હરિકાંતભાઇ સેવક , સુશ્રી પિયુબેન સરખેલ સાથે હાર્મોનિયમ સંગતી
  તાનારીરી મહોત્સવ જેવા કાર્યક્રમો માં હાર્મોનિયમ સંગતી

  આવા અદભુત જ્ઞાન અને કલાના સંયોજન ધરાવતા વિરલ પ્રતિભા શ્રી કુમાર પંડ્યાને સાયુજ્ય પરિવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને અનેક શુભકામનાઓ તેમની પ્રતિભા ખૂબ ખૂબ આગળ વધે અને આ જ રીતે તેઓ સંગીત ક્ષેત્રે તેમનું તેમના કુટુંબનો તેમના શહેરનું અને સૌ ગુજરાતીનું નામ રોશન કરે તે જ આશા અને અભ્યર્થના

  હરીશ શાહ
  વડોદરા
 • Home