મનોહર ત્રિવેદી  

મનોહર ત્રિવેદી


  Manohar Trivedi Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3 7.mp3

  મનોહર ત્રિવેદી ની કવિતા :


  કવિતા

  મનોહર ત્રિવેદી નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  19.12.2018 આદરણીય સાયુજ્ય મિત્રો પરિચય ગાથા ના આજના ક્રમમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબ જ સન્માનનીય રીતે લેવામાં આવે છે , *સાહિત્યકાર શ્રી મનોહર ત્રિવેદી*

  તેમાં કાવ્ય રચના, નવલિકા ,નવલકથા, નિબંધ , ઊર્મિગીતો અને કેટલાય આલેખન વિવેચન અને કેટકેટલા પુરસ્કારથી પુરસ્ક્રૃત જેમાં મુખ્ય પુરસ્કાર 2015માં શ્રી મોરારીબાપુના હસ્તે પ્રાપ્ત કરેલ છે
  મુખ્ય 6 કાવ્યસંગ્રહ પ્રકાશિત થયેલા છે
  *મોંસૂઝણું , છુટ્ટી મૂકી વિજ ,વેળા, ફૂલની નૌકા લઇને,આપોઆપ ,મિતવા*,
  ( *શ્રી વિનોદ જોશી દ્વારા લખાયેલ લંબાણપૂર્વક પદ્ય આચમન આ સાથે ફાઇલ એટેચ કરેલ છે*
  *એક અનોખી વાત*.

  *ગુજરાતી ભાષામાં અત્યારે ગઝલકારો ઘણા છે, છંદ ના માપ માં ઘણી લખી નાખે છે પણ ગીતોના લયમાં ઓટ આવી ગઈ છે ત્યારે ગીતકારો માં શૂન્યાવકાશ દેખાઈ રહ્યો છે.
  ગીત કવિઓ બહુ ઓછા રહ્યા છે એમાંના એક જાજરમાન ગીત કવિ એટલે શ્રી મનોહર ત્રિવેદી
  ટુંકી વાર્તા, નવલિકા- ગ્રામ્ય જીવનમાં *ગજવામાં ગામ* *નાતો*
  અને નવલકથામાં મુખ્ય રૂપે- " *નથી* "
  બાલ સાહિત્ય:*કાચનનો કૂપો, તેલની ધાર , આલ્લે લે*
  નિબંધ :*ઘરવખરી*
  સંપાદન *ત્રણ પુસ્તકો*
  આટલા સાહિત્ય , સાથે સિંહ ફાળો આપ શ્રી નો ગુજરાતનું ગૌરવ છે અને ગુજરાતી સાહિત્ય એવા સમયમાં આ સફર ખેડી છે કે જે સમયમાં શ્રી રમેશ પારેખ, સુરેશ દલાલ જેવા કવિ હતા, એ સમયમાં તમે તમારી અલગ ઓળખ સાહિત્ય જગતને આપી ઘણી ઘણી મોટી વાત છે , મહાન સાહિત્યકાર સાયુજ્ય ના વડીલ એવા *શ્રી મનોહર ત્રિવેદી*
  *સાહિત્યકાર શ્રી મનોહર ત્રિવેદી*

  ચોથી એપ્રિલ ૧૯૪૪ ના દિવસે લાઠી -ચાવંડ પાસેના હીરાણા ગામે તેમનો જન્મ થયો હતો , વ્યવસાયે તેઓ શિક્ષક પદેથી નિવૃત્ત થયા અને જીવ ઊંડો સાહિત્યનો સાહિત્યના વિવિધ વિભાગોમાં અદ્વિતીય યોગદાન તેમણે આપણને આપ્યું છે, દરેક સર્જક નું નીજી એવું પોષક કેન્દ્ર હોય છે, એ પોષક કેન્દ્ર સર્જકને સમૃદ્ધ કરે છે , એ હોય ધરતી જેવું , બીજ ધરતીમાંથી જ રસ મેળવે પરંતુ વિકસે એ સઘળાનું રૂપાંતરણ કરીને *મનોહર ત્રિવેદી નું પોષણ કેન્દ્ર છે પરિવાર ,શિક્ષણ સંસ્થાઓ ,નજાકતભરી સબંધોની અને અભરેભર્યો ગ્રામપરિવેશ એ એમના સર્જન ના વિષયો છે*
  *પુરસ્કાર*

  ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ પ્રથમ પુરસ્કાર
  ગુજરાતી સાહિત્ય પરીષદના ત્રણ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
  જયંત પાઠક પુરસ્કાર

  *શ્રી મનોહરભાઈ ત્રિવેદીને મોરારિબાપુના હસ્તે 2015 મા નરસિંહ મહેતા લોકભારતી સણોસરા ખાતે એવોર્ડ એનાયત થયો હતો* ગુજરાતી ભાષાના સરાહનીય સર્જન કાર સાહિત્યના બધા જ આયામોને બધા જ વિભાગો ને ન્યાય આપનાર દિગ્ગજ સાહિત્યકાર અને અદ્વિતીય વિચારક તેવા સાહિત્યકાર શ્રી મનોહર ત્રિવેદી, *સાહિત્યકાર શ્રી મનોહર ત્રિવેદી*,
  સણોસરા ખાતે મોરારિબાપુએ સાહિત્યકાર શ્રી મનોહર ત્રિવેદીને નરસિંહ મહેતા સન્માન અર્પણ કરતા જણાવ્યુ કે, *નરસિંહ મહેતાના ત્રણ ગુણ* *સાધક, ઉપાસક અને આરાધકનુ તત્વ મનોહર ત્રિવેદીમાં જણાય* *છે. આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ જુનાગઢ દ્વારા ગુજરાતી કવિતાનો ગૌરવપ્રદ નરસિંહ મહેતા સન્માન કવિ મનોહર ત્રિવેદીને*
  *મોરારીબાપુના હસ્તે લોકભારતી સણોસરા ખાતે શરદ પૂર્ણિમા 2015 વાલ્મિકી જયંતિની સાંજે અર્પણ કરાયો*
  *મોરારીબાપુએ નરસિંહ મહેતાના નામ સાથે અપાતા આ સન્માન પ્રસંગે પોતે તો સાહિત્યકાર નહિ પણ કવિતા સાંભળી મોજ માણનારા ગણાવી પોતાનુ અહોભાગ્ય ગણાવ્યુ. નરસિંહ મહેતાના ત્રણ ગુણ સાધક, ઉપાસક અને આરાધક જોવા મળે છે. આ ગુણોનુ તત્વ સન્માનિત મનોહર ત્રિવેદીમાં જણાય છે.*
  *આ કવિ નગરનો કવિ નથી કે ગામડાનો કવિ નથી. આ કેડીનો, પગદંડીનો કવિ છે. જે કેડી વિચાર અને ભાવને સ્પર્શે છે. તેમની અટક ત્રિવેદીનો ઉલ્લેખ કરી કહ્યુ કે દ્વિવેદી અને ચતુર્વેદી એટલે હોય છે. તેની વચ્ચેની એટલે ત્રિવેદી, આથી બંને બાજુ રહીને વચ્ચેનો કવિ ગ્રામ્ય દર્શન સાથે ઉપાસક આરાધક અને સાધક રહેલ છે.*
  શ્રી મનોહર ત્રિવેદીની વાર્તાઓમાંથી પસાર થતાં જણાય છે કે તેમની વાર્તા કથનની પ્રયુક્તિ અને કથન પરત્વેની સભાનતા સાથે આસપાસના વાતાવરણને જીવતું કરીઆપવાની તેમની કારીગીરી ખરેખર ઉમદા છે.
  વાચક જો ગ્રામજીવનથી પરિચિત ન હોય તો તેણે શબ્દકોશનો ઉપયોગ કરવો પડે એ રીતેના શબ્દોનો વિનિયોગ સર્જકે કર્યો છે.

  જેમાં *‘પદડી’, ‘બજર’, ‘વળિયું’, ‘ખામણું’, ‘ચાસોટિયા’, ‘ફોફા’, ખળાવાડ’, ‘ચાંદુડિયા’, ‘અદોદળા’, ‘છપ્પર’, ‘ઝાપલું’, ‘થાનોલા’, ‘વગોડિયા’, ‘પંચિયું’, ‘બોઘરણું’, ‘ઝળેળા’, ‘પાઠડી’, ‘ઘરઘવણું’, ‘ઝાહોટવું’, ‘ટાઢોડું’, ‘સાલવાણું’, જેવા અનેક શબ્દ પ્રયોગો કે જે ગામમાં જ પ્રયોજાય છે. એનો વિનિયોગ અહીં થયેલો જોઈ શાકય છે. એ દ્વારા ભાષાકર્મમાં પણ ગ્રામચેતાનાને પ્રયોજવામાં તેમની ચીવટ દેખાય છે.
  એ સિવાય સર્જકે વાર્તાકથનમાં પણ રાખેલી ગોહિલવાડી બોલીનો પ્રભાવ તથા ગોહિલવાડી બોલીનો લહેકો પણ જોઈ શકાય છે. આમ ભાષાકર્મ દ્વારા પણ ગ્રામચેતના જોઈ શકાય છે.
  એ રીતે આ સંગ્રહની વાર્તાઓમાં સર્જક મનોહર ત્રિવેદીની વાર્તાકલા ઉપરાંત તેમની ગ્રામચેતના પ્રત્યેની નિસબત ડોકાય છે.

  શ્રી મનોહર ત્રિવેદીનો અનન્ય વાર્તાસંગ્રહ ‘ગજવામાં ગામ’ તેમાં નિરૂપિત ગ્રામસંસ્કાર-સભ્યતાના વિવિધ રૂપોને કારણે તથા ગ્રામજીવનની-ગામડાનાં માણસની સંવેદનાઓના થયેલા હૃદયગમ નિરૂપણને કારણે ગ્રામચેતના અંતર્ગત રચાતી વાર્તાઓમાં નોંધપાત્ર પ્રદાન બની રહે છે.
  આ સંગ્રહની બધી જ વાર્તાઓ ગ્રામપરિવેશમાં ઉઘડે છે, અને ગ્રામજીવનના બહોળા પરિમાણોનો વિસ્તાર કરે છે.
  ‘ગજવામાં ગામ’ સંગ્રહની પ્રથમ આવૃત્તિ 1998માં થઇ, એ પહેલા *આ વાર્તાઓ ‘આરામ’, ‘ચાંદની’, ‘નવનીત સમર્પણ’, ‘સંદેશ’, ‘જનસત્તા’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’ જેવા સામયિકોમાં પ્રગટ થઇ ચૂકી હતી*.

  1998 પછી 2010માં આ વાર્તાઓની બીજી આવૃત્તિ પણ થઇ છે

  . ઓગણીસ વાર્તાઓના આ સંગ્રહની દરેક વાર્તા ગામડાનાં જનજીવન સાથે, ગ્રામસંસ્કૃતિ સાથે, ગ્રામપરિવેશ સાથે સંકળાઇને જનપદનાં માણસની સંવેદનપટૂતાને તથા તેમના પ્રશ્નો અનેઆંતરિક વિસંગતિઓનું સૂક્ષ્મનિરૂપણ કરતી આવે છે.શ્રી મનોહર ત્રિવેદીની આ વાર્તાઓમાં ગામ સજીવ અંગ બનીને પ્રગટ થયું છે.ગોહિલવાડી બોલીનો બળુકો પ્રયોગ, વાર્તામાટે યોગ્ય વાતાવરણ બાંધી આપવાની આવડત, વાર્તાકથનની કુશળતા, સંવેદનનેઘૂંટીને પીરસવાની કલા, વાર્તામાં આવતા ગ્રામતત્ત્વો સાથેની સજીવ એકતા ગ્રામચેતનાની આ વાર્તાઓને સહેજે સુંદર બનાવી દે છે.
  *મનોહર ત્રિવેદી ગ્રામચેતનનાં સર્જક છે, તેમના સર્જનમાં પછી તે કવિતા હોય, વાર્તા હોય કે પછી નિબંધ તેમાં ગ્રામજીવન અભિન્નઅંગ બનીને આવે છે*. એ વિશે મણિલાલ હ. પટેલ મનોહર ત્રિવેદીને ગ્રામચેતનાનાં સર્જકગણાવતા નોંધે છે-
  “ આ માણસના બધાં લેખન-સર્જનનીગળથૂંથીમાં તળચેતના છે-ગ્રામચેતના છે.ગીતકવિતામાં પણ આ સર્જક કવિ ગ્રામપરિવેશને જીવતો કરી દૈને પછી તરત તળજીવનની ભાવચેતના,જનપદનાં મનેખનાંઉઘાડાં મન અને એમની બોલી તથા એમનાંગાણાં-રોણાં બધું સહજ રીતે સંયોજીને કાવ્યત્વ સિદ્ધ કરે છે... ”

  *વાર્તામાં વર્ણન દ્વારા વાતાવરણ ઊભું કરવું અને પરિવેશને ઊભો કરવો એ બંને કામ પરસ્પર ભિન્નછે. પરિવેશના નિર્માણ માટે વર્ણન ઉપોયોગી થાય, પણ માત્ર વર્ણનથી જ પરિવેશ નિર્માણ નથી પામતો. એથી આગળ કહીએ તો પરિવેશ રચવો અને પરિવેશનેજીવંત બનાવવાનું કામ નોખું છે, પરિવેશને જીવંત બનાવવામાં સર્જકનીકુશળતા-દક્ષતા સાથે સાથે સર્જકના ગ્રામજીવનનાસંસ્કાર પણ અનિવાર્ય બની જાય છે. સર્જકના લોહીમાં જો ગ્રામજીવનના સંસ્કારો નહિ હોય,તો ગ્રામપરિવેશમાં પ્રાણ પુરવાનું કામ દુષ્કર થઇ પડે. એ દ્રષ્ટીએ જોતાં મનોહર ત્રિવેદી તળજીવનના સંસ્કારપ્રધાન પુરુષ છે,એમ કહેવામાં અતિશયોક્તિ નથી*

  તેમની વાર્તાઓમાં ગ્રામચેતના બાહ્ય,બેસાડી દીધેલ, વાતાવરણની જમાવટ પુરતી નથી હોતી, પણ ગ્રામજીવનના ધબકારસાથે લોહીના સંસ્કારમાંથી સ્ફુરણ પામતી ચેતનાના પરિણામરૂપ, પરિવેશની સજીવતા સિદ્ધ કરે છે.
  કોઈ પણ સર્જક ગ્રામસ્તરે જ્યારે કામ કરતો હોય ત્યારે તે ભાષા-બોલીનો શક્ય એટલો નિષ્કર્ષ સાધવાનો પ્રયત્ન કરતો હોય છે. સામાન્ય રીતે સર્જક ગ્રામબોલી-લોકબોલી સંદર્ભે, તથા ગામડાઓમાં જોવા મળતા વાતાવરણ, તેમાં ગ્રામવાસીઓનું રહેઠાણ- ઝૂપડી, આવાસો, ફળિયા, ગામની પાદર-ભાગોળની ભવ્યતા, સીમ, ખેતર, બળદ જેવા ક્ષેત્રો પસંદ કરી તેમાં રચ્યાં-પચ્યાં રહેતાં હોય છે.
  તો ક્યારેક શહેરી વસવાટને કારણે ગામથી દૂર થયાનો ઝૂરાપાને વિષય તરીકે લઇ ગામ સાથેનો વિચ્છેદ-લગાવને કથાવસ્તુમાં ગૂંથીને રાજી થતાં હોય છે. પણએ પ્રયુક્તિઓ ક્યારેક તકલાદી સાબિત થતી હોય છે. જેનામાં ગ્રામસંસ્કારનો છાંટો પણ નથી એવાસર્જકો તળદેવતાને જીવંત કરી શકે નહિ, કારણકે ગ્રામજીવનનેઊભું કરવામાં તેમનું અનુભવ જગત થોડું તો ઊણું ઉતરવાનોસંભવ છે

  . મનોહર ત્રિવેદીની વાર્તાઓમાં પરિવેશવર્ણન દ્વારા નિર્માણ પામતા વાતાવરણ પુરતો સીમિત નથી બનતો, પણ એ પરીવેશ વાર્તાની વ્યંજના માટે અનુરૂપ એવીપ્રતીકયોજના ઊભી કરી આપતું સાધનપણ બનીરહે છે.

  ‘ગજવામાં ગામ’ સંગ્રહની કોઈપણ વાર્તા વાંચી જુઓ, આપણું પરંપરિત ગામ, ગામ સાથે સંકળાયેલી સંવેદના અને ભાવચેતાના તથાગામડાનાં મનેખનાં ઉઘાડા મન અને હૃદય દેખાઈ આવશે.
  વાર્તામાં ગદ્યની સજીવતા કે જેમાં સર્જકનું ગ્રામજીવનને જીવંત બનાવવાનું કામ જોઈ શકાય છે.
  “ એના હાથમાંનું ધારિયુંય ઝાંખાપાંખાઉજાસમાં એની આંખમાં ઝબકી ઊઠ્યું....”
  *** એવી ગભરામણ કે છાતી પર મણમણની શિલા વળગાડીને એ ઊભો છે, જાણે તસુ પણ ચસકવાનો સોં નથી રહ્યો,...
  *** તબક્તી હતી એ એની ઝાળઝાળ થતી લાલઘૂમ આંખો હતી કેએના હોઠ વચ્ચે સળગતી બીડીને લીધે એવો ભાસ થતો હતો.....
  *** ઊભાં થઇ ગયેલા રોંગટાં તીરની જેમ શરીરમાં ‘ખચ્ચ’ દઈને ખૂંતાડી દીધા હોય દુદાએ,...”
  *સાયુજ્ય ગ્રુપ તરફથી વડીલ સન્માનનીય સાહિત્યકાર, શ્રી મનોહર ભાઈ ને સ્વસ્થ તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય માટે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અને તેમનું માર્ગદર્શન અને પ્રકાશનો હજુ પણ આપણને મળતા રહે તેવી વિનંતી*
  *શ્રી મનોહર ત્રિવેદી ની સાહિત્ય સમજ અને તે અંગે તેમના યોગદાન માટે તેમના પોતાના વિચાર*
  *મને વૈવિધ્ય ગમે છે.હું મારી શૈલીનો બંધક ન બની જાઉં એટલે જુદી જુદી વિધાઓમાં કલમને મેં વિહરવા દીધી છે, તેથી જ પદ્ય અને ગદ્ય બેઉમાં પ્રવાસ થતો રહે છે* *કોઈ કોઈને ગમી જાય છે ત્યારે સર્જનનો આનંદ પોતાના માથા પર એક પીછું ઓર ઉમેરી લે છે*

  માનનીય કવિ શ્રી વિનોદ જોશી દ્વારા લખાયેલ લંબાણપૂર્વક પદ્ય આચમન આ સાથે ફાઇલ એટેચ કરેલ છે
  સંકલન : હરીશ શાહ
  રેફરન્સ
  વણકર ધર્મેશકુમારનો બ્લોગ, *શ્રી મનોહરભાઈનું માર્ગદર્શન
  * માનનીય કવિ શ્રી વિનોદ જોશી દ્વારા લખાયેલ લંબાણપૂર્વક પદ્ય આચમન આ સાથે ફાઇલ એટેચ કરેલ છે*

  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home