નયનેશ જાની  

નયનેશ જાની


  નયનેશ જાની Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3

  નયનેશ જાની નો પરિચય
  આદરણીય સાયુજ્ય મિત્રો


  સુગમ સંગીત નો અલભ્ય સુર નયનેશ જાની
  Source : ફીલિંગ્સ મેગેઝીન

  સ્વભાવે વિનમ્ર ખુબ જ સાલસ, સરળ અને ખૂબ જ સુંદર સ્વરના માલિક એવા શ્રી નયનેશ ભાઈ જાની આપણા સાયુજ્ય ના પ્રેમ સભર વ્યક્તિત્વ આવો આજે એમની સાથે રૂબરૂ કરીએ
  થોડા એમના સર્જન એમના સ્વરાંકનમાં તૈયાર થયેલા અત્યંત લોકપ્રિય ગીતો

  (1) આંખોમાં બેઠેલા ચાતક
  (ર) ભીંતે ચીતરેલ રૂડા
  (3) એક સાબરકાંઠાનો શાહુકાર
  (4) ફાગણની ઝાળ ઝાળ
  (પ) તું અને હું જાણે સામા કિનારા
  (6) બહુ હૈયે રાખી હોમ
  (7) બિરદાળી બહુચરવાળી
  (8) હે આવી આસોની રઢિયાળી રાત
  (9) રંગવાદળી
  (10) છાયી રે છાયી ઘનઘોર ઘટા

  અને આવા અનેક હદય સ્પર્શી ગીતો ગુજરાતી સુગમ સંગીત અને આપનાર એવા શ્રી નયનેશ જાની તેમના અવાજના એક અલગ અભિગમ માટે ખૂબ જ જાણીતા છે સરળ સ્વરાંકનો અને સહજ ગાયકી નયનેશ જાનીની ઓળખ છે. તેમનાં સ્વરબદ્ધ કરેલાં બે ગીતો `આંખોમાં બેઠેલા ચાતક’ અને `ભીંતે ચીતરેલ રૂડા ગરવા ગણપતિ’ ગીતો ખૂબ જ લોકપ્રિય છે.

  મુળ કલોલ ગામ ના હાલ અમદાવાદના સંગીતકાર નયનેશ જાનીમાં સંગીતના બીજ બાળપણથી રોપાયા હતા. તેમણે લોક-સુગમ સંગીત ના આલ્બમ તૈયાર કર્યા છે તથા સ્ટેજ ગરબાનું આયોજન પણ તેઓ કરે છે. આ સિવાય તેઓ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ સાથે પણ સંલગ્ન હતા જો કે હાલ આ ફાઉન્ડેશન પ્રવૃત્ત નથી. પ્રારંભિક તાલીમ પં. બાલકૃષ્ણ નાયક પાસે લીધી હતી ત્યારબાદ શાસ્ત્રીય સંગીત શીખ્યા. જો કે તેમને કાવ્યસંગીત ખૂબ ગમતું હતું એથી સુગમસંગીતમાં જ નવાં સ્વરાંકનો કરવાનું શરૂ કર્યું. એ પછી અમદાવાદમાં રસિકલાલ ભોજકની સંસ્થા `સ્વરમ્’માં ગાયક તરીકે જોડાયા.

  સંગીતના યાદગાર અનુભવ વિશે નયનેશ જાની કહે છે કે, `અમદાવાદમાં `મહેફિલ’ સંગીતસ્પર્ધામાં 45 કલાકારો વચ્ચેની સ્પર્ધામાં હું ફાઈનલ સુધી પહોંચ્યો હતો. ફાઈનલમાં મારી સામે નિશા ઉપાધ્યાય સહિત ત્રણ સ્પર્ધક હતા જેમણે મારાં સ્વરાંકનો ગાવાનું પસંદ કર્યું હતું. એમાં નિશાએ મારું ગીત `આંખોમાં બેઠેલા ચાતક’ ગાયું અને એ વન્સ મોર થયું એટલું જ નહીં નિશા એ સ્પર્ધામાં પ્રથમ આવી.
  પણ મારું સ્વરાંકન હોવાથી મને સવિશેષ આનંદ થયો હતો."

  પ્રતિષ્ઠિત એવોર્ડ ઘણા બધા પ્રાપ્ત કર્યા... જેમાં મુખ્યત્વે.
  2004...ગુજરાત ગૌરવ પુરસ્કાર
  2017...શ્રી રાસબિહારી દેસાઈ..સન્માન શ્રી મોરારી બાપુના વરદ હસ્તે પ્રાપ્ત થયું હતું
  2018...શ્રી અવિનાશ વ્યાસ..સન્માન

  આવા છે આપણા સંગીતનાના, સાયુજ્ય ના અદકેરા ગાયક શ્રી નયનેશ જાની આશા કરીએ તે વધુ ને વધુ એમનો લાભ આપણને મળતો રહે
  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home