ડો નીરજ મહેતા


ડો નીરજ મહેતા


  ડો નીરજ મહેતા Audio :


  1.mp3  2.mp3  3.mp3  4.mp3


  ડો નીરજ મહેતા Image Gallery:


  ડો નીરજ મહેતા Image Gallery

  ડો નીરજ મહેતાનો પરિચય


  16.01.2019
  આદરણીય સાયુજ્ય મિત્રો> પ્રભુ ધન્વન્તરી ના અનુગ્રહિત અને માં શારદાના આશીર્વાદ લઈને જે વ્યક્તિત્વ આપ સુધી પહોંચવાનું છે તે માત્ર MD આયુર્વેદ નહીં, પણ એક અદભુત કવિ છે કે જેઓના ગઝલ સંગ્રહ ગુજરાતી અને હિન્દી માં અદભુત રીતે બહાર પડેલા છે અને જેમાં અનેક નામી કવિઓએ ભરપૂર પ્રસરેલી છે જેની વિગતો આ સાથે આપ માણી શકશો

  જેઓ ખુબ સુંદર ચિત્રો બનાવે છે portrait બનાવે છે પેન્સિલ અને પેનથી પણ, ચેકવા માટે ઇરેઝરની તો જરૂર જ નથી

  જેઓ મિત્રો માટે ખૂબ જ શુકનિયાળ છે જેમને મિત્ર વર્તુળનું સંગઠન છે અને જેના માટે તેઓ પ્રભુનો આભાર માને છે ,

  ગુલઝારના તેઓ ખૂબ જ મોટા ચાહક છે ગુજરાતી સાહિત્યમાં મનોજ ખંડેરિયા થી બહુ જ પ્રભાવિત છે, તેઓ જિંદગીની પ્રત્યેક ક્ષણ આનંદથી જીવે છે, અનેક પુસ્તકોનું વાંચન કર્યું છે અને તેનાથી જ તેમનો લખવાનો શોખ થયો છે તેમની દીકરી પણ હવે લેખિકા સ્વરૂપે એક પુસ્તક બહાર પાડશે
  જેઓને અંગ્રેજી નોવેલ angels and demons ખૂબ જ ગમે છે હિન્દી સિનેજગતમાં મદનમોહન અને સચિન જીગર તેમના પસંદગીના કમ્પોઝર છે , રફી સાહેબ , સોનુ નિગમ અરિજિત સિંગ અને આશા ભોંસલે, સુનિધિ અને શ્રેયા સાંભળવા ખૂબ જ પસંદ છે તેમણે પ્રયોગાત્મક મુવીસ પણ ગમે છે

  તેઓ પોતે હાર્મોનિયમ અને કી-બોર્ડ પણ વગાડી શકે છે , તેમની દીકરી ખુબ સરસ હાર્મોનિયમ પ્લેયર છે તેઓને કરાઓકે સંગીત ખુબ જ ગમે છે અને તેના કાર્યક્રમો પણ આપેલા છે તેઓને ટ્રેકિંગ ખૂબ જ ગમે છે અને સંગીત તેઓને સાંભળવું ખુબ જ ગમે છે ,

  તેમણે તેમના વ્યવસાયની એટલે કે આયુર્વેદની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ લખી છે

  તેઓ પોતે કવિ છે ગુજરાતી અને હિન્દી-ઉર્દુ ભાષામાં કવિતાઓ લખી છે અને પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે, જેની વધુ વિગત આપણે આગળ જોઈએ છે.


  ખુલ્યાં દુવાર રણકી ભોગળ કહેરવામાં,
  મોડું કરો ન સાધો ! શ્રીફળ વધેરવામાં.

  પારા સમાન ચંચળ,ઝડપી ઉજાસથી પણ,
  મન મારમાર દોડે,નિષ્ફળ ઠહેરવામાં.

  છે એક આ પ્રતિક્ષા,બીજું હૃદય
  જેને મજા પડે છે અટકળ ઉછેરવામાં.

  આ દેહના વળાંકો ઢાંક્યા નથી ઢંકાતા,
  શું ભૂલ સૂર્યની થઈ વાદળ પહેરવામાં ?

  આખીય જિંદગીને કાપી,ઘસી,મઠારી,
  ઈશ્વર ગયો છે થાકી એક પળ વહેરવામાં.

  જો એટલી તિતિક્ષા 'નિરજ'માં હોત સાચ્ચે,
  તો તો જતે સમાઈ કાગળ ન ટેરવામાં.

  -નીરજ મહેતા

  _______________________________________

  દુનિયાને કેવું લાગે? કાલે ન હોઉં હું, તો
  કોઈ મનેય માગે? કાલે ન હોઉં હું, તો?

  કોને ફરક પડે છે કોના ખરી જવાથી?
  ફૂલો ખીલે ન બાગે? કાલે ન હોઉં હું, તો?

  આજે નથી સમય પણ, ગમતાં સ્થળે જવાનો
  પહોંચું પછી પ્રયાગે - કાલે ન હોઉં હું, તો?

  સઘળાં વિચાર વીંધીને શેરમાં પરોવું
  શું એ મનેય તાગે? કાલે ન હોઉં હું, તો?

  અંધાર જેવું ઓઢી પડખું ફરી જવાની
  આ રાત થોડી જાગે?! કાલે ન હોઉં હું, તો?

  તું છે, હજુય તું છે, રહેશે પછી સ્મરણમાં
  “નીરજ' ન સોચ આગે, “કાલે ન હોઉં હું, તો?”

  - નીરજ મહેતા

  _______________________________________

  અડાબીડ ઘોર અંધારું ક્ષણોમાં વ્હેરી આવ્યો છું
  હું સૂરજ નામના પંખીની પાંખો પહેરી આવ્યો છું

  « ખાલી શબ્દ છુટે હાથ મબલક વેરી આવ્યો છું
  અનેરાં અર્થ સાથોસાથમાં ઉછેરી આવ્યો છું

  સુખનવરની સભામાં લઈ ગઝલ અદકેરી આવ્યો છું
  તખલ્લુસ તો નથી મારો જ હું નામેરી આવ્યો છું

  ઉત્તાળો આવતાં પાછો તમારી શેરીએ આવ્યો
  હું ગરમાળો છું, તડકાઓની લઈને ફેરી આવ્યો છું

  મળ્યો છે એક 'હું' સજ્જડ હયાતી સાથે ચોંટેલો
  નહીંતર કેટલુંયે રાહમાં ખંખેરી આવ્યો છું

  બધાની આશ “નીરજ' સર્વદા જીવંત રાખું છું
  બધાંયે વાદળાંમાં કોર થઈ રૂપેરી આવ્યો છું

  - નીરજ મહેતા

  _______________________________________

  સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને
  ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને

  આયખું આખું નીરખવામાં વહી જાશે હવે
  એટલાં ખિસ્સે ભર્યા છે યાદના મન્વંતને

  છે...ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી
  એ જ પીડા - આજ પણ ક્યાં યાદ છે દુષ્યંતને

  જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત
  પૃષ્ઠ માફક જે પલટશે આયખાના અંતને

  કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
  હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને


  - નીરજ મહેતા

  _______________________________________

  जो कहा मैंने हकीकत के सिवा कुछ भी नहीं
  अब मेरे पास मुहब्बत के सिवा कुछ भी नहीं

  गर मिले कोई - उठें मुस्कु राहटें लब पे
  कौन जाने कि ये आदत के सिवा कुछ भी नहीं

  अस्लाबाख्द लिए लोग, डरें मुझसे, क्यों ?
  यूँ तेरे नाम की हिम्मत के सिवा कुछ भी नहीं

  जान को फाड़कर जी-तोड़ मुहब्बत की है
  उनकी नज़रो में ये जुर्रत, के सिवा कुछ भी नहीं

  काम सारे, सभी हालात निपट जाते हैं
  चाहिए सोच की शिद्वत, के सिवा कुछ भी नहीं

  सारे चेहरों सभी आँखो में है रंगत तेरी
  चारसू , तेरी रियासत के सिवा कुछ भी नहीं


  - नीरज महेता

  _______________________________________

  एक सी है रोज़मर्रा ज़िन्दगी
  है हवस, का एक दर्रा, ज़िन्दगी

  कह रही है अब सँवर ही जाऊँगी
  क्या चढ़ा बैठी है ठर्रा ज़िन्दगी ?

  डंक उसके पास है हर पल नये
  या मधुमक्यवी या बर्रा, ज़िन्दगी

  आरिवरी पल है समझकर मुस्कुरा
  मौत ही तो है - न थर्रा ज़िन्दगी

  क्यों कतारें लग गई हैं ? जान लो
  मिल रही है ज़र्रा ज़र्र, ज़िन्दगी


  - नीरज महेता

  ___________________________________

  कहने को तो हर पत्थर पर लिख सकते हो
  तैरोगे - गर अपने अंदर लिख सकते हो

  अपनी हालत कैसे जर्जर लिख सकते हो
  यह तो सोचो घायल हो - पर लिख सकते हो

  साफ़ मना है दीवारों पर कुछ भी लिखना
  ऐसी बातें दीवारों पर लिख सकते हो

  ग़ज़लें इस पर आकर मानो मुरझाती है
  इस काग़ज़ को बेशक बंजर लिख सकते हो

  सिलवट भी उठकर चल दी है उनके पीछे
  खाली रातें - खाली बिस्तर लिख सकते हो

  सच बोलोगे - यह लिख दो इतना काफी है
  बाकी बातें आगे चलकर लिख सकते हो


  - नीरज महेता

  _______________________________________

  પ્રિય મિત્ર ડૉ.નીરજભાઈને મબલખ અભિનંદન અને શુભેચ્છાઓ  હસતા રહેતા નીરજ મહેતા ,
  ગઝલો કહેતા નીરજ મહેતા !

  રાજકોટ જુનાગઢ વચ્ચે,
  ખળ ખળ વહેતા નીરજ મહેતા !

  કલમને કાજે મુંગા મોઢે,
  સઘળું સહેતાં નીરજ મહેતા !

  ભટાક ભોળા ! કળિયુગ માટે-
  નરસિંહ મહેતા નીરજ મહેતા !

  ~ ડૉ.મનોજ જોશી 'મન'
  (જામનગર)

  રેડ રાસ ( Red FM ) સીઝન 3 4 અને 5 માટે એમણે ગરબા લખેલા છે જે ઐશ્વર્યા મજુમદારે પણ ગાયેલા છે, જીગર દાન ગઢવી અને ગૌતમ ડાભીરે પણ અનુક્રમે ગાયેલા છે.

  આવો મળીએ કવિ, લેખક, ડોક્યુમેન્ટરી ફિલ્મ રાઇટર, ચિત્રકાર અને વ્યવસાયે આયુર્વેદિક તબીબ

  ડો નીરજ મહેતા


  ડૉ. નીરજ મહેતા, એમ. ડી. આયુર્વેદ જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ કોલેજમાં અગદતંત્ર વિભાગમાં વિભાગદ્યક્ષ તથા રીડર

  તારીખ 06-12-1980 જન્મેલા ડૉ.નીરજ મહેતા મૂળ રાજકોટના છે

  લેખન: કવિ
  (શબ્દસૃષ્ટિ, કવિતા, નવનીત સમર્પણ, કુમાર, કવિલોક અને અન્ય સામયિકોમાં રચનાઓ પ્રકાશિત, હિંદી-ઉર્દૂ રચનાઓ યુગીન કાવ્યા, અભિનવ પ્રયાસ, સાર્થક અને અન્ય સામયિકોમાં),

  *દૂરદર્શન પર પણ તેઓ વારંવાર કવિ સંમેલનમાં ભાગ લે છે, જેની માહિતી અત્રે આપેલી છે

  કૉલમિસ્ટ

  (આયુર્વેદ વિષયક કૉલમ- ખેતીની વાતમાં શેઢે ઊગ્યું આયુર્વેદ નામે, શ્રી ખોડલધામ સ્મૃતિમાં વૈદકનો વઘાર નામે કૉલમ અને સોપાન આજતક પત્રિકામાં વૈદ્ય સાથે વાર્તાલાપ નામે કૉલમ),
  લઘુકથાકાર,
  વાર્તાકાર,
  અનુવાદક,
  સમૃદ્ધ ખેતી સામયિકમાં ચાલો ઔષધ વાવીએ નામથી કૃષિનવલકથા

  કવિતા ગઝલ ક્ષેત્રે અનેક પારિતોષિક

  મમતા વાર્તા સ્પર્ધામાં દ્વિત્તીય ક્રમે વિજેતા (વાર્તા ‘બચી જવાની પીડા’)
  ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ વાર્તા સ્પર્ધામાં પ્રોત્સાહન ઇનામ (વાર્તા ‘ચહેરો’)
  લઘુકથા સ્પર્ધામાં પ્રોત્સાહન ઇનામ (લઘુકથા ‘હૂંફ’)
  ગુજરાતી ફિલ્મ "સમયચક્ર"માં ગીતકાર
  તાજેતરમાં નાથદ્વારા ખાતે "સાહિત્ય રત્ન" સન્માન

  પ્રકાશિત પુસ્તકો


  *ગરાસ* (ગુજરાતી ગઝલસંગ્રહ)
  *અલાવ* (હિન્દી ગઝલસંગ્રહ)
  *ઝરણાં ગાતાં ઝરણાં* (બાળગીત સંગ્રહ)
  *તુલસી* (આયુર્વેદ - અંગ્રેજી)
  *શેઢે ઉગ્યું આયુર્વેદ* (આયુર્વેદ)
  બે ભાગ માં *વૈદકનો વઘાર* (આયુર્વેદ) ભાગ 1
  હિન્દી ઉર્દુ સંગ્રહ *અલાવ* જેમાં રાજેન્દ્રનાથ રહબર અને પરવીન કુમાર અશ્ક જેવા ઉર્દુ સાહિત્ય જગતના ખ્યાતનામ કવિઓ છે તેમણે ખૂબ જ સુંદર રીતે શ્રી નીરજ મહેતાના આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રાણ પૂર્યા છે
  તો નિદા ફાઝલી, હસ્તીમલ હસ્તી ,ચાંદ શર્મા, ઝમીર દરવેશ, પૂનમ કૌસર ,ઘનશ્યામ અગ્રવાલ ઇન્દ્ર સેંગર, ઘનશ્યામ મુરલી જેવા ખ્યાતનામ સર્જકો સાથે તેમને ખૂબ જ અંગત મિત્રતા થઈ ગઈ

  ભગવાન થાવરાણી, સંજુ વાળા અને અશોક ચાવડા જેવા મિત્રોનું ઋણ સ્વીકાર કરે છે.
  શ્રી ડો. અશોક ચાવડા 'બેદિલ' ગરાસ ગુજરાતી ગઝલ સંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે, કવિ શબ્દોના મહાત્મ્ય થી અવગત છે અને એટલે જ આવું કહી શક્યા છે આ પુસ્તકમાં એક ભાવક તરીકે 81 ગઝલોના આ આગવા 'ગરાસ' માંથી પસાર થયા બાદ એવું તો ચોક્કસપણે કહી શકાય છે કે કવિનો આ ગઝલ સંગ્રહ કવિનો નહીં બની રહેતા ગુજરાતી ગઝલ પ્રેમીનો બની રહેશે કવિ નીરજ નો આ ગઝલનો આગવો 'ગરાસ' ગઝલ સાહિત્યમાં એક અલગ મુકામ સુધીની સફર કરીને આપણા સૌ કોઈનો 'ગરાસ' બની રહે તેવી હ્દયપૂર્વક ની શુભકામનાઓ

  ડોક્ટર નીરજ બહુમુખી પ્રતિભા છે,
  તેમને સાહિત્ય સિવાય પણ આયુર્વેદ ક્ષેત્રે અનેક યોગદાન આપેલા છે અને તે પણ નિ:સ્વાર્થ !
  ડોક્ટર નીરજભાઈ ગ્રામ્ય અંતરિયાળ વિભાગમાં પણ જઈને આયુર્વેદ વિશે ગ્રામજનોને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે આયુર્વેદની સમજ પાડે છે અને તેઓ તેમને આયુર્વેદમાં પ્રિલિમિનરી શિક્ષિત પણ કરે છે,

  *તેઓને એક બીજો બહુ સરસ શોખ છે અને તે છે ગમે તે પ્રકારના સાપને પણ પકડી શકે છે અને તેઓ સાપની જાતિ-પ્રજાતિ વિશે ઘણું જાણે છે*

  તેઓ ખૂબ જ સુંદર એક ચિત્રકાર પણ છે તેમની ચિત્રકલાના બેનમૂન નમૂનાઓ પણ આ સાથે આપ જોઈ શકશો,

  આવા લેખક કવિ અને આયુર્વેદના ડોક્ટર આયુર્વેદિક સાહિત્યમાં વિશેષ યોગદાન ડૉ.નીરજ મહેતા ને સાયુજ્ય ગ્રુપના અનેક અનેક અભિનંદન અનેક અનેક શુભેચ્છાઓ તેઓ તેમના ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધે અને સાહિત્યમાં પણ આપણા ગુજરાતીઓ નું નામ રોશન કરે એ જ આશા સહ અભ્યર્થના

  હરીશ શાહ
  વડોદરા

 • Home