નિર્મલ સંઘવી


 નિર્મલ સંઘવી


  નિર્મલ સંઘવી Audio :


  1.mp3  2.mp3 


  નિર્મલ સંઘવી Video:


  નિર્મલ સંઘવી Video

  નિર્મલ સંઘવીનો પરિચય


  17.01.2019
  આદરણીય સાયુજ્ય મિત્રો,

  Stringed instruments અને ગુજરાતી કલાકાર આ બે વચ્ચે અનોખું તાદાત્મ્ય છે ,
  આજે એક એવી પ્રતિભાનો પરિચય કરવા જઈ રહ્યા છીએ જેઓ ઘણા વર્ષોથી મેન્ડોલિન અને સિતાર દ્વારા તેમનું યોગદાન કલા ક્ષેત્રે આપી રહ્યા છે કેટલાય નામી દિગ્ગજ કલાકારો સાથે તેમણે સંગત કરી છે, સંખ્યાબંધ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યા છે અને સ્વભાવે એકદમ અંતર્મુખી સરળ, નમ્ર અને પારદર્શક,

  પોતાના ક્ષેત્રમાં એટલા ઊંડા અને અત્યંત ગંભીર રીતે પોતાના કાર્યને કલાજગત સુધી પહોંચાડવા તેમનો ફાળો ખરેખર અદભૂત છે ,
  અંગ્રેજીમાં જેને આપણે ડાઉન ટુ અર્થ કહીએ છીએ બસ તેની જ પ્રતિકૃતિ એટલે આજની પ્રતિભા !

  સુગમ સંગીત ક્ષેત્રે શાસ્ત્રીય ક્ષેત્રે લગભગ કોઈ દિગ્ગજ બાકી હોય નહીં અને સૌની સાથે તેમણે પોતાનો સાથ આપ્યો હોય ! અને સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યા હોય તેવા મેંડોલિન અને સિતારના અદભૂત કલાકાર સાયુજ્ય પ્રતિભા આજે આપણે પરિચય કરવા જઈ રહ્યા છીએ.

  આ ઉપરાંત અંગત રીતે એ ખૂબ જ સુંદર તબલાવાદક છે અને હાર્મોનિયમ પર પણ તેમના સૂર વગાડી શકે છે,
  અંગત રીતે પોતાના કાર્યને અત્યંત સુંદર રીતે સરળતાથી આગવી રીતે સ્ટેજ ઉપર stringed instrument ના જ્ઞાતા આજની આ સાયુજ્ય પ્રતિભા છે

  29 11 1970
  જન્મ સ્થળ અંજાર
  માંડવી કચ્છ ના રહેવાસી

  આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર અને ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા શ્રી વસંતભાઈનું પિતૃત્વ મેળવનાર

  નિર્મલ સંઘવી  વાણિજ્ય સ્નાતક થયા પછી મેન્ડોલીન અને સિતાર માં સંગીત વિશારદ થયા

  રાજ્ય સરકારની નવયુવાન યુવા પ્રતિભા શોધ બે વખત પ્રથમ વિજેતા થયા,
  તેઓ આકાશવાણીના પણ મેન્ડોલિન ના માન્ય કલાકાર છે

  તેઓનું અદ્વિતીય જ્ઞાન તેમને પ્રતિભાની આભા સુધી લઈ ગયું, અને તેઓ પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં 2004માં પ્રથમ વિજેતા બન્યા હતા,

  વ્યવસાયિક ધોરણે તેઓ construction મટીરીયલ ધંધામાં છે

  માંડવીમાં સ્વ, ચીમનભાઈ પટેલ પાસે સંગીતની તાલીમ લીધી, બાલ્યાવસ્થામાં તેઓ સંગીત તરફ એટલા આકર્ષાયા હતા છે ખૂબ જ નાની ઉંમરથી તેમણે સંગીતમાં તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું, તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારથી સંગીત શીખવાનું ચાલુ કર્યું ,

  સંગીત શીખવાની શરૂઆત બેંજો થી કરી હતી અને સાથે હાર્મોનિયમ ની તાલીમ લેવાનું ચાલુ કર્યું, ત્યારબાદ તેઓએ મેન્ડોલીન શીખવાનું ચાલુ કર્યું, તેમના ગુરુજી પોતે મેન્ડોલીન વગાડતા ન હતા પરંતુ તેમણે સરગમ વગાડીને બતાવીને ત્યારબાદ નિર્મલભાઇ એ જાતે જ પોતાની ક્ષમતાથી મેન્ડોલિન વગાડવા તૈયારી કરી અને તેમાં સફળતા મળી, મૅન્ડોલીન પર ખૂબ કઠિન મીંડ- ગમક કામ વગાડવા માં સફળતા હાંસિલ કરી Stringed instruments પર તેમનો હાથ બેસતો ગયો અને તેથી તેઓને અંદરથી આગળ પણ સિતાર માં હાથ અજમાવવાની અનુભૂતિ થતી રહી

  ધીરે ધીરે પછી સિતાર વગાડવાની શરૂઆત કરી અને સાથે તબલા પર કોઈની સાથે સંગત તો કરવાનું જ .

  હાલમાં મેન્ડોલીન અને સિતાર ખાસ stringed instrument છે અને હાર્મોનિયમ પર પણ સંગત કરી શકે છે

  લગભગ ૨૫ વર્ષ પહેલા સ્વ,પંડિત વિનાયક વોરા સાથે એક કાર્યક્રમ દરમિયાન તબલાની સંગત પણ કરી હતી અને તે દરમ્યાન પંડિતજીએ જાહેરમાં એમની તારીફ કરી હતી
  મોટા મોટા દિગ્ગજો સાથે કાર્યક્રમમાં મૅન્ડોલીન સંગત કરેલી છે જેવાકે આશિતભાઈ ,હેમાબેન, પુરુષોત્તમભાઈ સુરેશ જોશી ,ડો રોશન ભારતી , ઘનશ્યામ વાસવાણી ઓસમાણ મીર ,દુષ્યંત આહુજા, મન્સુર વાલેરા,સ્વ ચંદુભાઈ મટાણી,

  પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં યોજાયેલ સંગીત કાર્યક્રમો માં મેન્ડોલીન તથા સિતાર પર સંગત કરેલી છે

  ગુજરાત - મહારાષ્ટ્રના ઘણા શાસ્ત્રીય ગાયકો ગાયિકાઓ સાથે હાર્મોનિયમ સંગત પણ કરેલી છે. વિકાસ પરીખ, ઈશ્વર પંડિત,સ્વ ફિરોઝ ખાન સાહેબ, રેશમા ગોડબોલે, મુકુંદ ભટ્ટ। ચિંતનભાઈ પટેલ રાજ્ય લેવલના કલા મહાકુંભ માં નિર્ણાયક તરીકે પણ સેવા આપેલી છે

  પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પોરબંદર ખાતે સાંદિપની સંગીત મહોત્સવ માં મેન્ડોલિન વગાડી રમેશભાઈ ઓઝા ની દાદ મેળવી હતી,

  હાર્મોનિયમ નું ટ્યુનિંગ પણ ખૂબ સારું કરેછે અને સિતાર તથા તાનપુરા ની જીવારી પણ ખૂબ સારી બનાવી લે

  મોરારી બાપુ ની કથા માં જે હાર્મોનિયમ વાગે છે એનું ટ્યુનિંગ પણ નિર્મલ ભાઈ એ લગભગ 8 વર્સ પહેલા કરેલું

  શ્રી નિર્મલભાઇ ને ખુબ ખુબ સાયુજ્ય ગ્રુપના અભિનંદન અને આગામી દિવસોમાં પણ તેઓ ખૂબ ખૂબ આગળ વધે તેવી પ્રભુને પ્રાર્થના આ સાથે તેમના ચિત્ર મૂક્યા છે અને કેટલાક વિડીયો મૂક્યા છે,

  હરીશ શાહ
  વડોદરા


  ડો.ભરત પટેલની શુભેચ્છાઓ  અરે વાહ વાહ નિર્મલ.. ક્યાં બાત.. હાર્મોનિયમ, સિતાર, મૅડોલીન અને તબલા, તમામ અલગ અલગ પ્રકૃતિ ના વાદ્યો પર આટલો જબરો કમાન્ડ, સોંમ્ય, સાલસ સ્વભાવ, માં સરસ્વતી ની જ કૃપા..

  નિર્મલ ની એક બીજી આવડત એ છે કે સંગીતના વાદ્યો સાથે જોડવામાં આવતા પિક અપ માઇક અદભુત બનાવી જાણે છે. નિર્મલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


  નિર્મલ સંઘવી : sanghvinirmal@gmail.com
  Mobile : 9925638501  હરીશ શાહ ,
  વડોદરા

 • Home