ડો.પરેશ સોલંકી

ડો.પરેશ સોલંકી


  ડો.પરેશ સોલંકી Audio and Video :


  AIUDIO :

  1.mp3  2.mp3  3.mp3 


  VIDEO :

  Video 1   Video 2   Video 3  


  ડો.પરેશ સોલંકીનો પરિચય  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  " *સૂર્યના ઉદય સાથે આશા,શ્રદ્ધા,ઉમંગ પણ ઉગતા હોય છે.એ શ્રદ્ધામાં આપણે પણ ફરી ફરી અંકુરિત થતા હોઈએ છીએ.એ આશા સાથે ભીતરની સવેંદના લઈ શબ્દ જયારે ગઝલમાં ઉતરે છે ત્યારે એક ભાવ,એક સંતોષ,એક ભીતરી મોજ પ્રગટે છે* . જે લાખો કમાવાથી કે ભક્તિ-પૂજાથી મળતી નથી. નિજાનંદ તો ગઝલ અને કવિતા જ આપે"

  વ્યવસાયે ડોક્ટર અને વળી આત્માથી કવિ ગઝલકાર અને પદ્યકાર સાહિત્યનો લાગણીસભર અનુભવ તેમને તેમના વ્યવસાયમાં પણ પ્રાપ્ત થયો છે. તેઆે, કવિ-તબીબ હોવાના કારણે અનેક લોકોના સંપર્કમાં આવવાનો અવસર મળે ,હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ની સવેંદના ને સ્પર્શવાનો અવસર પ્રાપ્ત થાય , જયારે કોઈ દર્દી ને કવિતા સાંભળાવે , ત્યારે એમાંના ચ્હેરા ઉપર પરમ શાંતિ અને ખુશીનો તેમને અહેસાસ મળે છે. અને તેમને કવિ હોવાનો ગર્વ થાય છે.

  કયારેક અંતિમ શ્વાસ લેતા અને બીમારીથી મુક્ત થતા મરીઝની સંવેદના શબ્દોમાં ઉતરે છે.

  *જીંદગીને શ્વાસની ચૂપચાપ સંગત ચાલે છે*,
  *હાલ ભીતરમાં પળો નિકટને અંગત ચાલે છે*.
  આંકોલવાડી(ગીર)જિલ્લો જૂનાગઢે તારીખ 4/6/1968 એ જન્મેલા,ભાવનગરમાં તબીબી વ્યવસાય ધરાવતા

  ડોક્ટર પરેશ સોલંકી

  મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ. પુનિત મેડિકલ એન્ડ સર્જીકલ નર્સિંગ હોમ ધરાવે છે.

  કે જેમનો આજે આપણે પરિચય કરવા જઈ રહ્યા છીએ,
  *સાહિત્ય ક્ષેત્રમાં પ્રવેશ ભાવનગરમાં ચાલતી સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલને આભારી છે*. *કવિતા/ગઝલનું પ્રાથમિક જ્ઞાન કવિ,ગુણવંત ઉપાધ્યાય અને રાહી ઓધારિયા પાસેથી મેળવ્યું* . *"ડિપ્લોમા ઈન ગઝલ "સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ કરી*

  . *કવિતાનું એક સન્માન*

  *કવિશ્રી,આર.જે.નિમાવત એવોર્ડ મેળવેલ છે*
  *કવિતાના છાંદસ,અછાંદસ,ગીત,ગઝલ ક્ષેત્રે લેખન કાર્ય ઉપરાંત તબીબી ક્ષેત્રે શોધ લેખન. અને પ્રવાસ લેખો*.

  *અન્ય શોખમાં પ્રવાસ સમગ્ર ભારત અને આંતર રાષ્ટ્રીય 26 દેશોનો પ્રવાસ કરેલ છે.
  *ફોટોગ્રાફી કવિતાના પરિપેક્ષમાં અન્ય શોખ છે*

  *સ્ટેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન માં ડિરેક્ટર*

  *રમત ક્ષેત્રે બેડમિન્ટનમાં આંતર-યુનિ. અને નેશનલ લેવલ સુધી રમેલ છે*

  *આગામી ગઝલ સઁગ્રહ સંગત "

  *સ્વરકાર ડો.ભરત પટેલ અને ડો.ફિરદૌસ દેખયા દ્વાર તેઓની કૃતિના સ્વરાંકન થયેલા છે* .

  *તબીબી વ્યસાય માં હોવાથી માનવીય સવેંદના ને બહું નજીકથી સ્પર્શી શકવાનું બન્યું છે,એ સંવેદના શબ્દો અને કવિતામાં ઉતરવા લાગી* *ઘાયલ સાહેબ,મરીઝ,જલન માતરી જેવા ગઝલકાર સરળ બાની માં પરંપરાની ગઝલો આપી ગયા..બસ એવું સરળ અને શેરિયતથી ભરપૂર લખવાની યત્ન અને તેમનો આદર્શ છે*

  *કાવ્યક્ષેત્રે પ્રવેશ તેમના પત્ની ડો શીતલને આભારી છે* .

  કોલેજ કાળની છંદ વગરની કૃતિ એમના પત્ની ને હાથમાં આવી અને કહ્યું, આપ કાવ્ય લખી શકો છો. તેમના આગ્રહ અને પ્રેમને કારણે સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ, ભાવનગરથી તેમની સાહિત્ય ક્ષેત્રે શરૂઆત થઈ* .

  જયારે સૌ- પ્રથમ ગઝલ લખવાની શરૂઆત કરેલી એ દિવસોમાં લખતર મુકામે,કવિ રાજ લખતરવીના ગઝલ સંગ્રહ"રિવાયત"ના વિમોચન પ્રસંગે તેમને જવાનું થયું.સ્ટેજ ઉપર દિગ્ગજ કવિ શ્રી,રાજેન્દ્ર શુક્લ,ચિનુ મોદી,શૂન્ય પાલનપુરી,સંજુ વાળા અને ગુણવત ઉપધ્યાય સર્વેએ મારા કવિતા પ્રત્યેના પ્રેમને ઉમળકાથી વધાવીને મને મુશાયરના કવિ તરીકે સામેલ કર્યો

  દિગ્ગજ કવિ સામે કવિતા બોલાવનો ડર અને સ્ટેજ ફિઅર તે છતાં તેમની પ્રથમ ગઝલ પ્રથમ વખત સ્ટેજ પર કવિઓના આશીર્વાદ થી રજુ કરી અને ભરપૂર પ્રેમ મળ્યો તેમની પ્રથમ ગઝલ

  ગજબ હરકત કરી બેઠો,
  ગઝલ તમને ધરી બેઠો.

  અચાનક આજ ભીતરની,
  રજૂઆતો કરી બેઠો.

  કથન છું વેદનાનું હું,
  કવનમાં ચીતરી બેઠો.

  ખબર ક્યાં લાગણી ને છે,
  તસોતસ હું ભરી બેઠો.

  વગર નાવે ગઝલ દ્વારા,
  બધા સાગર તરી બેઠો

  ફકીરીની સ્તિથિને,
  દુવામાં વાપરી બેઠો.

  -ડો.પરેશ સોલંકી.

  *સાહિત્ય સાથેના સંબંધથી અનેક મિત્રો દિગજ્જ કવિઓ,સાહિત્યકાર,સ્વરકાર,ગાયક કલાકારના સંપર્કમાં આવવાનું તેમને થયું અને સર્વેનો પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત થયા ઉપરાંત શ્રી,રાજેન્દ્ર શુક્લ,ચિનુ મોદી,જલન માતરી,રાજેશ વ્યાસ(મિસ્કીન)ખલીલ ધનતેજવી,ગુણવંત ઉપાધ્યાય,કૃષ્ણ દવે,વિનોદ જોશી,ઉદયન ઠક્કર,હર્ષ બ્રહ્મભટ,રઘુવીર ચૌધરી,મુસાફિર પાલનપુરી,સંજુ વાળા,રાજ સાહેબ વિ.સાથે એક મંચ ઉપર કાવ્ય પાઠ કરવાનો અવસર પ્રાપ્ત થયો* .

  સાવ શ્રદ્ધા ડગમગી એવું નથી ઓ જીંદગી,
  કંઈક હમણાંથી સમય મારો વિસંગત ચાલે છે.

  મોત સાથે તો હજી ચર્ચા કરી છે,દોસ્ત ત્યાં-
  નામ મારું આપના હોઠે દિવંગત ચાલે છે.

  -ડો.પરેશ સોલંકી.

  *કવિતા અને સાહિત્ય એ નિજાનંદ,મસ્તી,મોજ,મિત્રતા એટલું બધું આપ્યું છે કે એકાદ ન ગમતી વાત પ્રત્યે ધ્યાન જ જતું નથી* .

  બસ શુદ્ધ આનંદ એ સિવાય કશું નહીં.

  દર્દ સાથે બેવડો નાતો રહ્યો છે,
  એક ખુદનું ને મરીઝોનું અલગથી.

  આવા અદભુત કવિ ગઝલકાર ઉમદા તબીબ , શ્રી પરેશ સોલંકી ને સાયુજ્ય ગ્રુપના અનેક અનેક ધન્યવાદ, શુભકામના અને આવનાર દિવસોમાં તેમની સાહિત્ય પ્રતિભા વધુ ને વધુ નિખાર પામે તે જ અભ્યર્થના સહિત

  હરીશ શાહ, વડોદરા
  07.01.2019

  વહી જતા સમયમાં,
  ઓગળી જતી ક્ષણોં.......
  હજી આંખોમાં દ્રશ્યમાન થઇ ને ફરે છે.
  હસીને હાંફી ગયેલા હોઠ,
  હવે કયારેક ખુલે છે.
  સ્પર્શ માટે તડપતી હથેળી,
  જંખના લઈ સુવે છે.
  બગીચાનો બાંકડો અને સ્તબ્ધ સ્ટ્રીટ લાઈટ,
  હજી,આપણી રાહ જુવે છે.
  મૂછમાં માથું કાઢતો સફેદ વાળ,
  જિંદગીની ફિલસુફી બતાવે છે.
  દીવાલોની તિરાડો અને ત્વચાની કરચલી.....
  કશુંક તૂટી રહ્યાનો અહેસાસ કરાવે છે.
  કલમ શબ્દોમાં લાગણી નીતારે છે.
  ને પ્રેમ આખી રાત તને વિચારે છે.
  પરંતુ,
  મારે સમય સાથે લડવું છે.
  ને ભરપૂર ચાહીને મરવું છે.
  પેલા,
  હોઠ,હથેળી,બાંકડો,સ્ટ્રીટ લાઈટ,ત્વચા અને સફેદ વાળને પડકારું છું.
  તું સમય છે.
  તો
  હું પ્રણય છું.

  ડો.પરેશ સોલંકી.

  ગીત

  કોરા રે આકાशे કાળું ડિબાંગ ઉર છાનું ને છપનું કૈં રોવે,
  લીલી છમ આખ્યુંમાં રાતા ઉજાગરા ને પાંપણની છાલકથી ધોવે,

  ખેતરનો ચાડિયો ય નફફટ થઇ ઉભો તે આખ્ખો દી'આમ મને ખીજવે,
  લસલસતા મોલમાં છે વ્હાલપનું પૂર કોણ તારા વિના જ મને ભીંજવે.

  ઓઢણીએ ટાંકેલા મોરલાય ટહુકીને રોજ રોજ વાટડીયું જોવે.
  લીલીછમ આંખ્યુંમાં રાતા.....

  આથમતા સૂરજને સંગ સંગ આથમતા અંગોમાં વરણાગી સૂર છે.
  વગડાનાં મારગને તાકું તું બોલ હજી પગરવ પણ કેટલોક દૂર છે.

  અધરાતે મધરાતે ખેંચી ખેંચીને સઈ હૈયાના શમણાં લોવે,
  લીલીછમ આખ્યુંમાં રાતા..
  -ડો.પરેશ સોલંકી.

  આસુંઓનો ભાર લાગ્યો,એટલે લખતો રહું છું,
  શબ્દ તરણહાર લાગ્યો,એટલે લખતો રહું છું.

  બેવફાઈ,દર્દ,ખાલીપો છતાં પણ લાગણીને,
  પ્રેમ મુશળધાર લાગ્યો,એટલે લખતો રહું છું.

  આમને આમ જીંદગી હાંફી રહી છે,ફેફસાંમાં-
  શ્વાસને પડકાર લાગ્યો,એટલે લખતો રહું છું.

  ના મળ્યો ઇશનો પુરાવો મંદિરો કે મસ્જિદોમાં,
  જીવમાં દાતાર લાગ્યો એટલે, લખતો રહું છું.

  થઈ ગયો છું આ ક્ષણોની ભીડમાં હું કેદ ત્યારે,
  ભીતરે વિસ્તાર લાગ્યો એટલે,લખતો રહું છું.

  - ડો.પરેશ સોલંકી.

  પ્રેમને કંઇ વેદનાનો ભાર લાગે?
  શાંત જળને પત્થરોનો માર લાગે?

  કેદ જંયા ઈશ્વર થયો છે ચણતરોમાં,
  મંદિરોને પણ ધરમનો ક્ષાર લાગે!

  શ્વાસ લે છે ઘર વચાળે તે છતાં પણ,
  તું દિવાલોની જ બારોબાર લાગે!
  br> દુઃખથી તું પર થવાની વાત ના કર,
  ઓચિંતા આઘાત પારાવાર લાગે!

  ભાર હેઠળ કંયા સુધી મળતા રહીશું,
  લાગણી સુનો સકળ સંસાર લાગે!

  -ડો.પરેશ સોલંકી.

  છૂટે શ્વાસ પાછળ ઈરાદા રહે છે,
  ફક્ત આંસુઓના દિલાશા રહે છે.

  વહી જાય જળ રેત પરથી સમયનું,
  ને વેરાન ખાલી કિનારા રહે છે.

  ઘણી વાર એવું બને પ્રેમમાં કે,
  અઢી શબ્દ સાથે નિસાસા રહે છે.

  લખે જાત બાળી ગઝલ ને છે શક્ય,
  શબદમાં ઝખમના તીખારા રહે છે.
  br> હથેળી ધરી હુંફ આપી શક્યાના,
  છબીમાં સ્વજન બસ બિચારા રહે છે.

  -ડો.પરેશ સોલંકી.

 • Home