પુનમબેન બારોટ


પુનમબેન બારોટ
  પુનમબેન બારોટ Video :  પુનમબેન બારોટનો પરિચય  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  08.01.2019 આદરણીય સાયુજ્ય મિત્રો આજે ફરી એકવાર સ્ત્રી કલાકાર ગરવો પરિચય સુગમ સંગીત, લોક સંગીત , લોકગીત અને અનેક પ્રકારની ગાયકી ધરાવતાં, ખૂબ જ પ્રતિભાવાન ગાયિકા જેમનો સ્વર મંચ થી લઈ પ્રેક્ષકો સુધી સૌને મંત્રમુગ્ધ કરતો હોય છે ,

  આ એવા ગાયિકા છે કે ખૂબ જ નાનપણથી ગાયકી ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યાં છે ,જીવનના અનેક ઉતાર-ચઢાવ પછી પણ અત્યારે ખૂબ જ સરસ પ્રતિભા એટલે જ આજ નો પરિચય

  પુનમબેન બારોટ

  પુનમબેન બારોટ કે જેવો ખૂબ જ સુંદર સ્વર ધરાવે છે લોકસંગીત, આધ્યાત્મિક કલા સ્થાપીત ગીતો અને લોકભોગ્ય ગીતોને મંચસ્થ કરી ખૂબ જ ચાહના મેળવી છે

  *પીતળ લોટા જળે ભરીયાં*
  *અને કિનખાબી કપડાંની કોર*
  એમના કાર્યક્રમમાં લોકો આ ગીતો સાંભળવાની રાહ જ જોતા હોય છે, તેમણે અનેક જાહેર કાર્યક્રમો ગાયક તરીકે કરેલા છે માતા અને પિતા બંને કલાક્ષેત્રે સંકળાયેલા હોવાથી *માત્ર ૮ વર્ષ ની ઉમર થી જાહેર કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો* તેમના પિતા સ્વરકાર હતા જ્યારે માતા ગીત લેખિકા હતા

  ૧૩ વર્ષ ની નાની ઉંમરે જય સાઉન્ડ દ્રારા કેસેટ પુનમ બારોટ ભાગ ૧ બહાર પાડવામાં આવી જેમા શ્રી અતુલભાઈ દેસાઈ એ પરિચય પણ આપ્યો છે

  *૧૯૮૭ માં સિમલા મુકામે અખિલ ભારતીય લોક સંગીત સમેલન માં ગુજરાત ના પ્રતિનિધિ તરીકે પૂનમબેનને પસંદગી મળેલ હતી* જેમા તેમની સાથ હેમંતભાઈ ચોહાણ ની પણ પસંદગી થયેલ ત્યાં ૨૨ રાજ્યોમાંથી ઉત્કૃષ્ટ રજુઆત ના પરિણામ સ્વરૂપ સિમલા નાટય એકેડમી એ પૂનમબેનનો કાર્યક્રમ રાખેલ તેમજ સિમલા રેડીયો સ્ટેશન માં પણ આમંત્રિત કયૉ અને ૩ થી ૪ ગીતો રેકોર્ડ કયૉ જયારે મધ્યપ્રદેશ અને ઓરિસ્સા ના કલાકારો ના એક એક ગીતો રેકોર્ડ કયૉ

  ૧૯૮૭ માં અમદાવાદ TV પર *મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં એ ભજન રજુ થયૂ અને ખૂબ જ પ્રસંશા પાત્ર બનતા તુરંત જ TV પર દશૅકો ની માંગણી ને ધ્યાનમાં લઈને અમદાવાદ દુરદશૅને તેમના ૧૦ ગીતો નુ રેકોર્ડીંગ કર્યું* જેમાં તેમના માતાના લખેલા અને પિતા ના કંપોઝ કરેલા કેટલાક સુગમ ગીતો રજુ કયૉ જેમા "જાવો શ્યામ ને શોધી લાવો" અને બીજા ૨ ૩ ગીતો ને ખૂબ આવકાર મળેલો , "જાવો શ્યામ ને શોધી લાવો જે તેમના માતા નુ નિર્મલ ઉપનામ થી લખેલ ગીત આજે પણ ઘણી જગ્યા એ ગવાય છે આમ તો પુનમબેન ના માતા પિતા શિક્ષક હતા અને સંગીત સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા હતા તેમના માતા ખૂબ સારી કવિતાઓ લખતા હતા અને પિતા નાટકોમાં પણ સંગીત આપતા હતા

  પૂનમબેનેના પિતાજીએ રમેશ મહેતા મુગટલાલ જોશી વગેરે સાથે કામ પણ કર્યું છે અને તેમની સાથે પણ ખુબ સારી મિત્રતા હતી,

  પુનમબેન બારૉટ M.A B.Ed first class અને સંગીત વિશારદ
  ૧૯૮૦ થી સંગીત યાત્રા ની શરૂઆત અનેક શહેરોમાં ભજન , સંતવાણી , ગઝલ પ્રોગ્રામ ,મ્યુઝિકલ પ્રોગ્રામો , આપેલ છે

  અમદાવાદ દુરદશૅન , TV9 , E TV , GTPL ડાયરો વગેરે માં કાર્યક્રમ રજુ થાય છે

  ૧૯ / ૭ / ૧૯૯૦ થી ભુજ રેડયો પર કાર્યક્રમ આપે છે અને બી હાઈ ગ્રેડ આકાશવાણીમાં ધરાવે છે અને હાલ રાજકોટ AIR પર પણ એપરુવ્ડ છે

  *તેઓને દિગ્ગજ કલાકારો ની પાસે રૂબરૂમાં ગાવા ની તક પણ મળી* *અને એમના આશીર્વાદ મેળવવા ની ઊતમ તક મળી છે પંડિત ભિમસેન જોષી* , *શ્રીપરવિન સુલતાનાજી ,શ્રી રાજનસાજન મિશ્રાજી ,શ્રી શંકર શંભુજી ,શ્રી ગુલામ અલીજી ,શ્રી અહેમદ હુશેન મહમદ હુશેનજી ,શ્રી અનુપ જલોટા શ્રી લક્ષ્મીકાન્ત પ્યારેલાલજી,શ્રી કલ્યાણજી આનંદજી ,શ્રી કવિતા ક્રિષ્નામૂર્તિ ,સોનુ નિગમ,શ્રી મહમદ અઝીઝ તેમજ જશવિન્દર નરુલા* વિગેરે ની હાજરીમાં તેઓને ગાવાની તક મળેલી છે

  E TV ના *કોટે ટહુક્યા મોર* કાર્યક્રમ માં એન્કર તરીકે પણ કામ કર્યું અને તેનુ ટાઈટલ song પણ ગાયું તથા તેમા જજ તરીકે પણ કામ કર્યું,
  પુજ્ય મોરારીબાપુ એ તેમના ઘરે પધારી તેમને આશીર્વાદ આપી શાલ આઢાડી તેમને સન્માનિત કર્યાં છે,
  તેમને બાપુ પાસે અવાર નવાર ગાવાનું સૌભાગ્ય મળ્યું છે અને સૌરાષ્ટ્ર ગજરાત ના પ્રસિધ્ધ ગાયકો પૂજ્ય નારાયણ સ્વામી ,પૂજ્ય કાનદાસ બાપૂ, પૂજ્ય કનુભાઇ બારોટ હંસ ,શ્રી પ્રફુલ્લભાઈ, પ્રાણભાઈ થી લઈને અત્યાર સુધીના ઓસમાણ ભાઈ, કિર્તીભાઈ સુધી ના કલાકારો સાથે કામ કરેલ છેbr> ભૂજ રેડિયો સ્ટેશન દ્વારા ".એક નામ શેષ રવિ " એવું એક સંગીત રૂપક તૈયાર જેમા સ્વર આપનાર પૂનમબેન બારોટ ,નીગમ ઉપાધ્યાય ,પ્રદિપ ગઢવી વગેરે હતા આ સંગીત રૂપક ને કેન્દ્ર તરફ થી પ્રથમ રાષ્ટ્રીય પુરષ્કાર ભુજ રેડિયો સ્ટેશન ને મળેલ ત્યારે કેન્દ્ર નિયામક શ્રી વિજયભાઈ દિક્ષિત હતા,

  Zee TV સા રે ગ મા માં 1998 મા હોલી એપિસોડમાં સોનૂ નિઞમ ના સંચાલન માં સામેલ થવાની તક મળેલ
  શ્રી કલ્યાણજી આણંદજી દ્રારા પ્લેબેક સિંગર ની તાલીમ તથા ચિલ્ડ્રન ઓરકેષ્ટા માં શામેલ થવાનું આમંત્રણ મળેલ પરંતુ સંજોગોવસાત આવી સુંદર તક તેઓ ઝડપી ન શક્યાં. પરંતુ અત્યારે તેમની મહેનત થી લોકસંગીત ની દુનિયામાં સારું નામ અને લોકોનો પ્રેમ મેળવી શક્યા છે અને ખૂબ જ કાર્યરત છે,

  કોલેજ કાળ દરમ્યાન દરેક વર્ષે યુનિવર્સિટીની હળવું કંઠય સંગીત સ્પર્ધામા પ્રથમ સ્થાન મેળવ્યું હતુંr> *પુનમબેન ની દિકરી ક્રિષા પણ ખૂબ જ સુંદર ગાય છે, ડ્રોઈંગ પણ સરસ છે ને ખૂબ જ સુંદર નૃત્ય પણ કરે છે*

  આવી, ખુબ જ સિદ્ધિ હાંસલ કરેલી હોય, તેવા શ્રી પુનમબેનને સાયુજ્ય ગ્રુપના ખુબ ખુબ અભિનંદન , શુભેચ્છાઓ અને આવનારા દિવસોમાં , હજુ પણ વધુ ને વધુ પ્રગતિ કરે તેવી આશા સહ,

  હરીશ શાહ વડોદરા
  08.01.2018
 • Home