પ્રગતિ મહેતા


પ્રગતિ મહેતા


  પ્રગતિ મહેતા   Audio :


  1.mp3  2.mp3  3.mp3 


  પ્રગતિ મહેતા   Picture Gallery:


  પ્રગતિ મહેતા  Picture Gallery  પ્રગતિ મહેતાનો પરિચય


  26.01.2019

  આદરણીય સાયુજ્ય મિત્રો

  સુગમ સંગીત ક્ષેત્રે પૂર્વમાં આપણે કેટલાક ગાયિકાઓ વિશે ખૂબ જ સુંદર રીતે પરિચય કર્યો , તે જ સંદર્ભમાં આજે પણ આપણે વધુ એક સુગમ સંગીત ગાયિકા નો પરિચય કરીશું , કે જેઓ અત્યંત સુંદર રીતે છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું યોગદાન સુગમ સંગીત ક્ષેત્રે આપી રહ્યા છે જેઓ ખૂબ જ લાગણીશીલ અને અત્યંત ભાવસભર કંઠે તેમનું યોગદાન આપી રહ્યા હોઈ ઘણા જ અભિનંદનને પાત્ર થાય છે ,

  નાનપણથી જ જેઓએ સંગીત ગળથૂથીમાં મેળવી હોય અને પછી તજજ્ઞો દ્વારા તેનો અભ્યાસ કર્યો હોય અને વડોદરા મહારાજા સયાજીરાવ જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી માં એમ.પી.એ. ની અનુસ્નાતક ડિગ્રી લીધી હોય તેવા પ્રતિભાશાળી ગાયિકા એટલે જ આજ નો પરિચય

  મૂળ વતન ભુજ કચ્છ પિતા સ્વર્ગસ્થ નિખીલેશ ભાઈ વોરા આકાશવાણી ભુજ બી ગ્રેડ સુગમ સંગીત કલાકાર મુન્દ્રા કચ્છમાં, શિક્ષક તરીકે હતા માતા માનવંતાબેન ખૂબ જ મધુર કંઠ ધરાવતા હતાં.
  કાકા જ્યોતિષ વોરા તેમનાં સ્વરાંકનો ઓલ ઇન્ડિયા રેડિયો તથા તે સમયના યુવક મહોત્સવમાં અનેકવાર વિજેતા બનેલા.
  શાસ્ત્રીય સંગીતની તાલીમ વિધિવત માતા-પિતાએ આપી હતી
  ગુરુજી ચતુર સિંહજી જાડેજા પાસેથી સંગીત શીખ્યાં.

  ધોરણ 10 અને 12 માં સંગીત વિષયમાં બોર્ડમાં highest માર્ક પ્રાપ્ત કર્યા અને ધોરણ 12 માં કચ્છ ક્ષેત્રે પ્રથમ દસમા સ્થાન પ્રાપ્ત કર્યું અને સંગીત ક્ષેત્રે પણ ખૂબ જ ઉમદા ભવિષ્ય મેળવ્યું બહુ ઓછા વ્યક્તિઓને એ સદભાગ્ય પ્રાપ્ત થાય છે કે જે એમનો શોખ હોય એ જ એમના જીવનનો પર્યાય પણ બન્યો હોય કલાજગત સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં માટે તો એમની કળા જ એમની માટે સર્વસ્વ હોય છે

  આજના જે કલાકાર છે તેમને ઘણી વાર અવાજ દ્વારા આપણામાંથી ઘણાં મળ્યા છે પણ ખરા ! *પણ જ્યારે સંગીતવિશ્વ ફલક વિશે વાત નીકળે તો તેમની આંખોમાં ચમક દેખાય* ! *સુગમ સંગીત જગતની શોખીન વ્યક્તિઓ ભાગ્યે જ એમના નામથી અપરિચીત હશે એમના સુરીલા કંઠે અને સ્વરની અદભુત સમજને લીધે સંગીત માં આજે એમની ઓળખ છે* સંગીતની કલાને પોતાના શરીરમાં અણુ એ અણુમાં પ્રવર્તતા સુર ને સ્વરમાં પરિવર્તિત કરનારા આ કલાકાર, ગાયિકા તરીકે ખરેખર ખૂબ જ ઉચ્ચ કક્ષાની ગાયકી ધરાવે છે ,

  પિતા નિલેશભાઈ વોરા અને પિતાના પક્ષ દાદી પાસેથી સંગીતનો વારસો આવેલો હતો પિતા અને કાકા સુગમ સંગીતના ભારે શોખીન અને જાણકાર પણ એટલા જ તેથી જ ઘરમાં નો માહોલ બાળપણથી જ મળ્યો હતો આવો આજે મળીએ સુગમ સંગીતના શાશ્વત કલાકાર

  પ્રગતિ મહેતા ( વોરા )  પ્રગતિબેન ની સંગીત પ્રત્યેની રુચિ અને પિતાના પ્રોત્સાહનથી માત્ર દસ વર્ષની ઉંમરે તેમણે ચતુરસિંહ પાસે સંગીત શીખવાનું શરૂ કર્યું સંગીતના શિક્ષણની સાથે સોળ કળાએ પણ ખૂબ પ્રોત્સાહન મળતું હતું શાળા કક્ષાએ પણ રાજેશભાઈ કમલેશભાઈ જેવા ગુરુ શાળા કક્ષાએ મળ્યા અને ભણવામાં સૌથી આગળ હોવા છતાં દસમા ધોરણ પછી આર્ટ્સ પસંદ કરી બારમા ધોરણ બાદ સંગીત સાથે જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો,

  વર્ષ 2002માં એમ એસ યુનિવર્સિટી એમ.પી.એ.( માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ )ની ડિગ્રી હાંસલ કરી
  તે અરસામાં તેમના પિતાનું અવસાન થયું અને છતાં સંગીતે પ્રગતિબેન ને સાચા અર્થમાં મિત્રની જેમ સાચવી લીધા સંભાળી લીધા આ ઘટના બાદ તેઓ હંમેશા માટે કચ્છ પાછા ફર્યા ભુજના માતૃછાયા કન્યા વિધાલય અને પાટીદાર કન્યા વિદ્યાલય માં પણ સંગીત શિક્ષક તરીકે કાર્ય નક્કી કર્યું હતું

  પણ 2006માં માતા માનવંતા બેન નું અવસાન થયું એક એવો સમય આવ્યો જ્યાં બધી જ દિશાઓ ખુલ્લી હોવા છતાં બધું જ બંધ થઈ ગયું તેવો ભાસ થાય જીવન ચાલતું હોવા છતાં બધું જ અટકી ગયું હોય તેમ લાગવા માંડ્યું કે વ્યક્તિ માટે તો આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી

  2008માં શ્રી વિપુલભાઈ સાથે લગ્ન થયા અને ત્યારબાદ સાચા અર્થમાં સંગીત જીવનની શરૂઆત થઈ

  વિપુલભાઈ પણ તબલાંના નિષ્ણાત હોવાથી સંગીતની દુનિયામાં જાણે નવપ્રવેશ થયો માતા-પિતાની લીધે જે અંધકાર જીવન પર છવાયો હતો તેમના આવાથી બહાર નીકળી ગયો અને સંગીતમય વાતાવરણ પ્રગતિબેન ને મળ્યું, 2009માં ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેઓ સંગીત શિક્ષક તરીકે જોડાયા ભક્તિ સંગીત , સુગમ સંગીત માં તેઓ ખૂબ જ સુંદર સૂર રેલાવી શકતા હતા તેઓ કહે છે

  " સંગીત જ મારો શ્વાસ છે, મારા ભગવાન છે , હું આજે જે કંઈ પણ છું જ્યાં છું તે માત્ર અને માત્ર સંગીતને લીધે જ છું ક્યારેય સંગીત ને કેરિયર નથી માન્યું, તે મારો આત્મા છે અને મારો આત્મા મારાથી ક્યારેય જુદો નહીં થાય "  પ્રગતિ બેન ના શબ્દો એક સારા સૂરીલા વ્યક્તિની ઓળખ ધરાવે છે

  તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે  કંઠીલ કલરવ વડોદરા
  દીપ કલા ભરૂચ
  સૂર સંસાર રાજકોટ,
  ગ્રામોફોન ક્લબ અમદાવાદ
  જી.સી.ઈ.આર.ટી માં તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપ્યું ,
  મગોદ ખાતે સુગમ સંગીત શિબિર જ્ઞાનની આપ-લે કરી*

  ભક્તિ સંગીત ,સુગમ સંગીત ગરબાની અનેક સીડી માં પ્રગતિ બેન નો કંઠ આપ્યો

  નેશનલ એવોર્ડ વિજેતા એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કે જેમાં હતું તેમાં પણ પ્રગતિ બેન કંઠ આપ્યો હતો

  તેમના સાસુજી ગીતાબહેન ની હૂંફ અને તમામ સાથના લીધે આ બધું શક્ય બન્યું છે.. અને દીકરી પાવની માં સ્વરસંસ્કાર ઊતરે....એવી જ તેઓ પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે

  આવા અત્યંત ભાવસભર અને સંગીતને જ પોતાનું સર્વસ્વ ગણનારા શ્રી પ્રગતિબેન ને અનેક અનેક શુભકામનાઓ અને તેઓ હજુ પણ વધુ અને વધુ સંગીત ક્ષેત્રે શિખરો સર કરે , સુગમ સંગીત ક્ષેત્રે તેઓ પોતાનું નામ ઝળહળતું કરે એવી જ અનેક અનેક શુભેચ્છાઓ

  પ્રગતિ મહેતા

  Mobile : 9727715855  હરીશ શાહ
  વડોદરા
 • Home