રાજ લખતરવી  

રાજ લખતરવી


  Raj Lakhtarvi Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3

  રાજ લખતરવી નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  પરિચય ગાથા હવે સાયુજ્ય નો વારસો બનવા જઈ રહી છે,
  એક પછી એક સાહિત્ય અને સંગીત ક્ષેત્રના પ્રતિભાશાળી સર્જકો ની વણથંભી માહિતી આ પરિચય ગાથાથી આપણને મળી રહી છે સૌ સર્જકો નો ખુબ ખુબ આભાર

  *સંગીત અને સાહિત્ય આ બંનેનો સુભગ સંગમ એટલે જ સાયુજ્ય*,
  *સાહિત્ય અને સંગીત બંને ગીત અને ગઝલ દ્વારા લોકો સુધી પહોંચતું હોય છે, શબ્દો સંગીતનું હાર્દ છે અને સ્વર ગઝલનું આભૂષણ! જ્યારે સ્વરાંકન શબ્દો અને સંગીતનું કર્ણપ્રિય માધ્યમ છે, શબ્દો, સ્વર અને સ્વરાંકન આ ત્રણે કલાજગતમાં વિવિધ પ્રતિભાઓ દ્વારા ભાવકો સુધી વહેતા રહે છે અને આ જ માધ્યમમાં સૌ કોઈ આનંદને પ્રાપ્ત કરતા રહે છે*
  તેજ અંતર્ગત આજે આપણે એક એવા વ્યક્તિત્વનો પરિચય કરીશું કે જેનાથી એક વાત તો સિદ્ધ થઈ જાય છે કે સમાજની કોઇપણ શૈક્ષણિક કક્ષાની વ્યક્તિ કલાનું સર્જન કરી શકે છે ,

  *શ્રી રાજ લખતરવી*

  સમાજની, ગમે તેટલી ભણેલી વ્યક્તિ અથવા ઓછું ભણેલી વ્યક્તિ પણ સાહિત્ય ક્ષેત્રે નામ કરી શકે છે
  આજના પરિચયમાંથી આ સિદ્ધ થઈ જશે કે કલાનું સર્જન, સાહિત્યનું સર્જન એ માત્ર... માત્ર સરસ્વતીનું વરદાન છે દેવી શારદા ની કૃપા છે અને તે કૃપાપાત્ર, માત્ર અનુગ્રહથી અને પોતાના મક્કમ ઈરાદાથી એને મેળવી શકે છે આમ જોવા જઈએ તો જે વ્યક્તિત્વ ભૂતકાળના એવા સુરેન્દ્રનગરના લખ્તર સ્ટેટના રાજઘરાના સભ્ય હોય , અને વળી સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હોય પણ અમુક કારણોસર શિક્ષણ વધુ પ્રાપ્ત ન કરી શક્યા હોય , અને છતાં પોતાની એકાગ્રતાથી કંઈક સાહિત્યક્ષેત્રે કરી છૂટવાની વૃત્તિથી ,પોતાની બુદ્ધિથી સાંસ્કૃતિક પ્રવૃત્તિ થી આ વ્યક્તિત્વ ખૂબ જ અલગ હોય છે
  ગઝલ આમ તો ઘણા લખે છે પણ આ ગઝલકાર એટલે અદભુત ભાવ અને અભિભૂત રજૂઆત અને તે જ ભાવ લઈ ને પ્રસ્તુત કરી રહ્યો છું સુરેન્દ્રનગરના ભૂતકાળના સ્ટેટ લખતર સુરેન્દ્રનગર ના રાજઘરાના ના સભ્ય શ્રી *પૃથ્વીરાજસિંહ મદનસિંહ ઝાલા*

  એટલે કે
  *શ્રી રાજ લખતરવી*

  *આવો જાણીએ તેમની સાહિત્ય ની સફર કે જેમના કલાગુરુ શ્રી અમૃત ઘાયલ હતા, તેઓનો જન્મ જાન્યુઆરી 1958 લખતર સ્ટેટમાં રાજઘરાના માં થયો હતો તેઓએ ખુબ શરૂથી એટલે કે 1983થી લખવાનું શરૂ કર્યું હતું અને તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ *લાજવાબ* સન ૨૦૦૦ માં પ્રકાશિત થયો બીજો ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો *રિવાયત* 2011માં *જેમાંથી લાજવાબ ને મહેશ્વરી દેવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો અનેક માધ્યમથી તેમની સાહિત્ય કલા રજૂ થઈ

  દૈનિક સમાચાર પત્રો ,જયહિંદ જનસત્તા ગુજરાત સમાચાર અને સાપ્તાહિકો, પાક્ષિકોમાં પણ તેમની ગઝલો અવાર નવાર આવતી રહી છે ખૂબ જ ગર્વની વાત એ છે કે પાકિસ્તાન થી પ્રગટ થતા મેમણ ન્યૂઝમાં 3 એમની રચનાઓ રજૂ થયેલ છે

  રાજકોટ રેડિયો પર અવાર-નવાર ગાયક મકબુલ વાલેરા દ્વારા એમની ગઝલો ગવાઇ છે
  દૂરદર્શન માં એમના ઘણાં ઈન્ટરવ્યૂ આવેલા છે , રાજકોટ રેડિયો સ્ટેશનમાં એમના ઇન્ટરવ્યુ આવેલા છે
  રાજકોટ દુરદર્શન એમના ઇન્ટરવ્યુ આવેલા છે શ્રી જયદેવ ભોજન દ્વારા પણ એમની ગઝલો કમ્પોઝ થયેલી છે ડો. ભરતભાઈ પટેલ દ્વારા કમ્પોઝ પણ થયેલી છે
  બીજા અનેક સામયિકોમાં એમની ગઝલો પ્રસ્તુત થઈ છે અને અસંખ્ય મુશાયરાઓમાં જાણીતા-અજાણ્યા વચ્ચે તેમને ભાગ લીધેલો છે

  જેની શરૂઆત એક વિમોચન પ્રસંગે પાલનપુર થી શરૂ થઈ હતી
  અમદાવાદ ,જામનગર, જૂનાગઢ ,વડોદરા ,ભાવનગર ,સુરેન્દ્રનગર ,મોરબી ,જંબુસર અનેક જગ્યાઓએ મુશાયરામાં ભાગ લીધેલ છે

  રાજ લખતરવી સાહેબ મુશાયરાની શાન છે*
  શ્રી રાજ સાહેબનું ગઝલ પઠન એટલું સ્વાભાવિક હોય છે કે મુશાયરામાં અન્ય કવિમિત્રો અને શ્રોતાઓ એમને આવકારવામાં સૌથી વધારે પ્રમાણમાં ઉત્સુક હોય છે
  આકાશવાણી રાજકોટ અને દુરદર્શન કેન્દ્ર રાજકોટ પર અવાર નવાર તેમના કાવ્યપાઠ ના કાર્યક્રમો પ્રસારિત થાય છે.

  એમની રચનાઓ મન્સુર વાલેરા મકબુલ વાલેરા પીયુષ દવે રિયાઝ મીર જેવા કલાકારોએ પણ ગાય છે અને પ્રચલિત કરી છે

  *सवाल मंजिल का नही, सवाल कहीं पहुंचने का नहीं, कुछ पाने कानही-दिशा का है, आयाम का है. कंकड-पत्थर इकठ्ठे भी कर लिएकिसी ने, तो क्या पाएगा ? और हीरों की तलाश में खो भी गए, तोभी बहुत कुछ पा लिया जाता हैउस खोने में भी. अनंत की यात्रापर जो निकलते है, वे डुबने को भी उबरना समझते है*.
  - *ओशो*

  આવો માણીએ આવા અદભુત અને ઉચ્ચકોટિના ગઝલકાર એવા શ્રી રાજ લખતરવી સાહેબ ની રચના અને ગઝલો આ સાથે ડો.ભરતભાઈ પટેલે કોમ્પોઝ કરેલી અને મન્સુર વાલેરા મકબુલ વાલેરા અને પીયુષ દવે ,રિયાઝ મીર વગેરેએ ગાયેલી તેમની ગઝલો

 • Home

 • હરીશ શાહ
  22 12 2018
  વડોદરા