રીખવ મહેતા


 રીખવ મહેતા
  રીખવ મહેતા   Picture Gallery:  CLICK on image to view enlarge view


   રીખવ મહેતા

  રીખવ મહેતાનો પરિચય


  30.01.2019 ૧) *રીખવ પિનાકીનભાઈ મહેતા*,
  તેમને સંગીત નો વારસો ગળથુંથી મા મળ્યો.
  પિતાજી ગુજરાતી કાવ્ય સંગીત ના બહુ મોટા ભાવક.
  ટોચ ના દરેક કલાકારો સાથે ઘરોબો.
  પુરુષોત્તમ ભાઈ આશિતભાઇ રાસબિહારીભાઈ જેવા દિગ્ગજો ની યજમાની કરવાનો અવસર અનેકવાર તેમને મળ્યો.

  *આવું સુગમ સાંગીતિક વાતાવરણ બાળપણ થી જ મળ્યું. આ રંગે રંગાયેલા રહી ને તબલા ની તાલીમ રાજકોટ ની સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય મા અશ્વિનભાઇ દવે અને ત્યાર બાદ દેવેન્દ્રભાઈ દવે પાસે થી લીધી* . તબલા વિશારદ, અલંકાર પૂર્ણ કર્યુ. ત્યારબાદ એ જ સંસ્થા મા 4વર્ષ તબલા શિક્ષક તરીકે ફરજ બજાવી.

  તબલા અલંકાર ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા B P A બેચલર્સ ઈન પર્ફોર્મિંગ આર્ટ્સ- તબલા ની ડિગ્રી ડિસ્ટીંકશન સાથે મેળવી.
  *દૂરદર્શન અમદાવાદમાં સૌ પ્રથમ કાર્યક્રમ હૃદયસ્થ શ્રી ભદ્રાયુભાઈ ધોળકિયાની સાથે સંગતથી કરી અને ત્યારબાદ રાજકોટ દૂરદર્શનમાં શ્વેતકેતુભાઇ વોરાના માર્ગદર્શનમાં અનેક કાર્યક્રમમાં સંગત કરી* .

  જન્મ 3જી ઓક્ટોબર 1978 મુંબઈ ખાતે.

  કલાક્ષેત્રે શાસ્ત્રીય સંગીત સુગમ સંગીત લોક સંગીત શાસ્ત્રીય નૃત્ય આ દરેક પ્રકારો સાથે સંગત મા નિપુણતા.

  સોલી કાપડિયા ,નિશા કાપડિયા ,પુરુષોત્તમ ઉપાધ્યાય ,આશિત દેસાઈ ,હેમા દેસાઈ, પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા ,અમર ભટ્ટ જેવા અનેક દિગ્ગજો સાથે સુગમ સંગીત ના કાર્યક્રમો મા સંગત કરી.

  *સંતવાણી મા નિરંજન રાજ્યગુરુ દલપત પઢીયાર શાસ્ત્રીય સંગીત મા પીયુબેન સરખેલ અલંકાર સિંઘ વગેરે સાથે અનેક સંગીત સમારોહ મા જેમકે ઓમકારનાથ સમારોહ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ તાનારીરી સમારોહ વગેરે મા સંગત કરી* . વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રીમાં સોલી કાપડિયા સાથે 4વર્ષ સંગત

  સુરેશ જોષી, રેખા ત્રિવેદી ,નિશા પારઘી, નયનેશ જાની , નિરંજન રાજ્યગુરુ ,ભરત પટેલ ભદ્રાયુ ધોળકિયા ,અમન લેખડિયા વગેરે ઘણા કલાકારો સાથે તબલા સંગત કરી છે.

  સુગમ સંગીત પ્રત્યે ની સંગત ની સમજ કે જેમાં તબલું પણ જાણે સાથે ગાતું હોય તેવી રીતે અદબમાં રહી અને કૌશલ્ય બતાવવું એ ખાસિયત છે શાસ્ત્રીય સંગીત મા વિલંબિત ખયાલ મા વિલંબિત એકતાલ ઉપરાંત વિલંબિત ઝૂમરા વિલંબિત જપતાલ વિલંબિત તીનતાલ વગેરેમાં પરંગતતા *યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ મા વેસ્ટ ઝોન મા તૃતીયા, યુવા ઉત્સવ મા ઝોન કક્ષા એ પ્રથમ અને રાજ્ય કક્ષા એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો. દૂરદર્શન આકાશવાણી મા અનેક કાર્યક્રમ આપ્યા* .
  રાજકોટ મા અનંતભાઈ વ્યાસ રાજેશભાઈ વ્યાસ બ્રિજેનભાઈ ત્રિવેદી આ ત્રણ ત્રિપુટી એ ઘણા જ કાર્યક્રમો મા સંગત નો લાભ આપ્યો અને એ રીતે સઘન રિયાઝ અને અનુભવ આ બંને અગત્ય ના પાસા મળ્યા.
  રાજકોટ ના 25 વર્ષ ના વસવાટ મા ખુબ કાર્યક્રમો કર્યા. અત્યારે ભાવનગર મા સ્થાયી થઇ ને એપોલો મ્યૂનિક હેલ્થ ઈન્સુરન્સ કંપની મા બ્રાન્ચ મેનેજર ના હોદ્દા સાથે પણ સંગીતિક કાર્યક્રમો ચાલુ જ છે. 2005 ના વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના બંગલે સુગમ સંગીત ની મહેફિલ મા સંગત નો લ્હાવો મળ્યો.

  *રાજકોટ મુંબઈ વડોદરા આણંદ વિદ્યાનગર અમદાવાદ ચેન્નાઇ રાજસ્થાન નાગપુર વગેરે અનેક સ્થળે કાર્યક્રમ કર્યા. જૂનાગઢ મા પિયુષ દવે સંચાલિત પરેશ સ્મૃતિ કાર્યક્રમ મા સતત 8 વર્ષ થી સંગત કરે છે*

  આવા ઉમદા કલાકારને સાયુજ્ય પરિવારના અનેક અનેક અભિનંદન અને ઘણી શુભેચ્છા કે તેઓ આમ જ કલા જગતમાં તેમનું યોગદાન આપતા રહે

  હરીશ શાહ
  વડોદરા
 • Home