સાયુજ્ય સમાચાર  

શ્રી આલાપ દેસાઈ
અસ્મિતાપર્વ
ભારતીય વિદ્યા ભવન
અણધાર્યા રસ્તે
શ્રી આશિત દેસાઈને એવોર્ડ
મુનશીબંધુ - સૌમિલ અને શ્યામલ
શ્રીમતિ હેમાબેન દેસાઈ ને જીવન પત્ર એવોર્ડ
શ્રી સિતાંશુ યશચંદ્રને સરસ્વતી સન્માન એવાર્ડALAP DESAI

તા 14 જાન્યુઆરી 2019 થી સૂર્ય સંહિતા TV serial જેમાં આલાપ દેસાઈ નું સંગીત છે release થશે .ભાઈ શ્રી આલાપ દેસાઈ ને સાયુજ્ય તરફથી અભિનંદન chanel loksabha TV સમય રાતે 9.00 કલાકે

અસ્મિતાપર્વનિમંત્રણપત્રઆદરણીય શ્રી શબનમ ખોજા

સાદર વંદન. આપની સાથે ટેલિફોન પર થયેલી વાતમાં આપે અસ્મિતાપર્વમાં ઉપસ્થિત રહેવા સંમતિ આપી તે માટે આભાર વ્યક્ત કરીયે છીએ આપને એ જણાવવાની રજા લઈએ કે શ્રી હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં મહુવા, (જિ ભાવનગર ) ખાતે કેવળ ક્લાપ્રીતિથી નદીના તટે કૈલાસ ગુરુકુળના રમણીય નૈસર્ગિક પરિસરમાં સાહિત્ય, સંગીત અને વિવિધ કલાઓના સુજ્ઞ ભાવકોની સંનિધિમાં યોજાતા આ મહોત્સવમાં સંગીત, નાટક, લલિતકલા અને નૃત્યના ઉપાસકો તેમજ વિચારકો પધારે છે. સમગ્ર પર્વ આપણી કળા અને સંસ્કૃતિની અસ્મિતાના નિર્વ્યાજ જતન, સંવર્ધન અને ભાવનના હેતુથી યોજાય છે. કલાનો સાક્ષાત્કાર એ જ પરમતત્ત્વનો સાક્ષાત્કાર છે તેવી ભાવના આ આયોજનમાં સંમિલિત છે. આ વખતે તા. ૧૫ એપ્રિલ, સોમવારથી તા. ૧૯ એપ્રિલ, શુક્રવાર, ૨૦૧૯ દરમિયાન એક નાટ્યપ્રસ્તુતિ ઉપરાંત સાહિત્યસંગોષ્ઠિની પાંચ અને કાવ્યાયનની એક બેઠક યોજાશે, જેમાં સુખ્યાત સર્જકો-વિવેચકો-વિચારકો કાવ્યપાઠ તેમજ વિદ્રદ્ચર્ચા કરશે. રાત્રિકાર્યક્રમમાં દેશના સુખ્યાત કલાસાધકો શાસ્ત્રીય ગાયન, વાદન, અને નર્તનની પ્રસ્તુતિ કરશે. આ સમગ્ર ઉપક્રમ શુદ્ધ આનંદની ભૂમિકાનો અને કેવળ કલાવ્યાસંગ અર્થે હોય છે.

આ પત્ર આપને મોરારિબાપુ વતી નિમંત્રણરૂપે પાઠવીએ છીએ. આપ આ પર્વમાં બધા દિવસ ઉપસ્થિત રહી શકાય તે રીતે પધારો તેવી વિનંતી છે. આપ સમયોચિત આયોજન કરી શકો તે માટે આ પત્ર વહેલાસર મોકલીએ છીએ. આપ અને આપણી સાથેની અન્ય એક વ્યક્તિના મહુવા આવવા-જવાનાં વાહનખર્ય, ભોજન અને નિવાસની વ્યવસ્થા કરતાં તેમજ વ્ય, સંયોજન અને લેખને આદર-પુરસ્કારથી સત્કારતાં અમને આનંદ થશે. કાર્યક્રમસૂચિ આપને માર્ચના પ્રથમ સપ્તાહમાં મોકલી આપશું.

સમગ્ર કાર્યક્રમનું આસ્થા ટીવી. ચેનલ પરથી તેમજ www.moraribapu.org પરથી વિશ્વના170 દેશોમાં જીવંત પ્રસારણ થતું હોઈ પ્રત્યેક પ્રતિભાગી નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની પ્રસ્તુતિ સંપન્ન કરે તેવી નમ્ર વિનેતી છે સંગોષ્ઠિના વક્તાઓએ અસ્મિતાપર્વના વ્યાખ્યાનસંપુટના પ્રકાશનાર્થે ખપમાં લેવા માટે સૂચિત સમયમર્યાદામાં લિખિત વ્યાખ્યાન અવશ્ય મોકલી સહકાર આપવા વિનંતી છે. વક્તવ્ય સમયે આપના વ્યાખ્યાનની પ્રસ્‍તુતિ વાચનને બદલે મૌખિકરૂપે હોય તે ઇચ્છનીય છે.br> આ વર્ષે પણ પ્રતિવર્ષની જેમ ભારતીય શાસ્ત્રીય સંગીતના વરિષ્ઠ ગાયક-નર્તક અને વાદકોને હનુમંત એવોર્ડ, વરિષ્ઠ ગુજરાતી કલાસાધકને કૈલાસ લલિતકલા એવોર્ડ, અભિનયક્ષેત્રના વરિષ્ઠ કલાસાયકોને નટરાજ એવોર્ડ અને ગુજરાતી સુગમસંગીતનાં વરિષ્ઠ સાધકને અવિનાશ વ્યાસ એવોર્ડ અર્પણ થશે. એ પ્રસંગે પણ આપની ઉપસ્થિતિ અમને ગમશે.

આભાર,

સ્નેહાધીન,

(હરિશ્વનદ્ર જોશી) / (વિનોદ જોશી)

॥ જય સિયારામ II આદરણીય શ્રી શબનમ ખોજા

* સંગોષ્ઠિની તારીખ : 18.4.2019 , ગુરુવાર
* સંગોષિિનું શીર્ષક : કાવ્યાયન

* સંગોષ્ઠિનો સમય : 3.30 થી 6.00 pm
* આપનો વિષય :કાવ્યપાઠ
* વક્તવ્યની સમયમર્યાદા : 12 થી 13 મિનિટ
//-2/ // શ્રી હનુમાન જયંતી -૨૦૧૯ 3.34

હનુમંત સંગીતમહોત્સવ : ૪૨ «૩ અસ્મિતાપર્વ : ૨૨
નાટ્યપ્રસ્તુતિ, સાહિત્યસંગોષ્ઠિ, કાવ્યાયન, અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવ

(તા. ૧૫ એપ્રિલ, મોમવારથી તા. ૧૯ એપ્રિલ, શુક્રવાર, ૨૦૧૯)
શરી કેલાસ ગુરુકુળ, મહુવા અને શરી ચિત્રફૂટપામ ટ્રસ્ટ, તલગાજરડા ( જિ, ભાવનગર)

ન * લિખિત વક્તવ્ય મોકલવાની છેલ્લી તારીખ : ૩૧- 3 -૨૦૧૯
* આપના વક્તવ્ય સંદર્ભે કંઇ પૂછવું આવશ્યક જણાય તો અમારો સંપર્ક કરવા વિનંતી
* આભાર,
હરિશ્યન્દ્ર જોશી :
વિનોદ જોશી
દરેક કાર્યક્રમનો પ્રારંભ નિર્ધારિત સમયે જ થશે
કાર્યક્રમસ્થળ : કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા : ( જિ. ભાવનગર)
ફોન : ૦૨૮૪૪ ૨૨૨૦૯૦
॥ જય સિયારામ ।।
ભારતીય વિદ્યા ભવન


એક ખાસ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય વિદ્યા ભવન, અમદાવાદ આવકારે છે એવા કલાકારો ને કે જેઓ વિસરાઈ જતી કલા ની જાળવણી કરે છે, શીખી રહ્યાં છે અને આગળ ની પેઢી પણ આ કલાઓ ને જાળવે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. આ કલાઓ જેવી કે,

શાસ્ત્રીય નૃત્ય,  લોક નૃત્ય   શાસ્ત્રીય ગાયન, વાદન  લોકગીત,   લોકવાદ્ય વાદન  ભવાઈ,  કઠપૂતળી,  શેડૉ આર્ટ,  પ્રાચિન ચિત્રકલા,  શિલ્પકલા,  સુગમ   સમુહગાન...  ઐતિહાસિક નાટકો,  પ્રાચિન સાહિત્યનાં નાટકો   વગેરે.........

જો આપ કલાકાર હો, વૃંદ ધરાવતાં હો તો નીચેની વિગતો bcac.ahm@gmail. com પર નીચેની વિગતો મોકલી આપો.

1. વિગતવાર બાયોડેટા 2. પ્રસ્તુતિનો પ્રકાર
3. અન્ય ક્યાંય પ્રસ્તુતિ કરેલ હોય તો ફોટા, વિડિઓ ની લિંક
4. પ્રસ્તુતિ પ્રમાણે કલાકારો ની સંખ્યા
5. આશરે ઓછાં માં ઓછું બજેટ
6. અન્ય કઈં માહીતી.

આ પ્રોજેક્ટ સમગ્ર વરસ દરમ્યાન અમલ માં છે. જોકે ફેબ્રુઆરી માં અને માર્ચ માં વધારે કાર્યક્રમો થશે.

અન્ય સંસ્થાઓ કે જે આ પ્રકાર નાં આયોજન માં અને આ કલાકારો ને યોગ્ય મંચ આપવા ઇચ્છુક છે તેઓ પણ સંપર્ક કરી શકે છે.
સંદર્ભ : http://www.bcaca.in/infosys-outreach-cultural-program/br> સંપર્ક : 07925601727 / 9978977881

*અણધાર્યા રસ્તે*song of *Baap Re Baap*

Here comes debut song as lyrics writer...
Sung by Bollywood singer *Divyakumar* (Bhag Milkha, Bahubali, Zero fame)
Music by very talented friend *Rajiv Bhatt*
Penned by Bhargav thakar....
Enjoy.... Share.... And review....

શ્રી આશિત દેસાઈને સાહિત્ય સંગીત અકાદમી એવોર્ડભારતના રાષ્ટ્પતિ દ્વારા શ્રી આશિત દેસાઈનું સન્માન કરવામાં આવ્યુંAshit Desai

મુનશીબંધુ - સૌમિલ અને શ્યામલસામા વ્હેણે તરવા માટે સુખ્યાત મુનશીબંધુ - સૌમિલ અને શ્યામલ - ગુજરાતી સુગમસંગીતને આજના વિપરિત સંજોગ વચ્ચેય ગૂંજતું રાખવા મથી રહ્યા છે.

એમને વિશેષતા એ છે કે એમણે આ કલાપ્રવૃત્તિના બે પ્રવાહ - સુગમ સંગીત અને કાવ્ય સંગીતનો સંગમ રચ્યો છે. એમનાં સ્વરાંકનોમાં ગવાતી રચના કવિતા અને સંગીત બંનેના ભાવકોને પ્હોંચે છે અને અધિકારી તેમ જ સાધારણ ભાવકની દાદ પામે છે. એમણે કવિતાના ભાર વગર , સુગમ રચનાને આ કલાપ્રકારની જરુરિયાત ઓળખીને સ્વરાંકિત કરીને રજૂ કરી છે. આજના સમયની આ જરુરિયાત છે. અંગ્રેજી માધ્યમમાં ભણતી નવી પેઢી પાસે વિકલ્પો ઘણા છે. એને કારણે એમની સંગીતસૂઝ પણ જૂદી છે. એ શ્રોતાને ગુજરાતી ગીત સંગીત તરફ વાળવા કપરું જ છે. એ સમયે એમને ગુજરાતી ગીત અને નવા સંગીતના વિવેકપૂર્ણ મિશ્રણ વડે જ આકર્ષી શકાય. આ બંધુઓ પાસે કવિતા પસંદગીની સમજ છે અને સ્વરાંકનમાં પરંપરાથી માંડીને પ્રયોગ સુધીની સજ્જતા છે.

સુગમસંગીતના આ કલાકારોએ એમની પ્રતિબધ્ધતાનો પરિચય કરાવતા વિવિધ કલા પ્રવૃત્તિને આવરી લેતું એક સામાયિક શરુ કર્યું :
સ્વરસેતુ એની પ્રકાશિત સામગ્રી અને એનું મુદ્રણ બંને ગુણવત્તા સભર રહ્યા છે. વર્ષના માત્ર ૪૦૦/- ₹ ના લવાજમ સાથે પ્રગટ થતા આ માસિકનો આ ૧૦૦ મો અંક છે ત્યારે એનું લવાજમ ભરીને / જાહેરખબર આપીને સહયોગ આપી શકાય.

એમની સંગીતપ્રીતિ એમના આ સરનામા પર નજર કરતાં જ વરતાશે .. કદાચ એમના સિવાય કોઇ ભાગ્યે જ સરનામામાં ગુજરાતી સુગમસંગીતના આદ્યપુરુષ “ અવિનાશ વ્યાસ ચોક “ નો ઉલ્લેખ કરતું હશે..યુવક બિરાદરી જેનું નેતૃત્વ શ્રી ક્રાંતિ શાહ કરી રહ્યા છે તેમના તરફથી શ્રીમતિ હેમાબેન દેસાઈ ને જીવન પત્ર એવોર્ડ અર્પણHema Desai

સિતાંશુ યશચંદ્રને સરસ્વતી સન્માન એવાર્ડ


sitanshu

  • Back