ચંદ્રસેન સેવક  


ચંદ્રસેન સેવક


  Chandrasen Sevak Audio :


  1.mp3 2.mp3

  Chandrasen Sevak Video :


  Chandrasen Sevak Video

  ચંદ્રસેન સેવક નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,


  *કલાના સાગર જેવા સાયુજ્યમાં અનેકવિધ કલાઓથી સુશોભિત, અનેકવિધ પ્રતિભાઓથી સજ્જિત અને અનેકવિધ મહારથીઓથી ફળીભૂત થયેલ પરિચય ગાથા ના ત્રણ અઠવાડિયા આપણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે*

  આવતી કાલે પરિચય ગાથાનો રજત પરિચય હશે , એટલે કે 25 મો પરિચય,
  આજે 24 મો પરિચય, આવતીકાલે 25મો પરિચય,
  એક પણ દિવસ પડ્યા વગર સતત 25 મો પરિચય આપણે કાલે માણીશું, આપ સર્વેના સાથ સહકાર અને પ્રેરણા વગર આ કદાચ શક્ય ન હતું,
  ઉલ્લેખનીય શ્રી ભરતભાઈ પટેલ અને શ્રી સંજુભાઈ વાળાનો વિશેષ આભાર
  આજે ફરી એકવાર સુગમ સંગીતના ક્ષેત્રે સુંદર અવાજને વરેલા એક એવા કલાકાર કે જેઓ ખ્યાતનામ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટ્સ અનુસ્નાતક કક્ષાએ ઉત્તીર્ણ થયેલા અને કલા ક્ષેત્રે પોતાની છાતી પ્રાપ્ત કરનાર ખૂબ જ સુંદર કલાકાર માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ vocal અને પોતાની પ્રતિભાથી કલાજગતને અપ્રતિમ યોગદાન આપી રહ્યા છે આવો આજે મળીએ ખુબ સુંદર કલાકારને જેઓ નાનપણથી સંગીતમાં પોતાનો અભિગમ બતાવતા અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે

  *શ્રી ચંદ્રસેન સેવક*

  *બચપણ મા જ સંગીત ની તાલીમ તેમના પિતા શ્રી પંડિત અરૂણ કાન્ત સેવક પાસે થી લીધી હતી. તેમાં વાદ્ય, ગાયન બંને ની તાલીમ આપવામાં આવી હતી તેમના કાકા શ્રી હરિકાન્ત સેવક પાસેથી રાગો ને ગહનતા થી સમજ્યા* ઉત્કૃષ્ઠ પ્રકાર નો અનુભવ હતો.
  કૉલેજ મ્યુઝિક કોલેજ વડોદરાથી, માસ્ટર ડિગરી કરી ( માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટસ vocal )
  ત્યાં શ્રી દ્વારકાનાથ ભોંસલે શ્રી ઇશ્વર જાદવ સ્વ ઠક્કર સાહેબ પાસેથી સંગીત ની ઘનિષ્ટ તાલીમ લીધી.
  *ઘણી સુગમ સંગીતની સ્પર્ધા મા તેમજ શાસ્ત્રીય સંગીત ની સ્પર્ધા મા ભાગ લઇ પ્રથમ સ્થાન મેળવ્યું છે*

  તેઓ આકાશ વાણી Music Composer તેમજ સુગમ સંગીત માં પણ એ માન્ય આર્ટિસ્ટ છે તેમના સુગમ સંગીત નાં ગીતો,ગઝલ,હિન્દી,ગુજરાતી, રચના સ્પર્ધા ઘણી વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. પં.ઓમકાર નાથ સ્પર્ધા માં 1989 સુગમ સંગીત અને શ્રી ઓમકાર સ્પર્ધા 1995 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત

  *વડોદરા young ટેલેન્ટ 1988 થી 1990 સુધીમાં સ્પર્ધા માં ભાગ લઇ પ્રથમ સ્થાન મેળવ્યું છે*. હાલમાં કેન્દ્રીય વિદ્યાલય મા સંગીત શિક્ષક તરીકે સેવામાં છે ત્યાં હિન્દી midiam ના student માટે 50 ગીતોનુ એક આલ્બમ બનાવ્યું સરગમ બચ્ચો કી, તેમાં જે વિદ્યાર્થી ને સુર નું જ્ઞાન નાં હોય તેઓ પાસેથી આ ગીતો ગવડાવ્યા કેન્દ્રીય વિદ્યાલય તરફથી શ્રી ચંદ્રસેન ને Regional Award આપવામા આવ્યો
  Proffesional singer હોઈ , ગઝલ નાં show કરે છે, નવરાત્રીમા ગરબા ગાય છે તેમજ ગરબા compose કરી રાજ્ય કક્ષા સુધી ભાગ લીધેલ છે આ બધી સેવાઓ ને લીધે બ્રહ્મ ગૌરવ Award એનાયત થયો છે .

  * વડોદરા પર્ફોર્મિંગ આર્ટ્સ જ્યારે માસ્ટર ડિગ્રી કરી રહ્યા હતા ત્યારે ,કોલેજ કાળ દરમિયાન ઘણા ખ્યાત નામ શાસ્ત્રીય ગાયકો સાથે સ્વર સંગતિ, તેમજ સ્વ પંડિત ભીમસેન જોશી સાથે હાર્મોનિયમ સંગત કરેલ છે. જે તેમના માટે ખૂબ યાદગાર અનુભવ રહ્યાં છે*.

  સંગીતકારો માં હિન્દી ફિલ્મો ની વાત કરીએ તો મને જયદેવ, RD Burman,જગજીત સિંહ શંકર મહાદેવન આ બધાનું સંગીત સાંભળવું તેમને ગમે છે સુગમ સંગીત મા તેમને શ્રી પુરુષોત્તમ ભાઈ શ્રી આશિતભાઈ દેસાઈ, ક્ષેમુ કાકા , ગૌરાંગભાઈ અવિનાશભાઈ શ્યામલ સૌમિલ મુન્શી આ સંગીતકારો થી ખુબજ પ્રભાવિત રહ્યા છે,
  સાહિત્ય માં કવિ સંમેલન મા તેઓને જવું ગમે તેઓ સાથે ચર્ચા કરવી ગમે છે.તાજેતરમા જ કાર્યક્રમ "અડધી ચામાં પુરી જીંદગી એવી કરી કમાણી" કવિ શ્રી માધવ રામાનુજ ની રચના બધાને ખૂબ પસંદ કરી હતી. ગીત ગઝલ નો અભ્યાસ કારી પછી તેને કોમ્પૉઝ કરે છે
  તેમણે દૂર દર્શન તેમજ ગુજરાતી etv માં સુગમ સંગીત ના કાર્યક્રમ સફળતા પૂર્વક આપેલ છે.
  આવા સુગમ સંગીતના કલાકાર,
  શ્રી ચંદ્રસેન સેવકને સાયુજ્ય પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન અને તેમને ઘણી ઘણી શુભેચ્છાઓ

  આભાર
  હરીશ શાહ
  વડોદરા