ઝીંદેહસન શેખ


ઝીંદેહસન શેખ


  ઝીંદેહસન શેખ Audio :


  1.mp3   2.mp3  3.mp3  4.mp3  5.mp3  6.mp3   7.mp3   8.mp3 


  ઝીંદેહસન શેખ Video :


  ઝીંદેહસન શેખનો પરિચય  આદરણીય સાયુજ્ય મિત્રો ,

  સાર્થક સાયુજ્ય ગ્રુપના, અનંત પ્રતિભાસભર આપણા સાયુજ્ય મિત્રો અને તેમની પ્રતિભાને સૌ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આપ સૌના મોટિવેશનથી ચાલુ રહેશે એવી મને આશા છે , છેલ્લા થોડા દિવસોથી આપણે આજ ઉપક્રમમાં કેટલાક સ્વરકારો અને સંગીતકારો, સાહિત્યકારો વિશે વાત કરી આજે તબલા ( વાદ્ય સંગીત) તરફ પ્રયાણ કરીએ,

  हीत-मीत के दर्शन दुर्लभ
  जब से लेलस छाप गरीबी

  जन्म कर्ज में, मृत्यु कर्ज में
  अइसन चँपलस चाँप गरीबी

  सुन्दर, स्वस्थ,सपूत अमीरी
  जर्जर बूढ़ा बाप गरीबी

  जे अलाय बा ओकरा घर में
  पहुँचे अपने आप गरीबी

  ज्ञान भरल श्रम के लाठी से
  भागी अपने आप गरीबी

  - मनोज भावुक

  નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
  ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

  ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
  પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

  પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
  આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

  ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
  પછીઆ શહેર,આ ગલીઓ,આ ઘર મળે નમળે.

  રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
  પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

  વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
  ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

  વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
  અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

  - આદિલ મનસૂરી બંને ગઝલને ધ્યાનથી વાંચો એક ગઝલ જિંદગી જીવી જવા માટેની જરૂરિયાતો અને સ્વાશ્રયનું પરિણામ અને બીજી છે મજબુરીથી કરવી પડતી વતન છોડવાની ઘટના,

  જે પરિચય કરવા આપણે જોઈ રહ્યા છીએ તેમનો ભૂતકાળ કલાના સાગરમાં લહેરાતો હતો, કાળનું એવું કે બુલંદ ભૂતકાળ, બિહામણો વર્તમાન બની ગયો અને 1960માં વતન ઇટાવા યુપીથી આ કલાકારને રાજકોટ સુધી કુટુંબ સાથે ખેંચી લાવ્યો , રાજકોટમાં તેમના સંબંધી રહેતા હતા જેમણે આ કુટુંબને આશરો આપ્યો આંગળી પકડી માત્ર સાત વર્ષની ઉંમર અને તેઓ રાજકોટમાં જેમતેમ કરી આઠ દસ ચોપડી ભણ્યા અને ભણવા માટે પણ ખુબ જ નાની ઉંમરે અનેક જગ્યાએ નાના મોટા કામ કર્યા , રાજકોટના રેસકોર્સની ફૂટપાથથી લઈ કલા સામ્રાજ્યના શિખર સુધી પહોંચ્યા ......જેમના કુટુંબમાં અમુક નામ સાંભળતા એક એક રુંવાડા ઉભા થઈ જાય એટલા ઉચ્ચ કલાકારો !

  ખાન મસ્તાના (કે.એલ.સાયગલ ના સહયાત્રી)
  શાહિદ પરવેશ
  રઈશ ખાન
  ઉસ્તાદ ગુલામકાદિર ખાન સાહેબ
  નિલોફર બાનુ
  અબુલ હસન ( ભાઈ ) બોલીવુડના કવ્વાલ
  બંદેહસન બોલીવુડના કવ્વાલ ( પિતા )
  દાદા ઉસ્તાદ બુંદુખાન સાહેબ મહાન સારંગી વાદક

  આવા દિગ્ગજ કલાકારો જેમના કુટુંબમાં હોય અને તે કુટુંબના સંતાનને આટલો સંઘર્ષ કરીને યુ પી થી રાજકોટ આવું પડે , તેમની કારકિર્દીમાં સંઘર્ષનો ખૂબ મોટો હાથ હતો અને ઉસ્તાદ ગુલામ કાદિર ખાન સાહેબ કે જેઓ વિખ્યાત શાસ્ત્રીય ગાયક હતા તેમને આ પ્રતિભાને અને તેમના કુટુંબને રાજકોટમાં આશરો આપી ખૂબ જ મોટી સહાય કરી હતી , તેમના એક સબંધી નીલોફર બાનુ આ કલાકારને મુંબઈ તબલાના શિક્ષણ માટે લઈ ગયા જ્યાં વિશ્વવિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબે પોતાની સ્કોલરશીપ છોડી આ પ્રતિભાને આપી હતી લગભગ 600 શિષ્યોને કલાજગતમાં તૈયાર કરનાર તબલા વાદક ગુજરાતની ધરતીનો આભાર પ્રગટ કરે છે રાજકોટે આશરો આપ્યો તેથી તેના ઋણી છે

  સ્વભાવે એટલા સરળ, એટલા સાદા કે વાત કરીએ એમની સાલસતા આપણી આંખોને ભેજયુક્ત કરી દે ! બહુ જ ઓછા પવિત્ર હૃદયના આવા વ્યક્તિત્વને આજે પરિચય ગાથામાં ઉજાગર કરવા જઈ રહ્યા છીએ જે છે ગુજરાતનું ગૌરવ મહાન ગાયક બંદેહસન સાહેબ ના સુપુત્ર

  ઝિંદેહસન

  ઝીંદેહસન બંદેહસન શેખ

  જન્મસ્થળ આગ્રા.. 1960 થી રાજકોટ.
  આ એ જ પ્રતિભા છે કે જેમના પિતાશ્રી હિન્દી ફિલ્મ જગતમાં બહુ જ મોટા ગાયક હતા જેમના કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે જી હા વાત કરું છું મહાન ગાયક બંદેહસન સાહેબની કલા પરંપરામાં તેમના પુત્ર, તબલા વાદ્ય કલાકાર

  ઝિંદેહસનની
  દુનિયા ઝુક્તી હૈ (1960) ગાયક: મોહમ્મદ રફી, *બંદેહસન* સંગીત દિગ્દર્શક: હેમંત કુમાર
  ગીતકાર: રાજિન્દર ક્રિષ્ણ

  • : બ્લેક મેઇલર (1959)
  ગાયક: *બંદેહસન* સંગીત દિગ્દર્શક: ઇકબાલ
  ગીતકાર: બહાર અજમેરી

  • મlલિક (1958)
  ગાયક: શમશાદ બેગમ, *બંદેહસન*
  સંગીત દિગ્દર્શક: ગુલામ મોહમ્મદ
  ગીતકાર: શકીલ બદયૂની

  • મેરા સલામ (1957)
  ગાયક: *બંદેહસન* મોહમ્મદ રફી
  સંગીત દિગ્દર્શક: હાફિઝ ખાન
  ગીતકાર: શેવાન રીઝવી

  ઝીંદેહસન શેખ
  તબલા નું પ્રાથમિક શિક્ષણ રાજકોટ એકેડેમીમાં પરશુરામ ભોરવાણી સાહેબ પાસેથી લીધું , નીલોફર બાનુ આ કલાકારને મુંબઈ તબલાના શિક્ષણ માટે લઈ ગયા જ્યાં વિશ્વવિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબે પોતાની સ્કોલરશીપ છોડી આ પ્રતિભાને આપી હતી અજરાળા ઘરાના ની તાલીમ આકાશવાણી રાજકોટમાં ઉસ્તાદ છોટે ખાં સાહેબ પાસેથી લીધી. મૂળ ઇટાવા, યુપી ના રહેવાસી ઝિંદેહસન સાહેબે રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષા વિશારદ અને અલંકાર સુધી ની ડીગ્રી પ્રાપ્ત કરી. ગુજરાત રાજ્ય યુવક મહોત્સવ અને પંડિત ઓમકારનાથ ઠાકુર મહોત્સવમાં પ્રથમ વિજેતા બન્યા.

  71 થી 87 સુધી રાષ્ટ્રીય શાળામાં સંગીત મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરી ત્યાર પછી 1987 થી 2003 સુધી આકાશવાણી ભુજમાં B high ગ્રેડના તબલાવાદક તરીકે ફરજ બજાવી અને ત્યારબાદ ભૂકંપ 2001 પછી આકાશવાણી રાજકોટમાં 2013 સુધી ફરજ બજાવી.

  પિતાજી શ્રી બંદેહસન ખાન સાહેબ જે ભારત દેશના પ્રથમ ફિલ્મમાં ગાનાર કવ્વાલ તરીકે પ્રખ્યાત થયા જેમણે લતા મંગેશકર ,મહમદ રફી ,આશાભોંસલે ,શમશાદ બેગમ ,જેવા દિગ્ગજ કલાકારો સાથે બંદેહસન ખાન સાહેબની કવ્વાલી ફિલ્મોમાં હતી, જે આજે પણ પ્રાપ્ત છે જેના ઉદાહરણ મેં ઉપર આપ્યા છે તે વાંચશો

  જેઓ સુફી કલામના શહેનશાહ ગણાય છે સમગ્ર પરિવાર સંગીત નું માધ્યમ ધરાવતું અને જેમાં બિનકાર, સિતાર, કલાસિકલ ગાયન, નું પરિવાર જેમાં ઝીંદેહસન એકમાત્ર તબલા ના વિદ્વાન તરીકે નામના મેળવી.
  પ્રખ્યાત સિતારવાદક રઈશ ખાન સાહેબ એમના પારિવારિક ભાઈ થાય શાહિદ પરવેઝ પણ પારિવારિક ભાઈ થાય ઉસ્તાદ ગુલામ કાદિર ખાન સાહેબ એમના ફુવા થાય વિલાયત ખા સાહેબ અને ઇમરત ખાન સાહેબ એમના કાકા થાય. ઝિંદેહસન બંદેહસન સાહેબના મોટાભાઈ અબુલહસન ખાન પણ કવ્વાલી ના એ ખૂબ દિગ્ગજ કલાકાર તરીકે નામના મેળવી.

  વિલાયતખાંન, રઇસખાન, ઇમરત ખાન સાહેબ, સુલતાન ખાન જેવા દિગ્ગજો કલાકારો સાથે તબલા સંગત કરી. સુગમ સંગીતમાં નામાંકિત કલકરો જેવા કે પુરુષોત્તમભાઈ, આશીતભાઈ ,હેમાબહેન, જનાર્દન રાવલ, હર્ષિદાબહેન, જ્યૂથીકા રોય, જગજીત સિંગ, અહેમદ હુસેન- મહમદ હુસેન થી લઈ ને ગાર્ગીબેન , નિધિબેન અને છેક આજના ગાયકો સુધી બધા સાથે સંગત કર્યું. અનેકાનેક સ્ટેજ પર્ફોર્મન્સ કર્યા, લોકસંગીત ના કલાકારો હેમંતભાઈ, નિરંજન ભાઈ, હસન ઇસ્માઇલ , હેમંતભાઈ, નિરંજન ભાઈ, ઇસ્માઇલ વાલેરા, સમરથસિંહ સોઢા, દિવાલીબેન ભીલ જેવા કેટલાય કલાકારો સાથે સંગત કરી છે.

  નાલ, ઢોલક અને તબલા દરેક વાદ્ય પાર જોરદાર હથોટી. ઓલરાઉન્ડર તબલા વાદક.
  14 વર્ષ સુધી આકાશવાણી ભુજ અને 14 વર્ષ આકાશવાણી રાજકોટમાં સુગમ, કલાસિકલ, ફોક સંગીત નું સહુ થઈ વધુ રેકોર્ડિંગ આકાશવાણી માં ઝીંદેહસન ના નામે હશે.

  આ સિવાય કેટલાય શિષ્યો તૈયાર કર્યા જેમાં મહેંદી હસન, કલીમ ખાન આજ કાલ ખૂબ નામના મેળવી રહ્યા છે. ઝીંદેહસન પોતાની કર્મભૂમિ રાજકોટ ની ધરા નો આભાર માનતા કહે છે કે રાજકોટ ના લોકો ને ખૂબ જ પ્રેમ મળ્યો છે. અને રાજકોટ ના લોકો નો ઋણી છું.

  આવા ઉત્તમ કોટીના તબલાવાદ્ય કલાકાર ને સાયુજ્ય પરિવારની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ

  હરીશ શાહ , વડોદરા
  04.01.2019

  બંદેહસન સાહેબના બોલિવૂડમાં અન્ય ખ્યાતનામ યોગદાન

  મેરા સલામ (1957)
  ગાયક: બંદેહસન, મોહમ્મદ રફી
  સંગીત દિગ્દર્શક: હાફિઝ ખાન
  ગીતકાર: શેવાન રીઝવી

  • કિતાના બાદલ ગયા ઇન્સાન (1957)
  ગાયક: શમશાદ બેગમ, બંદેહસન, આશા ભોંસલે, મોહમ્મદ રફી
  સંગીત દિગ્દર્શક: હેમંત કુમાર
  ગીતકાર: એસ એચ બિહારી

  • પાક દામન (1957)
  ગાયક: મોહમ્મદ રફી, બંદેહસન
  સંગીત દિગ્દર્શક: ગુલામ મોહમ્મદ
  ગીતકાર: શકીલ બદયૂની

  • : નકાબ પોશ (1956)
  ગાયક: બંદેહસન, એસ બાલબીર
  સંગીત દિગ્દર્શક: ધુમી ખાન
  ગીતકાર: રાજા મહેડી અલી ખાન

  • જંગલ કા જાદુ (1955)
  ગાયક: બંદેહસન
  સંગીત દિગ્દર્શક: એ કે પ્રેમ
  ગીતકાર: પ્રીતામ દેહલવી

  • વlરિસ (1954)
  ગાયક: બંદેહસન, આશા ભોંસલે
  સંગીત દિગ્દર્શક: અનિલ વિશ્વાસ
  ગીતકાર: મહેરુહ સુલ્તાનપુરી

  • : શબાબ (1954)
  ગાયક: મોહમ્મદ રફી, બંદેહસન, મુબારક બેગમ
  સંગીત દિગ્દર્શક: નૌશાદ
  ગીતકાર: શકીલ બદયૂની

  • મિર્ઝા ગાલિબ (1954)
  ગાયક: બંદેહસન, મોહમ્મદ રફી
  સંગીત દિગ્દર્શક: ગુલામ મોહમ્મદ
  ગીતકાર: શકીલ બદયૂની

  • દારા (1953)
  ગાયક: આશા ભોંસલે, બંદેહસન
  સંગીત દિગ્દર્શક: મોહમ્મદ શફી
  ગીતકાર: અર્શી અજમેરી>
 • Home