શૌનક પંડ્યા  


શૌનક પંડ્યા


  Shaunak Pandya Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3 7.mp3 8.mp3 9.mp3 10.mp3 11.mp3

  શૌનક પંડ્યા નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  સૌ પહેલા તો આપ સૌને આપના વંદનીય પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આવકાર!

  સંગીતકાર, સ્વરકાર, ગાયક,સાહિત્યકાર,કવિ, અને સ્ટેજ પર્ફોર્મન્સ ની પરિચય ગાથા અત્યાર સુધી આપણે માણી ,
  *આવો આજે એક ડગલું આગળ જઈએ સંગીત, સાહિત્ય, સ્ટેજ પર્ફોર્મન્સ અને તેનાથી પણ વિશેષ વિશેષતા* !
  થોડુંક સંદર્ભ વિશે વાત કરીએ
  એકમાં અનેક અને વિશેષ વિશેષતાઓથી ભરેલા સમર્થ વ્યક્તિત્વ, અમેરિકાનું ગૌરવશાળી નામ ( 1898 થી 1976 )

  *પૌલ લેરોય રોબેસન*
  અમેરિકન બાસ બરિટૉન કોન્સર્ટ કલાકાર, એનાઉન્સર, સ્પોર્ટ્સ પર્સનાલિટી,સ્ટેજ અને ફિલ્મ અભિનેતા હતા, ખૂબ જ સુંદર ગાયક હતા , જે તેમની સાંસ્કૃતિક સિદ્ધિઓ અને તેમના વિવિધ કલા, રંગમંચ , સંગીત ,રમત જગત ,બોડી બિલ્ડિંગ વિગેરેના, અમેરિકામાં સક્રિય પ્રતિભા પ્રદાન કરવા માટે પ્રખ્યાત બન્યા હતા. રૂટર્સ કૉલેજ અને કોલમ્બિયા યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું, તે યુવાનીમાં એક સ્ટાર એથ્લેટ પણ હતા
  આ એક આછો ઈશારો છે, સંદર્ભ છે......

  સાયુજ્યમાં પણ
  *પૌલ લેરોય રોબેસન*
  જેવા અત્યંત પ્રભાવશાળી,

  *શ્રી શૌનક પંડ્યા*
  *ઘણા બધા ક્ષેત્રોમાં, રમત જગત થી માંડી મીડિયા , કલા, રેડિયો, રેકોર્ડિંગ ,સંગીત ,નાટક અને આવા અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપેલ હોય તેવા અને કુટુંબ, જ્ઞાતિ, શૈક્ષણિક સંસ્થા, કલા જગત વિગેરેને જેમના ઉપર ગૌરવ થાય તેવા આપણા મિત્ર, કમ્પોઝર ,ગાયક , રમત જગત ના વિજેતા અને અનેક વિવિધ પ્રતિભાના માલિક *......

  *શ્રી શૌનક પંડ્યા*
  બારડોલી માં તારીખ 10 .03. 1967 જન્મેલા

  *શ્રી શૌનક પંડ્યા*,
  પિતાજી બારડોલી કોલેજના આચાર્ય અને દાદા શાસ્ત્રીય સંગીતના ગાયક ઘરમાં થી જ સંગીતનો વારસો મળ્યો સ્કૂલ પછી કારકિર્દી વિશે અસમંજસ થઈ વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એડમીશન મળ્યું પણ કોઇ કારણસર ન લીધું અને વાણિજ્ય માં સ્નાતક થયા,
  *કોલેજ દરમિયાન તેઓ ટેબલ ટેનિસ અને વોલીબોલના નેશનલ પ્લેયર તરીકે કોલેજ ને રીપ્રેઝન્ટ કરી*
  અંતરમાં સંગીત હતું સંગીત તરફનો તેમનો લગાવ તેમને સંગીત તરફ પણ ખેંચી ગયું તો એક તરફ સંગીત અને બીજી તરફ અનેક ઉપરી કલાઓ ,
  સુરતમાં *radio station* જ્યારે પ્રસ્થાપિત થયું તો તેના *ઉદઘોષક* તરીકે પણ કામ કર્યું ,

  ગુજરાતમિત્ર માં *પત્રકાર* તરીકે પણ કામ કર્યું
  એટલે કે તેઓ ખૂબ સારું લખી શકતા હતા

  આટલેથી ન અટકતા તેઓએ રંગમંચ ઉપર પણ વર્ષો સુધી કામ કર્યું લગભગ *સો ત્રિઅંકી નાટકો અને ૧૫૦ જેટલા એકાંકી નાટકો*માં પોતાનું સંગીત આપ્યું ,

  *આટલેથી ન અટકતા 12 નાટકોમાં અભિનય કર્યો અને તેના 250 ઉપરાંત સ્ટેજ પર્ફોર્મન્સ કર્યાં, મોનો એક્ટિંગ કોમ્પિટિશનમાં તે સમયમાં ગુજરાતમાં સર્વપ્રથમ આવ્યા*
  ( *આમ પણ સાયુજ્ય ગ્રુપના જેટલા પણ મેમ્બર્સ છે એમના તમે બધાના whatsapp ડીપી- પ્રોફાઈલ પિક્ચર ,જોશો તો સૌથી પ્રભાવશાળી અને આકર્ષક ચહેરો શ્રી શૌનક ભાઈનો જ લાગશે*)
  આ તો થઈ સિક્કાની એક બાજુ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ લગભગ દક્ષિણ ગુજરાતમાં એમના સુગમ સંગીત દબદબો રહ્યો લગભગ 100 જેટલા ગીતોને ગઝલોને તૈયાર કર્યા ,ગાયા, પ્રસ્તુત કર્યા, અને લગભગ તમામ સુરતના સુગમ સંગીતના કલાકારોને , તેઓએ શિક્ષણ આપી સુગમ સંગીત માટે તૈયાર કર્યા, ઘણી મોટી વાત કહેવાય

  *સંગીત ,ઉદઘોષણા,પત્રકારત્વ,એક્ટીંગ નાટ્ય સંગીત, રમતજગત ના નેશનલ પ્લેયર*

  બોલો મિત્રો છે કે નહિ ?
  સાયુજ્ય ના *પૌલ લેરોય રોબેસન* આપણા *શૌનકભાઇ પંડ્યા*,
  એમનો અવાજ ઘૂંટાયેલો ગઝલને સશક્ત ખરાશ આપતો અને શબ્દોને સમજીને રજૂ કરવાની તેમની ગાયકી દાદ માંગી લે છે વાત કરીએ એમના પ્રોફેશનની આટલા ઊંડા અનુભવને શ્રી શૌનકભાઈ વધુ ઉંચાઇ પર લઇ ગયા સુરતમાં તેમનો પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો શરૂ કર્યો અને સુરતમાં *સંગીત* ક્ષેત્રે રેકોર્ડિંગ ક્ષેત્રે શૌનકભાઇનું ગૌરવભર્યું નામ છે, સ્વભાવે શાંત ,ખેલદિલ, પરગજુ ,કલાના ભેખધારી, શ્રી શૌનકભાઈ થોડા ગુસ્સાવાળા જરૂર છે , પણ કહેવાય છે કે જેના મોં પર ગુસ્સો હોય તેના દિલમાં ખેલદિલી હોય ખેલદિલ એટલે કેટલા ખેલદિલ એવું કહે છે કે હું પહેલા ગઝલો ગાતો હતો *પણ આશિતભાઈ ને જોઈ આશિતભાઈ ને સાંભળીને હું સુગમ સંગીત કરતો થયો*, વાહ જેમને પોતાનો આદર્શ દર્શાવતાં, સહેજ પણ સંકોચ ન થતો હોય તો તેવી વ્યક્તિને સલામ જ હોય ! અાવા જ ખેલદિલ ઇન્સાન શ્રી શૌનકભાઈ આપ પ્રગતિ ના શિખર પર પહોંચો આપને સાયુજ્ય તરફથી અનેક અનેક શુભકામનાઓ અને શુભેચ્છાઓ આવો સાંભળીએ તેમનાં સ્વરાંકનો તેમના અવાજમાં સુંદર ગઝલો સૌનક ભાઈની વધુ ગઝલો સાંભળવી હોય તો નીચે આપેલી લીંક પર ક્લીક કરો અને સાંભળો તેમની અપ્રતિમ ગઝલો,

  *વિશેષ આભાર*
  *પરિચય ગાથા ને અદ્ભુત આવકાર મળ્યો છે, ત્યારે અત્રે નોંધપાત્ર બે વ્યક્તિવિશેષનો હું જરૂરથી આભાર માનીશ કે જેમને મને અદભુત પ્રેરણા આપી છે અને મારા પ્રેરણાસ્ત્રોત્ર રહ્યા છે*.
  * સાયુજ્યની પરિચય ગાથામાં વખતોવખત મારા આ લેખન અંગે , અભિગમ વિશે જેમણે ખૂબ જ મોટું માર્ગદર્શન પ્રદાન કર્યું છે , તેવા ઉચ્ચકોટિના સાહિત્યકાર, કવિ , ગઝલકાર ,વિવેચક શ્રી સંજુ વાળા નો હું વિશેષ આભાર માનુ છુ*
  * બીજા વ્યક્તિ વિશેષ કે જે પરિચય ગાથામાં અત્યંત સુંદર રીતે મોટીવેશન અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અગ્રીમતાથી સહકાર અને પ્રેરણા આપી રહ્યા છે તેવા સાયુજ્ય ગ્રુપના સંગીતકાર સંગીત આયોજક અને સ્વરકાર , શ્રી ડો ભરત પટેલ*

  આ બંને વ્યક્તિવિશેષનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું


  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home