તુષાર શુક્લ  


તુષાર શુક્લ


  Tushar shukla Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3 7.mp3 8.mp3 9.mp3

  તુષાર શુક્લ નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  આજે, જેમના વિશે પરિચય કરવા જઈ રહ્યા છીએ તેઓ ગુજરાતીઓ માટે પરિચયના કોઈ મહોતાજ નથી અને છતાં પણ, ગુજરાતીઓની લાગણીઓના લહેકાથી, હૃદયમાં સ્થાન જમાવીને બેઠેલા , ભાષાનુ જ વ્યક્તિત્વ ધરાવતા અને સન્માનીય સાહિત્યકાર , વળી વિવેચક, વૈશ્ર્વિક વક્તા અને સંગીતને પણ એટલો જ પ્રેમ કરનાર અને સ્વરકારો દ્વારા પણ એટલા જ સન્માન પામેલા, સુગમ સંગીતના ગાયકોના ખૂબજ ગમતા , આપણા ગ્રુપના ગુલમહોર છે .
  એમના વિશે કંઈ પણ વધુ લખવું તે સાહિત્યની ભાષામાં "અવિવેક" ગણાય મળીએ આ મહામૂલા માનવીને, ગૌરવવંતી ગરિમાને અને અદમ્ય આસ્વાદની અનિકેત શી આભાને

  *એક અનેરી બહુમુખી વિરલ પ્રતિભા.....*
  *શ્વેત આભા ,અદ્ભુત પ્રતિભા, સંયમિત ભાષા, મૃદુ અવાજ ,સૌમ્ય સન્નિવેશ, આધ્યાત્મિક અદમ્યતા ,શબ્દો પર પ્રભુત્વ ધરાવનાર , ગુજરાતી સાહિત્યને મોંઘેરા લાડ લડાવનાર ,જન સમુદાયને ભાષાથી સંમોહિત કરનાર ,ગીતોને લય થી ઝુલાવનાર, વર્ષાઋતુને સાહિત્યથી ભીંજાવનાર, પ્રેમ શબ્દને વેલેન્ટાઈન ડે સુધી દોરી જનાર, બીજું કોઈ નહિ પણ આપણા જ સાયુજ્ય ગ્રુપના માનવંતા ગૌરવવંતા અને પ્રતિભાશાળી એવા આપણા સૌના*
  *શ્રી તુષાર શુક્લ*

  મૂળ સુરેન્દ્રનગર ,વઢવાણના અમદાવાદ સ્થિત 1955 માં જન્મેલ શ્રી તુષાર શુક્લએ પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં, ભાષાના ઉત્પ્રેરક, વાહક તરીકેનું સ્થાન તેમની સાલસતા, જ્ઞાન, વાકચાતુર્ય ,નિખાલસતા , સંવાદની ઢબ અને સૌમ્યતાથી જમાવ્યું છે
  *ગુજરાતી સાહિત્યકલા, લેખન, વિવેચન , સંપાદન, ઉદ્ઘોષણા, સમુદાય સુધી પહોંચવા વિશે અને દરેક વ્યક્તિના, દરેક ગુજરાતીના દિલ સુધી પહોંચવાનું જેમણે હ્દય પૂર્વક નક્કી કર્યું છે તેવા આપણા સૌના માનીતા ચાહિતા અને ગુજરાતી જનસમુદાયના ગૌરવ સમાન શ્રી તુષાર શુક્લ*

  "સાહિત્ય અને સંગીત"નો અદ્વિતીય સમન્વય જેમનાથી શરૂ થયો, તેવા શ્રી તુષારભાઈ
  એમના પિતા ,ખુબ જ ગૌરવવંતા સાહિત્યકાર *શ્રી દુર્ગેશ શુક્લ* કે જેમણે ગુજરાતી સાહિત્યને અનેક પ્રકારના સાહિત્યપ્રકાર અર્પણ કર્યા, શ્રી દુર્ગેશ શુક્લએ સાહિત્યમાં કેટકેટલા પ્રકારે સર્જન કર્યા, પછી એ નવલકથા હોય, નાટક હોય ,વાર્તા હોય, સંવાદ કાવ્ય હોય, બાળ સાહિત્ય હોય, એકાંકી હોય કે પછી કાવ્ય હોય તમામ આયામોને સંપૂર્ણ પણે ન્યાય આપ્યો અને તે પણ ઉચ્ચકોટિનું સાહિત્ય પ્રદાન કર્યું જે સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને ઉચ્ચતમ નામ આપ્યું, તેમાંના એક એટલે શ્રી દુર્ગેશ શુક્લ માતા *શ્રી વસંતબેન શુક્લ* જેઓ શિક્ષિકા હતાં, એટલે નાનપણથી જ તુષારભાઈ પુસ્તકોની વચ્ચે જ મોટા થયા
  સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી (અમદાવાદ) તેઓએ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી જેમાં ચીમનભાઇ ત્રિવેદી, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ , રમણલાલ જોશી તેમના સાહિત્યગુરુ, ગુરુજનોત્માં જો. યોગેન્દ્ર વ્યાસ અને સુમન શાહનો પણ નોંધપાત્ર હતો અને ત્યારથી એમની સાહિત્ય સફર શરૂ થઈ. આમ તો તુષારભાઈને અધ્યાપન ક્ષેત્રમાં જવું હતું ,પણ અમદાવાદ આકાશવાણીમાં ઉદઘોષક તરીકે એમણે કાર્ય સ્વીકાર્યુ , આકાશવાણી પર બહુ જ લોકપ્રિય કાર્યક્રમ * શાણાભાઇ શકરાભાઇ * ના સફળ સંચાલનથી કારકીર્દિનો આરંભ થયો,
  રેડિયો કાર્યક્રમનું નામ “ મજૂરભાઇઓ માટે / ઔદ્યોગિક કામદારો માટેનો કાર્યક્રમ “ ઘણા સમય સુધી કર્યો
  - રેડિયો પર નાના ભૂલકાંથી વરિષ્ઠ નાગરિકો અને મજૂર ભાઇઓથી માંડીને સાહિત્યપ્રેમીઓ માટેના કાર્યક્રમોએ પણ ખૂબ જ રંગ જમાવ્યો કુદરત અને માનવ સર્જિત આપત્તિમાં પ્રસારણસેવાનો બહુજન હિતાય બહુજન સુખાય બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો, મનજીભાઇ નામના લોકપ્રિય રેડીયો- પાત્રના સર્જક એટલે જ શ્રી તુષારભાઈ! બાળકો અને યુવાનોના અનેક રેડીયો કાર્યક્રમો કર્યા જે એ જમાનામાં અત્યંત લોકપ્રિય થયા રસિકભાઇ ભોજક સાથે ઘણા વૃંદગાનના કાર્યક્રમો કર્યા

  ‘ કંકુનો સૂરજ ‘ નામે જૂના ગુજરાતી ગીતોનો બહુ જ જાણીતો કાર્યક્રમ ત્રણ વર્ષ ચલાવ્યો. પ્રતિભાની સાથે પ્રતિબદ્ધતા પણ એટલી જ એમનામાં જોવા મળે વાચાળ સૌમ્યતા અને એટલી જ, વાણી પર માં સરસ્વતીની અનહદ કૃપા !

  *શબ્દોની તુષારભાઈ સાથે અદમ્ય મિત્રતા...*
  તુષારભાઈ ને સાહિત્ય અને સંગીત ક્ષેત્રના કોઈ પણ વિષય પર બોલવા માટે શબ્દોને શોધવા ન જવું પડે , તુષારભાઈની વાક્પ્રતિભા એટલે અત્યંત પ્રભાવિત ! તેમનું વિષય ઉપર એકદમ માપસર , સીધુ હ્દય સાથે જોડાણ થાય તેઓનું વક્તવ્ય ! ત્યારબાદ તેઓ આકાશવાણી રાજકોટ, કેન્દ્ર નિયામક તરીકે જવાબદારી સ્વીકારી અને આકાશવાણીના કાર્યકાળ દરમિયાન તેમની રુચિ સાહિત્ય તરફ વધુને વધુ વિકસતી ગઈ
  1979-80 – અમદાવાદમાં શ્યામલ- સૌમિલ મુન્શીના પહેલા સંગીત કાર્યક્રમ ‘ મોરપીચ્છ’ ના યાદગાર સંચાલનથી શરુ થયેલી તેમની સંચાલન / ઉદ્ઘોષક તરીકેની યાત્રા, આજદિન સુધી વણથંભી ચાલુ જ રહી છે. અનેકાનેક કાવ્યો, ગીતો , જેના સર્જન આબાલ-વૃદ્ધ સૌને ગમતા કરે, અનેક સ્વરકારોએ તેમના ગીતો સ્વરબદ્ધ કર્યા . અમુક ગીતો ગુજરાતી સુગમ સંગીતમાં 1980 પછી ના સમયગાળા માટે આજદિન સુધી milestone બન્યા છે

  *આંખોમાં બેઠેલા ચાતક .....*
  *એમ પૂછીને થાય નહીં પ્રેમ ......*

  અને આવા અનેક ગીતો તુષારભાઈ ની ઓળખ બની ગયાં.
  પ્રકૃતિ , માનવ સહજ પ્રેમ .....આવા ઘણા વિષયો પર ૩૦ જેટલા પુસ્તકો લખ્યા, તે આપણાં શ્રી તુષારભાઈ ગુજરાતી ભાષાનું અનેક ગણું ગૌરવ છે,
  નાટ્યક્ષેત્રે પણ તેમનું નાટક *અભિસારિકા* ખૂબ જ સુંદર છે ગુજરાતી ફિલ્મ ના ગીતો અને ફિલ્મ ટેલિવિઝન સિરિયલ વિગેરેમાં પણ તેમનું યોગદાન અનન્ય છે,
  ગુજરાત યુનિ. અને ટીચર યુનિ.માટે Uni.song લખ્યું જે ખૂબ જ પ્રમાણમાં બધાને ગમ્યું હતુંજે એક મોટી ઉપલબ્ધિ કહેવાય,
  શ્રેષ્ઠ ફિલ્મગીત માટે ગુજરાત સરકાર દ્વારા ત્રણ વાર એવોર્ડ મળ્યો

  *ચિત્રલેખા , દિવ્ય ભાસ્કર દ્વારા પ્રતિભાશાળી ગુજરાતી તરીકેઅને Times person of the year તરીકે સન્માનિત.*
  આવો સાંભળીએ તુષારભાઈની આ ક્ષેત્રની સફર યાત્રાની અનુભૂતિનો ટુંકો આસ્વાદ

  " પુસ્તકોના વિષય રુપે આપણા કુટુંબ સંબંધો વિષે લખતો રહ્યો છું. વક્તા કરીકે પણ એ બાબતે વાત કરું છું . વળી માતૃભાષા ગૌરવ અને પ્રત્યાયનના સાધન રુપે ભાષાની વાત કરતો / આર જે ને ભણાવતો રહું છું. રેડિયો,અખબાર ( જન્મભૂમિ પ્રવાસી) , ટેલિવિઝન , ફિલ્મ અને રંગમંચ એમ તમામ માધ્યમો દ્વારા communication કરતો રહું છું."

  આભાર...


  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા