ઉદય મજમુદાર  


ઉદય મજમુદાર


  Uday Majumdar Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3

  Uday Majumdar Video :


  Uday Video

  ઉદય મજમુદાર નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  દિનપ્રતિદિન આ પરિચય ગાથા વિવિધ પ્રતિભાની સાથે આપણે રોજ મળીએ છીએ,

  તેમના વિશે કંઈક નવું જાણીએ છીએ મેઘધનુષ્ય સમુ આ ગ્રુપ ,આકાશમાં વિવિધ રંગોથી તેની ખુબસુરતી હવે સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે ,
  સાહિત્ય, સંગીત, રંગમંચ, ઉદઘોષણા, વિવેચન, પરિકલ્પના ,કાર્યક્રમનું સંચાલન અને એવા અત્યંત મનમોહક વિષય અને કલાઓ તેની વિશેષતા માં વિશેષ તત્વ એવા મહાનુભાવો વિશે પ્રતિભાઓને સાદર વંદન આજ શૃંખલામાં આગળ આવો આપણે સંગીત ક્ષેત્રે એક વધુ વિશેષ વ્યક્તિત્વને મળીએ કે જેઓ તેમની પ્રતિભાથી, સુગમ સંગીત થી બોલીવૂડ સુધી વિવિધ કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ રીતે નોંધપાત્ર રીતે જોડાયેલા છે અને તેમનું યોગદાન આપી રહ્યા છે.

  *શ્રી ઉદય મઝુમદાર*
  *નીનુ મઝુમદાર અને કૌમુદી મુનશી* જેવી ઉત્તમ સંગીત બેલડીના પુત્ર ઉદય મઝુમદારે શાસ્ત્રીય સંગીતની તાલીમ માસ્ટર નવરંગ પાસે લીધી છે. તેઓ બોમ્બે યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા છે.

  તેમના પિતા, નિનુ મઝુમદાર અને શાસ્ત્રીય સંગીતના માસ્ટર નવરંગ હેઠળ હળવા સંગીતમાં પણ તાલીમ પામેલા શ્રી ઉદયે યુ.પી.ના લોક સંગીતને માનનીય કૌમુદીજી મુન્શીથી શીખ્યા છે. માનનીય કૌમુદીજી મુન્શી ઠુમરી માટે સિધ્ધેશ્વરી દેવીના કેટલાક અનુયાયીઓમાંથી એક છે. ઉદયભાઇ, રાજુલ મહેતા પાસેથી ગુજરાતી લોકસંગીત શીખ્યા, જેમણે શ્રી હેમુ ગઢવીથી તાલીમ મેળવી. સુગમ સંગીતની તાલીમ તેમણે નીનુ મઝુમદાર પાસે અને ઉત્તરપ્રદેશના લોકસંગીતની તાલીમ માનનીય શ્રી કૌમુદીજી મુનશી પાસેથી લીધી તો ગુજરાતી લોકસંગીત રાજુલ મહેતા પાસે શીખ્યા.

  *રોહન સિપ્પી દિગ્દર્શિત, ઐશ્ર્વર્યા-અભિષેક અભિનીત ફિલ્મ કુછ ના કહો

  જેવી હિન્દી ફિલ્મમાં બેકગ્રાઉન્ડમાં વાગતી સિતારનું સંગીત એ આપણા ગુજ્જુ-યુવા અને પ્રતિભાશાળી સંગીતકાર શ્રી ઉદય મઝુમદારની કરામત હતી*.
  *શ્રી ઉદયભાઇ એ બુનિયાદ, હમરાહી, ખોજ, અપને આપ, મૃત્યુંજય, પરંપરા*, *માં સંગીત આપ્યું* *મહાભારત, તીર કમાન તથા સ્ટાર પ્લસ અને સોનીની કેટલીક પ્રસિદ્ધ સિરિયલોમાં સંગીત પિરસ્યું છે. ગુજરાતી અને મરાઠી સિરિયલો જેવી કે* *ધૂપછાંવ, વિનાયક, આગંતુક, અનુરાધા, ચલ મારી સાથે ઓ જિંદગી ને ઓથ માં પણ તેમનું સંગીત હતું*.
  આ ઉપરાંત અનેક આલબમમાં તેમણે ગાયું છે અને સંગીત આપ્યું છે એટલું જ નહિ તેઓ ઉસ્તાદ સુલતાન ખાન (સારંગી) અને પેરિસના માર્કો સેલોન (સ્પેનિશ ગિટાર) તથા રાકેશ ચૌરસિયા (બાંસુરી) અને માર્કો સેલોન (સ્પેનિસ ગિટાર)ના વર્લ્ડ મ્યુઝિક આલબમ્સના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રહી ચૂકયા છે. આ ઉપરાંત પણ `પાંખ વગરનાં પારેવાં’ ગુજરાતી ફિલ્મમાં અને બીજી કેટલીક નાની મોટી હિન્દી-ગુજરાતી તથા દસ્તાવેજી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે. ગુજરાતી ફિલ્મ `માણસાઇના દીવા’ના ગીત માટે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ તેમને મળ્યો છે તથા રમેશ સિપ્પીની લોકપ્રિય સિરિયલ `બુનિયાદ’ના સંગીત માટે સ્ટાર એન્ડ સ્ટાઈલ ટ્રોફી ઉપરાંત અન્ય પારિતોષિકો પ્રાપ્ત થયા છે.
  *શ્રી ઉદયભાઇને જુનાગઢમાં નરસિંહ મહેતા પુરસ્કાર અને ડિસેમ્બર 2003 માં ગુજરાતી સંગીતમાં શ્રેષ્ઠતા પુરસ્કાર મળેલ છે* *સુરત ખાતે યોજાયેલા ગુજરાતી grand સુગમ સંગીત (લાઇટ મ્યુઝિક) ના શો માટે સંગીત કાર્યક્રમોનું આયોજન કર્યું હતું*. .
  બેસ્ટ ઓફ ઉદય મઝુમદાર

  (1)આ મનપાંચમના મેળામાં
  (ર) વ્રજમાં મયુરો
  (3)લેવા ગયો જો પ્રેમ તો
  (4)પાંખ વગરનાં પારેવાં.
  (પ) ગૌરી મોરી ફાગણ

  આવા વિવિધ પ્રતિભાના માલિક સંગીત ક્ષેત્રે ઝળહળતું નામ શ્રી ઉદય મજમુદાર ને સાયુજ્ય પરિવાર તરફથી અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ અને ઉત્તરોત્તર આવી જ પ્રગતિ જળવાય અને વધે તે જ અભ્યર્થના અને આશા સહ


  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા