મકબુલ વાલેરા


 મકબુલ વાલેરા


  મકબુલ વાલેરા   Audio :  1.mp3  2.mp3 


  મકબુલ વાલેરા   Picture Gallery:  CLICK on image to view enlarge view


   મકબુલ વાલેરા

  મકબુલ વાલેરાનો પરિચય


  29.01.2019

  આદરણીય સાયુજ્ય મિત્રો ,

  આજે એક એવા પરિવારના સભ્ય નો પરિચય કરવા જઈ રહ્યા છીએ કે જેઓ , ચાર પેઢીથી સંગીતને વરેલા છે, સમર્પિત છે
  તેઓનું જીવન જ સંગીત છે
  આ એવું સંગીતનું ઘરાનું છે કે જ્યાં પેઢી દર પેઢી અલભ્ય સંગીતજ્ઞો અને ગાયકો જન્મ લે છે
  મોરબી જે સમયમાં સ્ટેટ હતું તે સમયથી આ પરિવારના સભ્યો રાજઘરાનાના ગાયકો હતા જી હાં, હું વાત કરી રહ્યો છું મોરબીના વાલેરા પરિવારની

  વાલેરા પરિવાર એટલે માત્ર મોરબીની નહિ, પણ સમગ્ર ગુજરાત રાજ્યની આન બાન અને શાન કહેવાય છે,

  ઈબ્રાહિમ વાલેરા,
  મહંમદ વાલેરા ,
  ઈસ્માઈલ વાલેરા ,
  મન્સુર વાલેરા ,
  અફઝલ વાલેરા
  અને,.....

  મકબુલ વાલેરા  વાલેરા ઘરાનામાં સંગીત એટલે ખુદાની બંદગી વાલેરા પરિવારનું સર્વસ્વ એટલે જ સંગીત ! અને આવા જ પરિવારના સભ્ય કે જેઓ ખુબ જ સુંદર ગઝલ સંગીત ગાય છે અને જેઓ સૌરાષ્ટ્રના એક માંઝેલા ગઝલ ગાયક છે તેઓનો અવાજ ગઝલ ગાયકીને અને સંપૂર્ણ સમર્પિત અને સાહજિક છે,

  તેઓ ગઝલ ના શબ્દો નો મર્મ ખૂબ સહજ અને સરળ રીતે પ્રેક્ષકો સુધી શ્રોતાઓ સુધી પહોંચાડે છે તેમને તેમના કાર્યક્રમમાં શ્રોતાઓ તરફથી ભરપૂર પ્રસંશા પણ મળી છે
  રાજ્ય સરકાર નિર્મિત અનેક કાર્યક્રમોમાં તેમણે પોતાનું યોગદાન આપેલું છે
  ગઝલના પ્રત્યેક શેર ને તેઓ ખૂબીથી પ્રેક્ષકોની દાદ સુધી પહોંચાડે છે

  મકબુલ વાલેરા  મકબુલ વાલેરા જેઓનું, વાલેરા પરિવાર સંગીતનું ઘરાનું છે

  જે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ ધરાવે છે
  તેઓના દાદા શ્રી ઈબ્રાહીમ વાલેરા અને મહંમદ વાલેરા મોરબી સ્ટેટના રાજઘરાના ના રાજ ગાયક હતા,

  તેમણે સંગીતની તાલીમ તેમના મોટા પપ્પા મન્સુર વાલેરા પાસે લીધી હતી,
  તેમનો જન્મ સંગીત પરિવારમાં થયો હોવાથી સંગીત તેમને વારસામાં મળેલું છે,
  સમગ્ર કુટુંબ પણ સંગીતના માહોલમાં અને તાલીમ આઠથી દસ વર્ષની ઉંમરે તેમના કુટુંબના મોટા પપ્પા પાસેથી લીધી છે
  તેઓ ગઝલ ગાયક છે, તેમના પિતા અને તેમના મોટા પપ્પા પણ પ્રોફેશનલ સિંગર છે
  તેમના કુટુંબમાં બધા જ ગાયકો છે અને તે સંસ્કાર તેમના દાદા શ્રી એ આપેલા છે અને ઘણાં કવિઓ માટે પણ ગાયું છે તેઓ પોતે અનેક સ્ટેજ પ્રોગ્રામ આપે છે,

  અને તેમને ખૂબ પસંદ રાગ છે, તે છે સરસ્વતી મારવા એ એમનો પ્રિય રાગ છે , સંગીત એ જ એમનું જીવન છે ,

  શ્રી રાજ લખતરવી સાહેબ
  શ્રી રુસ્વા મઝલૂમી સાહેબ
  શ્રી કાયમ હજારી સાહેબ ની ગઝલો ગાઈ છે

  15 august ના રાજ્ય ઉત્સવની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અનેક કાર્યક્રમો તેમણે આપ્યા હતા

  ઉદ્યોગકાર સંમેલનમાં પણ તેઓએ સ્ટેજ પ્રોગ્રામ આપ્યો હતો
  ગુજરાત બાર એસોસિએશન પણ અનેક પ્રોગ્રામ આપ્યા છે

  તેમને શ્રોતાઓનો ખૂબ જ પ્રેમ મળે છે અને આશીર્વાદ મળે છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે આવા સુંદર ગઝલ ગાયક આપણા સૌની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  અને તેઓ ગઝલ ગાયકી ખૂબ ખૂબ આગળ વધે તે જ આશા અને અભ્યર્થના હરીશ શાહ
  વડોદરા

 • Home