વસંત જોષી


વસંત જોષી


  વસંત જોષી   Audio :


  1.mp3  2.mp3  3.mp3  4.mp3  5.mp3  6.mp3  7.mp3 


  વસંત જોષી   Picture Gallery:


  વસંત જોષી  Picture Gallery  વસંત જોષીનો પરિચય


  24.01.2019
  આદરણીય સાયુજ્ય મિત્રો

  આજે પરિચય ગાથાની પરિચય શૃંખલામાં એક એવા કવિ, બહુમુખી પ્રતિભાને મળવા જઈ રહ્યા છીએ કે જેઓએ સંખ્યાબંધ રેડિયો નાટકોનું નિર્માણ કર્યું હોય , અને એક અછાંદસ રચનાઓ લખી હોય રંગભૂમિ પર જેમણે કામ કર્યું હોય, જેઓ સિતાંશુ યશશ્ચંદ્ર જેવા દિગ્ગજ કવિની નિકટ હોય, જેમને આકાશવાણી દ્વારા કવિ સંમેલન લોકસંગીત શાસ્ત્રીય સંગીત અને આમંત્રિત શ્રોતાઓ સમક્ષ સફળ પૂર્વક આયોજન કર્યું હોય, નામાંકિત કલાકારો સાહિત્યકારો અને કેટલાય ઉચ્ચકક્ષાના પ્રતિભાશાળી સમર્થ સર્જકોને લોકો સમક્ષ પ્રત્યક્ષ કર્યા છે,

  જેમાં કેટલાક છે અમૃત ઘાયલ ,સિતાંશુ યશશ્ચંદ્ર, રતુભાઈ અદાણી, પૂજ્ય મોરારીબાપુ, આ મહાનુભાવોની આકાશવાણી માટે મુલાકાત કરી રજુ કરી છે
  જેમણે આદિવાસીઓના સંસ્કાર ગીતોનું પણ audio video દસ્તાવેજીકરણ કરેલું છે ,

  1988 માં આકાશવાણીમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા રાજકોટ ભુજ આહવા વડોદરા કેન્દ્ર પર કામ કર્યું ઉચ્ચરિત શબ્દ spoken word પર વિશેષ કામ કર્યું,

  આવો મળીએ એક સમર્થ વ્યક્તિત્વને કે જેઓએ એમ.એ.માં મોહનલાલ હરગોવિંદદાસ કાંટાવાળા સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો 1986 માં યુસીજી નેટ પ્રથમ પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી
  તેઓ ત્રણ વર્ષ ફેકલ્ટી ઓફ આર્ટ્સ ગુજરાતી વિભાગમાં રિસર્ચ ફેલો તરીકે કામ કરતા હતા

  વસંત જોષી


  14.06.1961, ક્રાંકચ ,તાલુકો લીલીયા મોટા ,જીલ્લો અમરેલી અને વતન સાવરકુંડલા
  પિતાજી તલાટી મંત્રી હતા એટલે પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામમાં થયું
  માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં થયું અને બી.એ ઇંગલિશ એમ.એ ગુજરાતી અને આટલેથી ન અટકતા તેઓએ એમ.એસ.યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં ડ્રામેટિકસ વિભાગમાં ડિપ્લોમા કર્યો,
  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા પત્રકાર ભવનમાં ભણાવ્યુ છે. ભલે તેમને પત્રકાર તરીકે કામ નથી કર્યું પણ એક પેઢી તૈયાર કરી છે, આજે કેટલાય નવી પેઢી ના પત્રકારો અને ચેનલના ન્યૂઝ રીડર એમના વિદ્યાર્થીઓ છે. તેમને આકાશવાણી દ્વારા પ્રતિવર્ષ યોજાતી આકાશવાણી વાર્ષિક પુરસ્કાર અંતર્ગત 10 કાર્યક્રમ ને એવોર્ડ મળ્યા છે
  આકાશવાણીમાં તેમની સફર

  88 થી 93 રાજકોટ
  93 થી 97 ભુજ
  98 થી 04 રાજકોટ
  04 થી 07 આહવા
  07 થી 13 રાજકોટ
  13 થી 17 વડોદરા
  17થી અત્યારે રાજકોટ

  તેઓ સાહિત્ય ક્ષેત્રે સુરેશ જોષી, સિતાંશુ યશશ્ચંદ્ર ,શિરીષ પંચાલ, હર્ષદ ત્રિવેદી પ્રાસન્નેય, ભારતી દલાલ, લવકુમાર દેસાઈ, ભારતી દલાલ સુધા પંડ્યા અને નીતિન મહેતા પાસે સાહિત્યની સમજ કેળવી

  સાહિત્ય અકાદમી દિલ્હી ગુજરાત સાહિત્ય અકાદમી અને અન્ય સંસ્થા દ્વારા આયોજિત પરિસંવાદ કવિ સંમેલનમાં ભાગ લીધા હાલ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ મધ્યસ્થ સમિતિના સદસ્ય છે

  એમનો એક

  કાવ્યસંગ્રહ ક્ષિતિકર્ષ

  2000 માં પ્રગટ થયો છે અને બીજો કાવ્યસંગ્રહ અત્યારે પ્રિન્ટિંગમાં છે

  નાટ્ય વિભાગમાં તેઓએ માર્કંડ ભટ્ટ, યશવંત કેળકર ,જગદીશભાઈ, અવંતીલાલ ચાવલા વિગેરે પાસે રંગભૂમિ તાલીમ લીધેલી છે ,

  ફેકલ્ટીમાં ચાલતી સેટર્ન થિયેટર પ્રવૃત્તિમાં પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું છે
  યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં પણ નાટકમાં બેસ્ટ એક્ટરનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે
  આકાશવાણી માટે પણ સંખ્યાબંધ કોન્સર્ટ નું આયોજન કર્યું છે,

  તેમના અંગત મિત્ર શ્રી સંજુ વાળા તેમના માટે શું કહે છે ..... આવો, વાંચીએ


  આકાશવાણીના પ્રોગ્રામ એક્ઝીક્યુટીવથી આસિ. સ્ટેશન ડિરેક્ટરની બાહ્ય ઓળખ ધરાવતા વસંત જોષી ( વસંત આ જોષીમાંષ'નો આગ્રહ રાખે. ઉમાશંકર જોશી અને સુરેશ જોષી.. એમાં વસંતનું અનુસરણ સુ. જો. નું) છેક બચપણથી આમ તો કવિતાની ચિઠ્ઠી-ચબરખી વાંચે. આઠમાં કે નવમાં ધોરણમાં ક્યાંક છાપામાં આવેલ મીરાંના કોઇ પદની ચર્ચા કરતો વસંત અને હમણા જ સાહિત્ય પરિષદના મંચ પરથી દક્ષિણના કવિ કમ્બારજીની અનુદિત રચનાઓનો પાઠ કરતો વસંત મેં જોયો.. જાણ્યો છે. એના અવાજમાં અછાંદસ કે ગદ્યકાવ્ય સાંભળવું એ મઝા છે. પણ વસંતને પોતાની કવિતામાં અને (પઠનમાંય) લય ન ચડ્યો. એટલે અછાંદસ જ લખી. ક્ષિતિકર્ષ - 2000 કાવ્યસંગ્રહ થયો. હવે પછી નવો કાવ્યસંગ્રહ આવે છે. વસંતની કવિતા એ તળપ્રદેશથી આધુનિક શોપિંગમોલ સુધીની કવિની ભ્રમણવિથિઓ છે. અને એસ્કેલેટર પણ છે.

  જો ભાવક સજાગ ન હોય તો ભૂલો પડે અને ગબડી પણ પડે. એ પ્રિયપાત્ર સાથે વિહાર કરેલ રસ્તા.. જંગલ.. નદી... તળાવના બદલાતાં રૂપની કવિતા છે તો કોઇ એકાંતિક વિચારકે પોતાની કલ્પનાના બળે ઊભી કરેલી ઈમારતોની કવિતા પણ છે. વસંતની વાત કરવી હોય તો તમારે ફરજિયાત આકાશવાણી અને આપણા બહુશ્રુત કવિ મનીષિ સિતાંશુ યશશ્ચંદ્રને યાદ કરવા પડે.

  સિતાંશુભાઈ કહે :


  'બોલ માણસ માણસની ભાષા બોલ' વસંત એના *જખબોતેરા*માં કહે : એના ખભે તીરકામઠાં નહીં હોય, બંદૂકો હશે. એટલે આ માણસાઈના પ્રદેશને અંકે રાખીને થતો દેવતાઈપ્રદેશનો પ્રવાસ છે. આધુનિક સંવેદનશીલ માણસની નિરીક્ષા અને સમીક્ષાની કવિતા છે. આવનારો સંગ્રહ ભાષાની તાઝગી સાથેના વસંતના ઘણા ઝીણા નિદર્શનો અને ઠરેલ આંખે નિહાળેલા અવલોકનોની કવિતા કોઈને લાગે તો એ વસંતની નજીક ગયેલાની સાક્ષીરૂપ હશે.

  કવિને સુકામનાઓ.


  બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા શ્રી વસંત જોષીને સાયુજ્ય પરિવારના અનેક અભિનંદન અને ઉત્તરોત્તર તેમની પ્રગતિ સાહિત્ય ક્ષેત્રે નવા આયામો ને પ્રમાણ કરે તે જ આશા અને અભ્યર્થના

  હરીશ શાહ
  વડોદરા

 • Home